ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે. ત્યારે પોતાની મધુર વાંસળીઓ અને સીટીઓ વગાડવા અનેક કર્મચારીઓ મોટી સંખ્યામાં GJ-18 ની રાહ પકડીને સરકાર સામે બાયો ચડાવતા અનેક ગુજરાતમાંથી આંદોલન કારીઓ પોતાના પ્રાણ પ્રશ્નોને લઈને સચિવાલયમાં ધામા નાખ્યા છે.ત્યારે ૧૫ સપ્ટેમ્બર થી ૨૦ સપ્ટેમ્બર સુધીમાં હાથે ૪૦ જેટલા કર્મચારીઓના મોબાઇલ ચોરાયા હોવાની અને ૧૮૦ થી વધારે લોકોના ખિસ્સામાંથી પર્સ મરાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે,ત્યારે ચોર મચાયે શોર તેમ પોલીસ આંદોલનકારીઓને પકડવામાં બેશોર બનતા અન્ય જિલ્લાઓમાંથી ખિસ્સા માંથી પાકીટ તડફંચી કરનારાઓ માટે હવે સરળ અને સેઇફ માર્ગ આંદોલન કારીઓના ખિસ્સા કાપવા ભીડમાં ઘૂસી જાય છે, ત્યારે બહારગામ થી આવેલા અનેક લોકોના મોબાઈલ અને ખિસ્સા કપાઈ ગયા હોવાની ઘટનાઓ સાંભળવા મળી છે.
GJ-18 ના સેક્ટર ૬ ના મેદાન એવા સત્યાગ્રહ છાવણી ખાતે અનેક આંદોલન કારીઓ ઉપવાસ અને ધરણા પર બેઠા છે, ત્યારે પ્રદર્શન કારીઓ દ્વારા ધક્કા, મૂકકી તથા વિરોધ દર્શાવતા બેનરો સાથે મેદાનમાં ઊતરેલા અનેકના ભીડમાં ખીસા ફંફોળાઈ ગયા છે. સરકાર પાસે પગાર વધારો થી લઈને અનેક પ્રશ્નો રજૂઆત કરવા આવેલા અને કર્મચારીઓ પોતાના હકના નાણા મળે તે હેતુસર રજૂઆત કરવા આવતા અનેક લોકોના ખિસ્સા ખાલી ખમ પોકેટ મારોએ કરી દીધા છે.
ત્યારે હવે ફરિયાદ કરવા બિલ પણ જાેઈએ, ત્યારે બહારગામ થી આવેલા અનેક લોકો ફરિયાદ કરવાનું ટાળીને ગોતવા મથામણ કરી રહ્યા છે.ત્યારે નિવૃત્ત આર્મી ,ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓ ,આરોગ્ય કર્મચારીઓ, સરકારી ખાતાના મંડળો,તેડાગરથી લઈને ફઝ્ર ના હજારો કર્મચારીઓ દ્વારા આંદોલન કરીને ય્ત્ન- ૧૮ ખાતે ભારે ભીડ જમા થઈ છે ,ત્યારે આ ભીડમાં અનેક ખીસા કાતરૂઓ ઘૂસી જતા અનેકના ખિસ્સા કપાયા છે, ત્યારે પોલીસ ફક્ત આંદોલન કારીઓ પર નજર રાખી રહી છે ,જેથી પોકેટ મારો ને મોકલું મેદાન મળી ગયું છ.
અન્ય જિલ્લાઓમાંથી પોકેટ મારો આંદોલનકારીઓમાં ઘૂસીને મોબાઈલ, રોકડ રકમના ખિસ્સામાંથી પાકીટ સેરવી લેતી ગેંગે તરખાટ મચાવ્યો છે.
ભીડમાં પોલીસ ફક્ત આંદોલન કારીઓ પર બાજ નજર રાખીને તેમની ઘરપકડ કરવામાં વ્યસ્ત છે, ત્યારે એસ.ટી સ્ટેન્ડોમાં હવે મોબાઈલ, પોકેટ મારો માટે જાેખમ રહેતા ભીડમાં ટેન્શન ફ્રી મોકળું મેદાન મળતાં અનેક જિલ્લાના પોકેટ મારો GJ-18 ખાતે સક્રિય બન્યા