૫૦ થી ૧ કરોડના મકાનમાં રહેતા રહીશો ઝૂંપડાવાસીઓ કરતા પણ કફોડી સ્થિતિ,
જે ગામો પાછળ સણ આવે તે ગામોનાં પ્રશ્નો મણ
ગુજરાતનું કહેવાતું પાટનગરમાં નવા સમાવેશ વિસ્તારોમાં સરગાસણ, રાયસણ ,કુડાસણ, રાંદેશણ, કોબા, રાંધેજા ,વાવોલ, જેવા જ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો, પણ જ્યાં જે ગામની પાછળ શણ આવે ત્યાં મણ ભરીને પ્રશ્નો મો ફાડીને ઉભા છે, ત્યારે સરગાસણ જેવા વિસ્તારોએ વિકાસ તો કર્યો, પણ ગંદકી, રોડ ,રસ્તા તૂટેલા, અને હવે ડિસ્કો રોડ બની ગયા છે, જેમાં વાહનચાલકોની ગાડીઓ ડાન્સ કરતી જાેવા મળે છે, ત્યારે તંત્ર દ્વારા ભુવા પડ્યા હોય ત્યાં કપચી નાખીને સંતોષ માનીને ચાલી જાય છે, ત્યારે હવે મચ્છરજન્ય રોગોએ ભારે દેખા દીધી છે, સરગાસણ ખાતે બિલ્ડરો દ્વારા અનેક ફ્લેટો, મકાનોની સ્કીમો ચાલી રહી છે , ક્યારે મચ્છરોના પોરા પણ જાેવા મળી રહ્યા છે, મસ્ત મોટા ખાડાના કારણે રાત્રે રહીશોને બહાર નીકળવું દોઝખ બની ગયું છે, GJ-18 ગુડા નો વિસ્તાર એવો TP-9 સરગાસણ વિસ્તારમાં આવેલ તમામ સોસાયટીના જાહેર તથા આંતરિક રોડ રસ્તા પર ચોમાસામાં પાણી ભરાઇ ટુટી જ ઈ અસંખ્ય મસમોટા ખાડાઓ ભુવા પડેલા છે આથી સોસાયટીના નાગરિકો ને અવરજવર કરવામાં ખુબ તકલીફ પડેછે પોતાના વાહનો ને પણ નુકસાન થાયછે અને અવારનવાર અકસ્માત સર્જાય છે ધણી જગ્યાએ વીજળીના થાંભલાઓ બંધ છે આથી રાત્રિ દરમિયાન નાગરિકો ને મુશ્કેલીઓ પડેશે અને નાની મોટી ચોરીઓ ગુનાખોરી જેવા બનાવો બનવા પામે છે નાગરિકો દ્વારા મહાનગર પાલિકા દ્વારા મિલકત વેરા ટેક્ષ તથા અન્ય વેરા કરોડો રૂપિયા વસુલવામાં આવેછે પરંતુ નાગરિકોની સુખ સુવિધા આપવામાં ઉણા ઊતરે છે જે દુખદ બાબત છે આ બાબતે સરકાર દ્વારા તથા ગુડા તેમજ મહાનગર પાલિકાએ નાગરિકો પાસેથી વસુલવામાં આવેલા મિલકત વેરાના કરોડો રૂપિયા આપની સુખ સુવિધા બાજુમાં મુકી નાગરિકો ના રુપિયા નાગરિકોની સુખ સુવિધા સુખાકારી માટે આયોજન કરી પ્રાથમિક સગવડો જાહેર રોડ રસ્તા પર પડેલા ખાડા મસમોટા ભુવા નિચાણવાળા વિસ્તારમાં ચોમાસામાં ભરાતા પાણીનો નિકાલ કરી જમીન સમતલ લેવલ કરવામાં આવે તેવી નાગરિકોની લાગણી અને માગણી છે આ બાબતે સરગાસણ વસાહત મંડળ દ્વારા સંબંધિત જગ્યાએ અવારનવાર ધણી રજૂઆતો કરવામાં આવે લ છે પરંતુ ગોકળગતિએ ચાલતું કામ કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી આથી ટુટી ગયેલા રસ્તા પર નાગરિકો ને મુશ્કેલીઓ સજૉય છે આથી નિદ્રાધીન સરકારી તંત્ર ધોર નિદ્રા માંથી જાગી નાગરિકોની મુશ્કેલીઓ સમજી તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી વિનંતી છે. લાવવામાં આવે તેવી વસાહત મહાસંગના પ્રમુખ કેસરીસિંહ બિહોલા દ્વારા જણાવાયું છે.
બિલ્ડરોના મકાનો પણ હવે નવ વિકસિત સેકટરોમાં વેચાતા નથી, અનેક મકાનો sell માં આવ્યા છે, ગંદકી, રોડ રસ્તાથી પ્રજાત્રસ્ત થઈને હવે ખરીદેલ મકાન પણ વેચવા કાઢ્યા છે, સરગાસણ જે મકાનોની સ્કીમો ચાલે છે, ત્યાં મકાન શુધ્ધા જાેવા પણ તસ્દી ગ્રાહકો લેતા નથી, રોડ, રસ્તા તૂટેલા થી હવે સરગાસણ બન્યું અનેક પ્રશ્નોનું ગાસણ તો માજાે વાસણ જેવો ઘાટ