કોઈ છોકરી માટે માત્ર સાત વર્ષ પહેલાં ખુલ્લું મુકાયેલું રેલ્વે સ્ટેશન બંધ થઇ જાય! સાંભળવામાં આ કોઈ મજાક જેવું લાગે છે અથવા તો ફેક ન્યુઝ પરંતુ આ વાત બિલકુલ સાચી છે. આ રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળનાં પુરુલિયામાં છે જેનું નામ બેગુનકોડોર છે.
ભૂત જોવાના દાવો કર્યા બાદ માસ્ટરનો પરિવાર મોતને ભેટી ગયો
ટ્રેનના પાયલોટ ટ્રેન ઉભી રાખતા ગભરાતા
ભૂતિયા સ્ટેશન નામથી પ્રખ્યાત બાદ ટૂરિસ્ટ પણ આવવા લાગ્યાં
1967માં એક કર્મચારીએ મહિલાનું ભૂત જોવાનો દાવો કર્યો
સંથાલની મહારાણી શ્રીમતી લાચન કુમારીનાં યોગદાનથી આ રેલવે સ્ટેશન 1960માં બંધાયું હતું. આ સ્ટેશન ખુલ્યું તે બાદ અમુક વર્ષો સુધી તો બધું જ ઠીક હતું પરંતુ તે બાદ અહી અજીબો ગરીબ ઘટનાઓ ઘટવા લાગી. 1967માં એક કર્મચારીએ મહિલાનું ભૂત જોવાનો દાવો કર્યો. સાથે જ અફવા પણ ઉડી કે તેની મોત સ્ટેશન પર જ દુર્ઘટનામાં થઇ છે. બીજા દિવસે તે કર્મચારીએ લોકોને આ વાત જણાવી પણ બધાએ વાતને હવામાં ઉડાવી દીધી.
અમુક લોકોએ તો આ ભૂતને ટ્રેનનાં પાટા પર નાચતા જોવાનો દાવો કર્યો
બેગુનકોડોર સ્ટેશનનાં માસ્ટર અને તેમનો પરિવાર મૃત અવસ્થામાં મળ્યો. જે બાદ લોકોએ દાવો કર્યો કે આ મોત તે જ ભૂતનાં કારણે થઇ છે. લોકોએ કહ્યું કે જ્યારે સાંજે ટ્રેન ત્યાંથી નીકળતી તો તે ભૂત પણ ટ્રેનની સાથે જ દોડવા લાગતી, અમુક વાર તો આ ભૂત ટ્રેનથી પણ વધુ ઝડપથી દોડવા લાગતી. અમુક લોકોએ તો આ ભૂતને ટ્રેનનાં પાટા પર નાચતા જોવાનો દાવો કર્યો.
સ્ટેશન પર કામ કરતા કર્મચારીઓ પણ ખુબ ભયભીત રહેતા હતા
આ બધી ઘટનાઓ બાદ બેગુનકોડોર રેલવે સ્ટેશનને ભૂતિયા સ્ટેશન માનવામાં આવ્યું. લોકોમાં એક સ્ટેશનમાં મહિલાનાં ભૂતનો એટલો ડર પેસી ગયો કે તેઓ સ્ટેશન પર જવાનું ટાળવા લાગ્યા. ધીરે ધીરે તો લોકોએ આવવાનું બંધ જ કરી દીધું. સ્ટેશન પર કામ કરતા કર્મચારીઓ પણ ખુબ ભયભીત રહેતા હતા. જ્યારે પણ કોઈ કર્મચારીનું બેગુનકોડોર માં પોસ્ટીંગ કરવામાં આવતી તે તરત જ ત્યાં જવાની ના પાડી દેતો. આ સ્ટેશન પર કોઈ જ યાત્રી ચડતું નહિ જે બાદ કોઈ ટ્રેન અહી ઉભી જ રહેતી ન હતી. કોઈ પણ ટ્રેન આ સ્ટેશન પર થોભતી ન હતી જે બાદ આ સ્ટેશન સુમસામ રહેવા લાગ્યું.
મમતા બેનર્જીએ ફરીથી રેલવે સ્ટેશન શરુ કરાવ્યું
કહેવામાં આવે છે કે કોલકાતા રેલવે મંત્રાલય સુધી આ વાત પહોંચી ગઈ હતી. કહેવામાં આવે છે કે જયારે પણ કોઈ ટ્રેન અહીંથી પસાર થતી તો તેની ઝડપ વધારી દેવામાં આવતી જેથી આ સ્ટેશનથી ટ્રેન તરત જ બેગુનકોડોર થી નીકળી જાય. ટ્રેનમાં સવાર લોકો બારી-દરવાજા પણ બંધ કરી દેતા. જોકે 42 વર્ષ બાદ 2009માં તે સમયનાં રેલ મંત્રી મમતા બેનર્જીએ ફરીથી રેલવે સ્ટેશન શરુ કરાવ્યું જે બાદ આજ સુધી કોઈએ ભૂત જોવાના દાવા તો નથી કર્યા પણ સૂર્ય આથમ્યા બાદ કોઈ સ્ટેશન પર રોકાતું નથી. અત્યારે આ સ્ટેશન પર 10 ટ્રેન ઉભી રહે છે અને ભૂતિયા રેલ્વે સ્ટેશનથી પ્રખ્યાત સ્ટેશન પર ઘણા ટૂરિસ્ટ પણ ફરવા આવે છે.