ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના વિકાસ માટે હર હંમેશા મહત્વનું ફાળો આપ્યો છે, વીસ વર્ષ પહેલાનું GJ-18 અને આજનું જાેવું તો વિકાસ થયો છે, પણ જ્યારથી મનપાના અસ્તિત્વમાં આવ્યા બાદ ,લાખના બાર હજાર હોય તેમ નર્યો ભ્રષ્ટાચાર, ત્યારે ઘ-૪ પાસે જે અંડર બ્રિજ બનાવવામાં આવ્યો છે, તે ખટાક-ખટાક અંડર બ્રિજ ગમે તેવા ઈજનેર આવી ગયા પણ આ આવા જ કોઈ બંધ કરાવી શક્યું નથી, ત્યારે મુમતાજની યાદમાં અકબરે આગ્રાનો તાજમહેલ બનાવ્યો હતો, ત્યારે અહીંયા ખટાક-ખટાક અંડર બ્રિજ પણ એકGJ-18 ની અજાયબી અને એન્ટીક પીસ છે, ક્યારે નગરજનો મળે ખુશ ખબર એ છે કે બીજાે ગ-રોડ એવા ગ-૪ પાસે નવો અંડર બ્રિજ બની રહ્યો છે, તે પણ ખટાક-ખટાક ના લમણા લેવા પડે તો નવાઈ નહીં,ખટાક-ખટાક હવે નવો અંડર બ્રિજ જે ગ-૪ પાસે આકાર લઈ રહ્યો છે, તે પણ કામ પૂર્ણ થવાના આરે છે, ત્યારે જે પેટન બનાવી છે, તે જાેતા ખટાક-ખટાક ની પેટર્ન હોવાથી હવે ગમે તે બાજુએ નગરજનો નીકળે ખટાક-ખટાક ના લમણા લેવા પડશે, મગજના ખુટ્ટા લાવી નાખે તેવો નવો અંડર બ્રિજ પણ ઘ-૪ જેવો જશે, ત્યારે નગરજનોમાં પણ આ અંડર બ્રિજ પ્રશ્ન ચર્ચા જગાવી છે.