GJ-18 મનપા કોલવડા વિસ્તાર સમાવિષ્ટ બાદ કોલવાડા માંથી જ બે મહિલા નગર સેવક ચૂંટાયા છે. ત્યારે નગરસેવકો દ્વારા અનેક રજૂઆત છતાં રોજબરોજ આવન જાવનના રોડ,રસ્તા પર જાણે વરસાદી પાણી ભરાઈ રહ્યું હોય તેમ ગંદકી, ગટરો ખુલ્લી થી અનેક ગ્રામ વાસીઓ ત્રસ્ત થઈ ગયા છે, વાતોના વડા કરતું તંત્ર એક વર્ષથી કોણીએ ગોળ લગાવીને હમણાં જ થોડા દિવસમાં થઈ જશે, પણ થયું ખરું ? પ્રજાની આ પ્રશ્ને ભારે બૂમ, છતાં નથી થતા કામો લુમ, જેવો ઘાટ સર્જાયો છે, કોલવડા ખાતે આવેલી ગુજરાતના મોટામાં મોટી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ચાર વ્હીલ વાળુ વાહન લઈને જાવ અને કોલવડા ગામ થી આયુર્વેદિક હોસ્પિટલ પહોંચવું એટલે તાનાજી નો ગઢ જીતવો બરાબર છે, ત્યારે અનેક કર્મચારીઓ, ડોક્ટરો, ગ્રામ વાસીઓ પોતે ફરી -ફરીને આવી રહ્યા છે, ચાર બિલ વાળું વાહન ચલાવવું એટલે રોડ રસ્તા પર જે ગાબડા પડ્યા છે, ની ગટર પાણીની પાઇપ લાઇન નાખવાની એક વર્ષથી ધીમા ઘાટે કામ ચાલુ છે ત્યારે કોલવાળાના રહીશું હેરાન પરેશાન થઈ ગયા છે.કોલવડા આવનારા દિવસોમાં વિકાસશીલ પ્રગતિ કરશે તેવા સંકેતો હતા, પણ હવે લુમ કરશે, એક વર્ષથી ગટરો પાણીના ભૂંગળા હજુ સુધી તંત્ર નાખી શકતું નથી, અને વારંવાર મુશ્કેલીઓનો સામનો રજા જનો કરી રહ્યા છે ત્યારે એ તંત્રએ હવે ડોકાવાની જરૂર છે ત્યારે તંત્રને ભાવભર્યું આમંત્રણ અને આ ફોટા જે મોકલ્યા છે તે જાેતા ખબર પડશે કે વાહન ચાલકો અને ગ્રામ્ય જનોની તકલીફ શું છે ?
એક વર્ષથી તંત્ર વાતોના વડા કરી રહ્યું છે, ત્યારે ગ્રામ્ય અને હજારો કર્મચારી, દાખલ દર્દીઓ હોસ્પિટલ જવાના રસ્તાથી પરેશાન થઈ ગયા છે, એમ્બ્યુલન્સ કોલવાડા ગામ થી આયુર્વેદિક હોસ્પિટલ પહોંચે ત્યાર ધબાકા શરૂ થઈ જાય, બીમાર દર્દી રેડી થવા આવ્યો હોય અને ત્યાં હાડકા તોડ રોડથી કમર તૂટી જાય
રોડ ,રસ્તા પર પાણી ,ગટર પાણીની પાઇપલાઇનનું એક વર્ષથી કામ ચાલી રહ્યું છે, તે ક્યારેય પૂર્ણ થશે બે નગર સેવક મહિલા કોલવડા માંથી જ ચૂંટાઈ છે, અને ફરિયાદ કરવા છતાં તંત્ર દિલાસો આપી રહ્યું છે