અમદાવાદ મ્યુનસિપલ કૉર્પોરેશનનાં એસ્ટેટ અને નગર વિકાસ વિભાગ દ્વારા પૂર્વ વિસ્તારમાં ટી.પી. રસ્તા અને રિઝર્વ પ્લોટમાં થયેલ દબાણ બિન-પરવારનગીના બાંધકામો દુર કરાયા હતા . નિકોલ વોર્ડમાં ટી.પી.સ્કીમ નં.૧૧૭ કઠવાડાના ફા.પ્લોટ નં.૧૦૪ માં આવેલ વેદ ઈન્ડ. પાર્ક-૧ ના શેડ નં.૧ માં ઈન્ડસ્ટ્રીયલ પ્રકારનું બિન-પરવાનગીએ કરેલ ૧-યુનિટનું આશરે ૯૦૦ ચો.ફુટ બાંધકામ પૂર્વ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતાનો સ્ટાફ, દબાણ વાન, ખાનગી મજૂરો, ગેસ કટર, બ્રેકર મશીન દ્વારા દૂર કરાયા હતા.
વિરાટનગર વોર્ડમાં ઠક્કરનગર એપ્રોચથી જીવનવાડી રોડ સુધીના ૩૦ મીટર પહોળાઈના પૂર્વ ઝોન હદ તરફના ભાગમાં ખાનગી દુકાનોની આગળના ભાગે થતા પાકિઁગને નડતરરૂપ ૩ કાચા શેડ, ૫ ઓટલા, ૫૦ ફુટ લંબાઈની ફેન્સીંગ વોલ તેમજ ૬ ક્રોસ વોલ જે.સી.બી. મશીન તથા દબાણ મજુરો દ્વારા દૂર કરાયા અને ૩ લારી, ૧ પેન્ડલ, ૧ કાઉન્ટર, ૧ સિલાઈ મશીન સાથેનું કેબીન, ૬ છત્રી, ૯ કરેટ, ૧૭ નાના/મોટા બોર્ડ તથા ૫૫-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો . રામોલ-હાથીજણ વોર્ડમાં વસ્ત્રાલ આર.ટી.ઓ., કેનાલ રોડ પરથી ૩૫-નંગ કાચા ઝૂંપડા દૂર કરાયા હતા .