GJ-18 ખાતે દબાણ દે ધના ધન વધી ગયા છે, ત્યારે જી.એમ.સી. દ્વારા મંજૂરી હજુ સુધી ન આપી હોય ત્યાં પાંચ માળ મંજૂરી પહેલા જ બાંધવાના શરૂ થઈ જાય, ત્યારે સેક્ટર -૨૩ ખાતે આવેલ પ્લોટ નંબર-૫૦૬/૧ મા કેવલરામ નામના વ્યક્તિનું છાપરું હતું. ત્યારે તેમાં અમરાભાઇ પમેશ્વર, ભગવાનદાસ કેવલરામ નું છાપરું સંયુક્ત માલિકીનું હતું. જે સંયુક્ત માલિકાનું હોવા છતાં અને જાણ કર્યા વગર અમારી મંજૂરી વગર મકાન તોડી હાલમાં પાંચ માળનું બિલ્ડીંગ બનાવવાનું શરૂ કરેલ છે. જેથી મનપા પાસેથી કોઈ મંજૂરી મેળવી નથી, જે પ્લાન પાસ કરાવવા બાંધકામ કરેલ છે, જેથી પ્લોટ નંબર ૫૦૬/૧ નું કરેલ બાંધકામ ગેરકાયદેસર હોવાની રાય સાથે અરજદાર ભગવાનદાસ પેસવાણી દ્વારા નાયબ કમિશનરને અરજી કરી છે, પત્રમાં પોતાનો મિલ્કતમા હિસ્સો હોવાથી અને મહાનગરપાલિકા ની મંજૂરી વગર કરેલ બાંધકામ અટકાવવા અને અરજદારે પ્લોટની ઇન્ડેક્ષ નકલ, હકનું પ્રમાણપત્ર પણ પત્રમાં સામેલ કરેલ હોવાનું જણાવ્યું છે.
શહેરમાં ગેરકાયદેસર દબાણોના રાંફડા ફાટ્યા, ત્યારે GMC ખાતે મંજૂરી માંગી હોય અને મંજૂરી પહેલા જ બાંધકામ ૮૦% પૂર્ણ કરી દેતા હોય છે, ત્યારે સેક્ટર- ૨૩ સ્થિત પ્લોટ નં-૫૦૬/૧ ની તપાસ કરવા પણ અરજદારે ડે. કમિશનરને પત્ર પાઠવ્યો છે.