યુવા કોંગ્રેસ દ્વારા અંબાજીથી લઈને ઉમરગામ સુધીની ‘યુવા પરિવર્તન’ યાત્રાની શરૂઆત થઈ

Spread the love

અમદાવાદ

અંબાજીથી ઉમરગામ સુધીની યુવા પરિવર્તન યાત્રાની શરૂઆત પ્રસંગે યુવા જનમેદનીને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં ભાજપના શાસનથી પ્રજા ખૂબ જ નારાજ છે. ભાજપ સરકારના શાસનમાં બેરોજગારી આસમાને છે. જયારે કોંગ્રેસ ભારત જોડવાની વાત કરે છે. યુવા કોંગ્રેસ જે મહેનત કરી રહી છે તેના લીધે લાગી રહ્યું છે કે કોંગ્રેસની સરકાર બનવા માટે જઈ રહી છે. કોંગ્રેસ સરકાર આવશે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. રાહુલ ગાંધીના દસ વચનોનું અમલીકરણ કરવામાં આવશે. કોંગ્રેસ સરકાર યુવાનોના સપના પુરા કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલે યુવા પરિવર્તન યાત્રાને સંબોધન કરતા જણાવ્યું હતું કે યુવાધન આજે નોકરી માટે રખડી રહ્યું છે અને યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે પણ પેપર ફૂટી જાય છે અને તેના લીધે લાખો યુવાનોના સપના વેરવિખેર થઈ ગયા છે અને હાલના સમયે ખુબ જ ગુજરાતની જનતામાં નિરાશા છે. કોંગ્રેસ એ દેશનું ભવિષ્ય છે અને ૨૦૨૨માં સરકાર બનશે ત્યારે યુવાનો, ખેડૂતોના અને તમામ વર્ગોના સપના સાકાર કરવામાં આવશે.

ગુજરાતના નોર્થ ઝોનના પ્રભારી વીરેન્દ્રસિંહ રાઠોડ એ યુવા પરિવર્તન યાત્રને સઁબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષની સરકાર બની રહી છે , તેમાં કોઈ શંકા નથી. કોંગ્રેસ સરકાર આવશે ત્યારે તમામ નિતિ પ્રજાની સુખાકારી માટે હશે. આજે મા અંબાને ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના કરી છે. ગુજરાતમાં આજે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે પરંતુ કોંગ્રેસ સરકાર આવશે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ યુવા પરિવર્તન યાત્રને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર બનશે ત્યારે બેરોજગાર યુવાનોને પ્રતિમાસ ૩૦૦૦ રૂપિયાનાનું બેરોજગારીનું ભથ્થું આપવામાં આવશે. સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ તમામ રીતે નાબૂદ કરવામાં આવશે. કોંગ્રેસ સરકાર બનશે ત્યારે ૧૦ લાખ સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી કરવામાં આવશે અને વર્ષ ૨૦૨૩માં પાંચ લાખ લોકોને નોકરીઓ આપવામાં આવશે તેમાં ૫૦ ટકા નોકરીઓ ઉપર મહિલાઓનો અધિકાર રહેશે. શિક્ષણ ક્ષેત્રે પણ કોંગ્રેસ સરકાર બનતાની સાથે શિક્ષણ ક્રાંતિ સર્જવામાં આવશે અને મોડલ સ્કૂલ બનાવવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઈ પટેલ, ગોવાભાઈ રબારી, યુવા કોંગ્રેસના પ્રભારી મનીષ ચૌધરી, મોહમદ શાહીદ, યુવા પ્રમુખ સિદ્ધરાજસિંહ ચૌહાણ, એન.એસ.યુ.આઈ. પ્રમુખશ્રી નરેન્દ્ર સોંલકી પૂર્વ પ્રમુખ મહિપાલ ગઢવી અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રદેશના, જિલ્લા અને તાલુકાના હોદેદારો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com