હું નેતા નથી સેવક છું , જો જનતાની સેવા નહિ કરીએ તો જનતા કહેશે કે હમને તો વોટ દિયા થા તુમ્હે , તુમને હમે કયા દિયા : અમજદખાન પઠાણ
ગુજરાત પ્રદેશના લઘુમતીના ઉપપ્રમુખ અમજદખાન પઠાણ
અમદાવાદ
આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે સાંજે જમાલપુર-ખાડિયા વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશના લઘુમતીના ઉપપ્રમુખ અમજદખાન પઠાણે જણાવ્યું હતું કે આગામી વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી જનતાની સેવા માટે ઉત્તરી રહી છે ત્યારે આ આપ પાર્ટી એ સામાન્ય જનતાની પાર્ટી છે .આપ પાર્ટી નાં લગભગ ૬૦ લાખથી વધારે સભ્યો બની ચૂક્યા છે કેમ કે આપ માં કાર્યકરોની કદર છે.હું નેતા નથી પાર્ટી અને જનતાનો સેવક છું.જનતાના મતથી આપણૅ જ્યારે ચૂંટાઇએ છે ત્યારે આપણે જનતાની સેવા કરવી એ આપણી ફરજ છે , નહિ તો જનતા કહેશે કે હમને તો વોટ દિયા થા તુમ્હે , તુમને હમે કયા દિયા.યુવા દેશનો સૌથી મોટો મતદાર છે અને યુવાઓ માટે આપ પાર્ટી છે. કેજરીવાલ દિલ્હી અને પંજાબમાં લોકોની સેવા કરી રહ્યા છીએ .કેજરીવાલ જે ગેરંટી આપે છે તે પૂરી કરે છે .દેશનું સંવિધાન ક્યારેય એક જાતિ નું ન હોઇ શકે.
પ્રદેશ સહમંત્રી હરેશ કોઠારીએ જણાવ્યું કેઆપ પાર્ટીના કાર્યકર્તાઓને જમાલપુર વિધાનસભામાં સેવા કરવાનો મોકો મળ્યો છે.આપણે આપ પાર્ટીની વિચારધારાને વિકસાવવાની છે.લીગલ સેલ પ્રદેશ ઉપાધ્યક્ષ ઉર્વશી મિશ્રાએ જણાવ્યું હતું કે આપ પાર્ટી દિલ્હીમાં બસમાં ફ્રી મુસાફરી આપે છે. મહિલાઓને 3000 રૂપિયા ,૩૦૦ યુનિટ વીજળી ફ્રી અને ૧૦લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલે ગેરંટી આપી છે. આપ પાર્ટી નાં નેતાઓએ કહ્યું કે ગુજરાતમાં આપ પાર્ટીની સરકાર બનશે તો માઈનોરિટી કમિશનની સ્થાપના કરવામાં આવશે અત્યાર સુધી માઈનોરિટી કમિશનની સ્થાપના ગુજરાતમાં કોઈ સરકારે કરી નથી. આપણે ઝાડુ માટે મહેનત કરવાની છે.કેજરીવાલે ગેરંટી જે આપી છે તે લોકોને જરૂર થી મળશે તેના માટે મત આપવો તેવું મતદારોને કહેવું પડશે. ભાજપ જુમલા આપે છે , કૉંગ્રેસ વાયદા આપે અને આપ ગેરંટી આપે છે . ભાજપ કોંગ્રેસ બંને જાતિનું રાજકારણ કરે છે જ્યારે આપ પાર્ટી ક્લાસ બેઝ પોલીસી આપે છે.આ પ્રસંગે પ્રદેશ લઘુમતી સેલ પ્રમુખ આરીફ અન્સારી, લીગલ સેલ પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કર, લીગલ સેલ પ્રદેશ ઉપાધ્યક્ષ ઉર્વશી મિશ્રા, પ્રદેશ મંત્રી હરેશ કોઠારી, પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ રમીલાબેન ડાભી તથા અમદાવાદ ના હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા.