ગુજરાતમાં ભાજપ ૨૭ વર્ષથી એક હથ્થું શાસન કરી રહી છે, ત્યારે જે ગરીબો ઝુપડામાં રહેતા હતા તેમને પાકા મકાનોથી લઈને તેમના ઘરનું ઘર નું સપનું હતું તે પૂર્ણ તો કર્યું, પણ આ શું ? શ્રમિક આવાસ કે બિસ્મારા આવાસ ? માનવ વસવાટ કે ઢોરો માટેનો વસવાટ ? લોકો ઘરની બારી પણ ખોલી શકતા નથી, તેવી હાલત ? ત્યારે સેક્ટર- ૨૫ ખાતે આવેલ GIDC માં શ્રમિક આવાસમાં ગંદકી, સાફ-સફાઈના અભાવે લોકો ત્રસ્ત થઈ ગયા છે, ત્યારે પાકા મકાનો કરતા ઝુપડા શું ખોટા હતા ?
પ્રાર્થ વિગતો અનુસાર સરકાર દ્વારા સે-૨૫ GIDC ખાતે જે લોકો મહાત્મા મંદિર પાસે ઝૂંપડામાં વસવાટ કરતા હતા, તેમની હટાવીને સરકાર દ્વારા પાક્કા મકાનો બનાવીને ફાળવવામાં આવ્યા હતા. આ મકાનોમાં ફાળવણી બાદ બાળકોને રમવાનો બગીચો, બનાવેલ પણ ક્યારેય ડેવલપ થયેલ નથી, પાણીની ટાંકીઓ ઘણી જ તૂટી ગઈ છે, ત્યારે શ્રમિક આવાસમાં ગટર કનેક્શનની મુખ્ય લાઈનની નહીં આપતા આખી લાઈન ચોક થઈ ગઈ છે અને ગટરના પાણીના કારણે લીલ જામી ગઈ છે પાણીજન્ય રોગો ફેલાઈ રહ્યા છે સરકાર દ્વારા જે બારીઓ આપવામાં આવી છે, તે બારીઓ હવા ઉજાસ માટે આપી છે, ત્યારે અહીંયા બારી ખોલી શકાય તેવી સ્થિતિ જ નથી, કારણ કે ગંદકીની વાસ, મચ્છરો જીવાતનો ઉપદ્રવ પણ એટલો વધી ગયો છે કે લોકોને રહેવું દુષ્કર થઈ ગયું છે, ત્યારે તંત્ર સમક્ષ ફરિયાદ કરવા છતાં કોઈ જ ઉકેલ આવેલ નથી ત્યારે મેયર, ડેપ્યુટી મેયર ,ચેરમેન શ્રી એ કાંટો ત્રણેય મારીને આવો પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવો, અહીંયા ઢોરોનો વસવાટ નથી માનવ જાતનો જ વસવાટ છે, અને માનવજાત વોટર છે.