વાહન વ્યવહાર મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું છે કે,રાજ્ય સરકારના જી.એસ. આર.ટી નિઞમ હસ્તકના કર્મચારીઓના મળતા ભથ્થામાં રાજ્ય સરકાર દ્વારા નોધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
મંત્રી શ્રી મોદીએ ઉમેર્યું કે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓની જે રજૂઆતો હતી તેને ધ્યાને લઈને ત્રણેય માન્ય યુનિયનોના હોદ્દેદારો સાથે બેઠક બાદ તમામની સહમતીથી માંગણીઓ નો હકારાત્મક ઉકેલ તેમજ પગારમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ફિક્સ પગારના કર્મીઓના વેતનમાં રૂપિયા 2,000 સુધીનો વધારો કરાયો છે. ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ–પેની અમલવારી કરીને તે મુજબનું ચુકવવાનું બાકી એરીયર્સ તા. ૦૧ ઓક્ટોબર ૨૦૨૨ સુધીમાં ચુકવવામાં આવશે. નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ૧૧ % અસર સપ્ટેમ્બર-૨૦૨૨ અને પેઈડ ઈન ઓકટોબર ૨૦૨૨માં અસર આપવામાં આવશે. જયારે બાકી ૩ % મોંઘવારી ભથ્થાની અસર તા.૦૧ ફેબ્રુઆરી ૨૦૨૩થી આપવામાં આવશે.
આ ૧૧ % મોંઘવારી ભથ્થાના એરીયર્સની ૨કમ ત્રણ હપ્તામાં ચુકવવા નકકી કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ હપ્તો – ૨૪ ઓકટોબર ૨૦૨૨ સુધીમાં,બીજો હપ્તો – ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં જ્યારે ત્રીજો હપ્તો – ૨૫ એપ્રિલ ૨૦૨૩ સુધીમાં આપવામાં આવશે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે,કર્મીઓને આપવામાં આવતું ખાસ ભથ્થુ, સ્પે.પે, રાત્રિ પાળી ભથ્થુ, કેશ એલાઉન્સ, ધોલાઈ ભથ્થુ, બુટ ભથ્થુ, લાઈન ભથ્થું, રાત્રિ રોકાણ ભથ્થુ, આઉટ સ્ટે એલાઉન્સ અને મેળા ભથ્થામાં નોંધપાત્ર સુધારો કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરાંત નિગમના કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ પ્રમાણે નોશનલ, ઈન્ક્રીમેન્ટ અને સુધારેલ ગ્રેડ–પે ધ્યાને લઈને તે મુજબ ઓવરટાઈમ ચુકવવામાં આવશે.
વર્ષ ૨૦૨૧–૨૦૨૨ની હકક રજાનું રોકડમાં ચુકવણું તેમજ નિવૃત્ત કર્મચારીઓનું ચુકવણું આગામી ૨૪ ઓક્ટોબર ૨૦૨૨ સુધીમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રાયવર કમ કંડકટરના સંવર્ગ રદ કરીને ડ્રાયવર અથવા કંડકટર પૈકી તેમની પસંદગી મુજબ જે તે કક્ષામાં તેઓનો સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૦–૨૧ના વર્ષના એકસકગ્રેસીયા બોનસનું ચુકવણું કરવાનો નિર્ણય તેમજ નિગમ કક્ષાએ નવીન હેલ્પલાઈન નંબર પ્રસિધ્ધ કરીને આ પ્રશ્નોનું નિરાકરણ કરવાનું રહેશે તેમ મંત્રીશ્રી મોદીએ વિગતો આપતાં જણાવ્યું હતું.
એસટી નિગમના કર્મચારીઓના હિતમાં વધારવામાં આવેલા વિવિધ ભથ્થા – પગારની વિગતો આ મુજબ છે.