1.76 લાખ કરોડની મસમોટી રકમ બાદ ફરી સરકારે RBI પાસે સહાય માંગી

Spread the love

દેશની સેન્ટ્રલ બેંકે ગત વર્ષે સરકારને ડિવિડન્ડ અને સરપ્લસ પેટે આપેલ હજારો કરોડો રૂપિયા પર ભારે બબાલ થઈ હતી. જોકે ફરી સરકાર તે જ રીતે RBIના શરણે પહોંચી છે. સરકારે બજેટમાં જીએસટી કલેકશનનો મુકેલ ટાર્ગેટ હાંસલ કરવો લગભગ અશ્યક બન્યો છે અને સામે પક્ષે સરકારની ટેક્સ આવક પણ બજેટ અનુમાન કરતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. BPCL અને એર ઈન્ડિયાનો વિનિવેશ લક્ષ્યાંક પણ પાછો ઠેલવાતા ડિસઈન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ હાંસલ કરવો અશક્ય બન્યો છે. આ સ્થિતિમાં ફરી RBI પાસે મદદ માંગવા પહોંચી છે.

સરકાર પાસે હવે બાકીના સમયગાળામાં નાણાંકીય ખાધનો લક્ષ્યાંક હાંસલ કરવા, ઈન્ફ્રાસેક્ટરના નિર્ધારિત રોકાણ અને દેશના મંદ અર્થતંત્રને ઉબારવા માટે સ્વ-રોકાણ સિવાય અન્ય કોઇ વિકલ્પ રહેતો નથી. આ સ્થિતિમાં કેન્દ્ર સરકાર ફરી શશિકાંતા દાસને ફોન લગાવી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર સરકાર ફરી RBI પાસે ડિવિડન્ડની માંગણી કરી શકે છે. સૂત્રોએ આપેલ માહિતી અનુસાર સરકાર સેન્ટ્રલ બેંક પાસે અંદાજે 50,000 કરોડની મદદ માંગી રહી છે જેથી બજેટનો નિર્ધારિત નાણાંકીય ખાધનો લક્ષ્યાંક હાંસલ કરી શકાય અને દેશના ડૂબતા અર્થતંત્રને બચાવી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ RBIએ સરકારને રૂ. 1.76 લાખ કરોડની મસમોટી રકમ ટ્રાન્સફર આપી હતી. RBIએ 1.23 લાખ કરોડના ડિવિડન્ડ, સરપ્લસ ટ્રાન્સફર સાથે 1.76 લાખ કરોડ મોદી સરકારને આપ્યા હતા. જો આરબીઆઈ ફરી સરકારને આ વર્ષે પણ સરપ્લસ રકમ આપશે તો આ સતત ત્રીજું વર્ષ હશે જેમાં સરકારે RBIની તિજોરી પર નજર નાખીને આર્થિક મંદીમાંથી બહાર આવવા સહારો લેવો પડ્યો હોય. તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું હતુ કે સરકારી ગણતરી મુજબ 19.6 લાખ કરોડના અંદાજની સામે હાલ 4 લાખ કરોડની આવક ઘટ છે અને તેને પહોંચી વળવા માટે ટેક્સ સ્ક્રૂટની વધારવાની સાથે વધુ ટેક્સ કલેકશન પર ભાર મુક્યો છે. સરકારને ડર છે કે ચોતરફથી રોકાણ અટકતા દેશમાં સુસ્તીથી સ્થિતિ વધુ વકરી રહી છે અને જો આ કપરા સમયમાં સરકારી રોકાણ પણ અટકશે તો દેશ ભારે કટોકટીમાં મુકાશે

આ નાણાકિય વર્ષ બહુ મુશ્કેલ છે, આ વર્ષે આર્થિક સુસ્તીના કારણે વિકાસ દર 11 વર્ષના સૌથી નીચા સ્તર 5 ટકાએ પહોંચી શકે છે, એટલે આરબીઆઈથી મળેલી મદદથી સરકારને રાહત મળી શકે છે. તો આરબીઆઈનું કહેવું છે કે, તેઓ મદદને રોજિંદી આદત બનાવવા નથી ઈચ્છતા, પરંતુ આ વર્ષ અપવાદ તરીકે માની શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com