ગુજરાતના આ સાંસદે LRD વિવાદ પ્રશ્ને વડાપ્રધાનને લખ્યો પત્ર

Spread the love

LRDની ભરતીમાં ભરવાડ, ચારણ અને રબારી સમાજના ઉમેદવારો સાથે અન્યાય થવા મામલે ત્રણેય સમાજના લોકોએ સરકારની સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અનામતનો આ મુદ્દો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો છે. ભાજપના રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાત્કાલિક ધોરણે GADના પરિપત્રના રદ્દ કરવા માટે માગ કરી છે અને સાથે-સાથે તેમના પત્રમાં SC/ST અને OBC સમાજની મહિલાઓને ન્યાય આપવાની પણ તેમને માગ કરી છે.

રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે પત્રમાં લખ્યું છે કે, ‘હું આપની જાણ સારું કહેવા માંગું છું કે, ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં LRD પોલીસ ભરતીમાં સરકારની અનામત જોગવાઈઓ હેઠળ તારીખ 1-8-2018ના પરિપત્રનો વિરોધ કરવા માટે ગુજરાત રાજ્યમાં SC/ST અને OBC સમાજની મહિલા ઉમેદવારો સાથે રાજ્ય સરકારના કરેલા નવા પરિપત્રથી તેમની સામે અન્યાય થઇ રહેલ છે અને તેઓ હડતાલ પર ઉતરીને ગાંધીનગર ખાતે બેઠલા છે. આ અંગેની રજૂઆત તથા ફરિયાદ તેમના તરફથી મળેલ છે.

નામદાર સુપ્રીમકોર્ટના આદેશ પ્રમાણે આરક્ષણની જોગવાઈ જે તે કર્મચારીઓ ઓપન કેટગરીમાં મેરીટની સાથે આવતા હોય તેને મેરીટમાં ત્યારબાદ SC\ST અને OBC સમાજના ઉમેદવારોને આરક્ષણ કેટેગરીમાં આવતી મહિલાઓથી ઓપન કેટેગરીમાં આવતી મહિલાઓના માર્ક્સ ઓછા છે તે સંવિધાનની દૃષ્ટિએ યોગ્ય નથી.

દેશના બંધારણીય જોગવાઈઓનું રક્ષણ થયા અને નબળા વર્ગના લોકોને જે બંધારણીય રીતે અધિકાર આપવામાં આવેલ છે, તે અધિકારોનું રક્ષણ કરવા આપના થાકી સત્વરે યોગ્ય કાર્યવાહી કરીને તેનો નિર્ણય તાત્કાલિક ધોરણે GADનો પરિપત્ર રદ્દ કરી SC/ST અને OBC સમાજની મહિલાઓને ન્યાય આપવા આપની કક્ષાએથી તત્વરિત યોગ કરશો તેવી મારી ભલામણ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com