ગુજરાતનાં કહેવાતા પાટનગરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી વિકાસ માટે અબજાે રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે, ત્યારે ઘણી વાર વિકાસના કામો એવા કરવામાં આવે છે કે જે મહંમદ તઘલઘીના વિચારો સાથે ઇજનેર એવા લપકા નાખી દે, કે હજારો નહીં લાખો માણસોને શોષવાનુ આવે, ત્યારે ધોળાકુવા થી લઈને પ્રતીક મોલ, રાંદેશણ, રાયસણ ,કોબા, સુધી લાખો વાહન ચાલકો ,રહેવાસીઓ, ગ્રામજનો રસ્તો બંધ કરતા પરેશાન થઈ ગયા છે, ત્યારે ભાજપના નગરસેવક પોપટ સિંહ ગોહિલ, પૂર્વ સરપંચ યોગેશ નાયી, યોગેશ પટેલ, અને મહેન્દ્ર (દાસ) દ્વારા ચેરમેન જશુ પટેલને રૂબરૂ ફરિયાદ કરી હતી અને આ સંદર્ભે ચેરમેન જશુ પટેલે તાબડ તોડ જે તે અધિકારીઓ આર.એમ.બી અને પાટનગર ના હતા તે ઇજનેરો સાથે બેઠક કરીને આ ફૂટપાથ જે ગામમાં જવાનો રસ્તો છે ,તે ત્વરીત ખોલી નાખવા સૂચના આપી હતી, અને આ પ્રશ્ને હકારાત્મક પરિણામ આવ્યું હતું. ત્યારે GJ-18 થી GJ-1 જઈએ એટલે સચિવાલયથી ચ રોડ અમદાવાદ જતા કોબા સુધી ફક્ત ને ફક્ત એક જ પેટ્રોલ પંપ આવે છે, અને ઘણીવાર પંચર,પેટ્રોલ ખાલી થઈ જવું,CNG ગેસ ખાલી થઈ જવો આવા પ્રશ્નો અનેક બને છે, ત્યારે રસ્તો જે ગામમાં જવાનો બંધ થવાથી અનેક રહીશો, ગ્રામજનો, વેપારીઓ, નગરસેવકાના માથે માછલા ધોઈ રહ્યા છે.
ગ્રામજનોમાં આ પ્રશ્ને ઉગ્ર વાતાવરણ જામી રહ્યું છે, અનેક વેપારીઓએ પ્રતીક મોલ થી લઈને અનેક મોલમાં દુકાનો ખરીદેલી છે, ત્યારે રીંગરોડ પર રોજબરોજ ટ્રાફિકના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ત્યારે સૌથી કફોડી હાલત રાયસણની છે, રાયસણ ગામમાં વસ્તી વધારે છે, ત્યારે નવ વિકસિત રાયસણ માં ખૂબ જ સંખ્યા વધી છે, ત્યારે રોજબરોજ ટ્રાફિકના દ્રશ્યો જે રોડ બંધ કરતાં જાેવા મળી રહ્યા છે,મહંમદ તઘલઘી એવા ઇજનેરે જે પેર્ટન રોડ, રસ્તા ની બનાવી છે, તે તકલાદી અને પ્રજાને હેરાન -પરેશાન કરવાની જ છે, ત્યારે ગ્રામજનો, રહીશો આવનારા દિવસોમાં મંડાણના સમાચાર પ્રાપ્ત થયા છે, ત્યારે વાહન ચાલકો, વેપારીઓ, રહીશો દ્વારા મનપાની કચેરીએ આ પ્રશ્ને રજૂઆત કરવા એક મંડળ વેપારીનું પણ તત્પર બન્યું છે.ગ્રામજનો, રહીશોનો ભારે આ પ્રશ્ને ઉકળતો ચરું છે, ત્યારે ભાજપના એક નગર સેવક દબંગગીરી કરે તો નવાઈ નહીં, તેમણે મનપાને સ્પષ્ટપણે સૂચના આપી દીધી છે કે ૧૫ દિવસમાં આ રસ્તો નહીં ખુલે તો હું તોડી નાખીશ, મારે પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાની છે, રોજબરોજ ઉઘરાણી મારા ઘરે આવે છે, પ્રજાના પ્રશ્ને કોઈ સમજુતી નહીં થાય તેવું નગરસેવક દ્વારા પાવરફુલ કહી દીધું છે, ત્યારે સ્વામિનારાયણ ધામ થી લઈને કોબા સુધી ના રિંગ રોડ ઉપર ટ્રાફિકના દ્રશ્યો રોજ રોજના આ રસ્તા બંધ કરવાના કારણે થયા છે, ત્યારે રહીશોમાં આ રસ્તા ખોલો અથવા અમે તોડી નાખીશું સાથેની હો હા હવે ચાલી રહી છે,
રાંદેસણ, રાયસણ જ્યાં સણ નામથી પાછળ આવે ત્યાં પ્રશ્નો મણ જેવા, ત્યારે તઘલઘી ર્નિણયો તંત્ર દ્વારા લઈને લાખો ગ્રામજનો, વેપારીઓ, રહીશોને બાનમાં લેવા રસ્તો બંધ કરતા લોકો ત્રાહિમામ થઈ ગયા છે,
રીંગરોડ જેમાં રાયસણ ખાતે આવેલ પેટ્રોલ પંપ ગાંધીનગર થી અમદાવાદ જતા હોય ત્યારે એ સાઈડમાં ફક્ત અને ફક્ત કોબા સુધી એક જ પેટ્રોલ પંપ અને CNG આવે છે, પેટ્રોલ,CNG ખાલી થઈ જતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ જાય છે, રીંગરોડ પર વાહનોનો ટ્રાફિક જામ આ રસ્તો બંધ કરવાના કારણે થયો છે, ત્યારે રાયસણની વસ્તી અને સંખ્યા ગણ જાેતા અને પેટ્રોલ પંપ,CNG ગાંધીનગર થી અમદાવાદ જતા વાહન ચાલકો માટે તકલીફમાં આ એક જ પેટ્રોલ પંપ કોબા સુધી આવે છે,
ભાજપના એક નગર સેવકે તો ૧૫ દિવસની મહેતલ આપીને જણાવી દીધું કે, જાે આ રસ્તા નહીં ખુલે, તો હું ખોલાવી નાખીશ, પ્રજા, નગરજનો, વેપારીઓ મારા ઘેર આ પ્રશ્ને લમણાજીક કરવા આવે છે, પ્રજાના સેવક તરીકે અમારી ફરજ છે, ત્યારે હજારો માણસોને હેરાન કરવાના આ કીમિયો હટાવવા સૂચન કર્યું છે.