બિહારમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાની પત્નીની હત્યામાં એક વ્યક્તિ 6 મહિનાથી જેલમાં બંધ હતો, હવે તે મહિલા જીવિત મળી આવી છે. આ સમાચાર સામે આવતા જ હડકંપ મચી ગયો છે. જ્યારે પોલીસ પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. જ્યારે મહિલાના જીવિત હોવાની સૂચના કોર્ટને મળી તો કોર્ટે હત્યા મામલામાં જેલમાં બંધ પતિ અને સાસરિયાઓને મુક્ત કર્યા હતા. આ સાથે જ સ્થાનિક પોલીસ પર તીખી ટિપ્પ્ણી પણ કરી હતી. કોર્ટે પોલીસની કાર્યશૈલીને હાસ્યાસપદ અને કાયદાની દ્રષ્ટિએ મજાક ગણાવી હતી. કોર્ટે પોલીસના આ કૃત્યને કાળો ધબ્બો ગણાવ્યો હતો.
બિહારના સદર પોલીસ સ્ટેશનના આ કિસ્સાના મામલામાં પીડિત પક્ષને પ્રતિકર યોજના અંતર્ગત 6 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ પણ પોલીસે કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે, પોલીસ ઈચ્છે તો આ રકમ તપાસકર્તાના પગારમાંથી કાપી શકે છે.
મામલામાં 23 ડિસેમ્બરે કોર્ટે ટિપ્પણી કરતા કહ્યુ હતું કે, પોલીસ જે કોઈ કેસની તપાસ કરે છે, તેમાં માત્ર ટેબલ રિપોર્ટિંગ જ બનાવે છે. કોર્ટે આ મામલામાં સાડા પાંચ મહિલા સુધી આરોપિતોની ન્યાયિક હિરાસતને પણ ગેરકાયદેસર માની છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તપાસકર્તાની લાપરવાહીના કારણે જે વ્યક્તિ જીવિત છે, તેના મોતના સંબંધમાં દાખલ આરોપપત્ર ત્રુટિપૂર્ણ, લાપરવાહીપૂર્વક અને તપાસ કરનારની અયોગ્યતા, અક્ષમતા, કર્તવ્ય પ્રત્યે લાપરવાહી અને ઉદાસીનતાનું સૂચક છે.
કોર્ટે વધુમાં જમાવ્યું હતું કે, તપાસકર્તાના કારણે એક એવો મામલો જેની તપાસ ના થઈ શકી, તે જાતે જ સમાપ્ત થઈ ગયો. એટલું જ નહીં, મળી આવેલું શવ જે મહિલાનું જણાવવામાં આવ્યું તે મહિલા જીવિત નીકળી, તો પછી તે શવ કઈ મહિલાનું હતું. તેની તપાસ આજ સુધી ના થઈ શકી. આ મામલો પોલીસ માટે કાળા ધબ્બા અને શરમજનક વિષય છે.