ગુજરાતમાં દારૂ પીવા અને વેચવા પર પ્રતિબંધ છે, ત્યારે હમણાં જ દેશી દારૂ ઢીંચીને ૬૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે, સરકાર દ્વારા અનેક વખત સમજાવટ દારૂથી દૂર રહો, અનેક જાહેરાતો કરવા છતાં સુધરવાનું નામ લેતા નથી, ત્યારે હવે દારૂનો ધંધો કરનારા જોમેટોની જેમ દેશી દારૂની ડીલેવરી કરી રહ્યા છે ઇંગલિશ બોટલની ડીલેવરી તો ચાલી રહી છે, પણ દેશી દારૂની ડીલેવરી પેલી વાર સાંભળી હશે, ત્યારે અંબાજી પગપાળા મોટી સંખ્યામાં લાખો માણસો દર્શન કરવા જાય છે, અને અનેક સેવા કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે, ત્યારે આ સેવા કેન્દ્રમાં સંતાઈને પોતાનો વિપ્લવ કરવા મંડપની બહાર એક શખ્શ દેશી દારૂ કોથળીઓ સાથે કેમ્પના સંચાલક વિષ્ણુજી ઠાકોરે પકડીને ઈમ્પોસિટી પોલીસને શોપતા ચર્ચાનો વિષય બન્યો હતો.પ્રાત વિગતો અનુસાર GJ-18 ના ભાઈજીપુરા પાટિયા પાસે અંબાજી પદયાત્રિકો માટે જમવાનું, રહેવાનું , નાહવા- ધોવાથી લઈને તમામ આધુનિક સગવડ સાથે વર્ષોથી આ કેમ ચાલે છે ત્યારે કેમ્પની બહાર એક શખ્સ જે લોકો અંબાજી ચાલતા જતા હોય તેમની બહારથી બોલાવીને દારૂની પોટલી આપતા હોવાની માહિતી પ્રાપ્ત થતા સંચાલક વિષ્ણુજી ઠાકોરે આ શખ્સને પકડીને પોલીસને સોંપી દીધો હતો, ત્યારે પદયાત્રિક માટે ખુલેલા કેમ્પની બહાર દેશી દારૂની ડિલિવરી કરતા આ તત્વો હજુ સુધારવાનું નામ નથી લેતા,