૩૬માં રાષ્ટ્રીય રમતોત્સવની ઉજવણી ગુજરાતમાં થવા જઈ રહી છે. માત્ર ૩ મહિનાના ટૂંકા સમયગાળામાં ગુજરાત સરકાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ ગેમ્સ પહેલા નગરજનોમાં સ્પોર્ટ્સ પ્રત્યે ઉત્સાહ અને જાગૃતિ વધે તેવા શુભાશયથી GJ-18 મહાનગરપાલિકા દ્વારા મેગા સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. GJ-18 મહાનગરપાલિકા દ્વારા તારીખ ૧૫ સપ્ટેમ્બર થી ૧૭ સપ્ટેમ્બર સુધી રામકથા મેદાન સેક્ટર ૧૧ ખાતે સ્પોર્ટસ કાર્નિવલની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્પોર્ટસ કાર્નિવલની શરૂઆત ચૌધરી સ્કૂલથી મશાલ રેલીથી કરવામાં આવશે. આ રેલી રામકથા મેદાન ખાતે પહોંચી જ્યા વિધિવત રીતે સ્પોર્ટ્સ કાર્નિવલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ધાટન બાદ મેદાનમાં હાજર તમામ રમતપ્રેમીઓને મ્યુઝિક સાથે ઝુમ્બા કરાવીને વોર્મઅપ કરાવવામાં આવેલ, ત્યારબાદ વિવિધ સ્પોર્ટ્સ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. સ્પોર્ટ્સ કાર્નિવલમાં ત્રણ દિવસમાં અંદાજે ૨૦ હજારથી વધારે વિદ્યાર્થીઓ, નગરજનો, વસાહત મંડળના સભ્યો તેમજ રમતવીરો હાજરી તેવું જણાવેલ છે.કાર્નિવલમાં કબડ્ડી, વોલિબોલ, હેન્ડબોલ, ગોળા ફેંક, ચક્ર ફેંક, ભાલા ફેંક, દોડ, કુદ, ફેંસિંગ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સ્થાનિક રમતોને પ્રોત્સાહન આપવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ શરૂ થનાર સ્પોર્ટસ્ કાર્નિવલનું સમાપન ૧૭ તારીખે બપોરે ૧૧ કલાકે થશે ત્યારબાદ નેશનલ ગેમ્સના મેસ્કોટ સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટસ્ કાર્નિવલમાં વધુમાં વધુ નગરજનો મુલાકાત લે તેવી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુમાં આજરોજ મેયર હિતેશ મકવાણા, ડે.મેયર પ્રેમલસિંહ ગોલ, કલેક્ટરશ્રી,તતા નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતાં.