GJ-18 ખાતે એક મહિનાથી નાના મોટા આંદોલનો ચાલી રહ્યા છે. ત્યારે હમણાં છ દિવસથી ચૂંટણી જેમ નજીક આવી રહી છે ,તેમ આંદોલન કારીઓ પોતાના પ્રશ્નોને ઝડપી વાચા મળે તે હેતુસર GJ-18 ખાતે પડાવ નાખી દીધો છે, ત્યારે GJ-18 ખાતે શહેરમાં હોટલો, ગેસ્ટ હાઉસોની માંગ વધી જતા અને જમવાની હોટલો, રેસ્ટોરન્ટો થી લઈને ચા ની કીટલીઓ વાળાઓને તડા પડી ગયા છે.ઘ-૫ થી લઈને સેક્ટર ૧૧ અનેGJ-18 ની બોર્ડર કોબા, સુધી ગેસ્ટ હાઉસ અથવા હોટલો રહેવા માટે રીતસર ની ભલામણો આવી રહી છે, આટલી તેજી ક્યારેય હોટલો થી ગેસ્ટહાઉસ વાળાઓએ જાેઈ નથી, પેટ્રોલ પંપ થી લઈને તમામને તડા પડ્યા છે, ત્યારે GJ-18 ખાતે GSF કર્મચારીઓનું આંદોલન, આરોગ્ય કર્મચારીનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે GSF ના કર્મચારીઓનો પ્રશ્નનો નિવેડો આવી જતા મોટાભાગના વતન અને નોકરીના સ્થળે જતા આખરે થોડી જગ્યા ગેસ્ટ હાઉસમાં ખાલી થઈ છે, ત્યારે આંદોલન કારીઓ દ્વારા સવારે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન અને રાત્રે હોટલો, ગેસ્ટ હાઉસમાં આરામ ફરમાવીને સવારે પાછા આંદોલનમાં જાેડાઈ જતા સંખ્યા ઘટતી ન હતી, છ દિવસથી મોટી સંખ્યામાં આંદોલન કારીઓએ GJ-18 ને બાન લીધું છે. ટ્રાફિક, કચરો, ગંદકી, જમવાના પ્લાસ્ટિકના બોક્સ ઠેર ઠેર ગંદકીના ઢેર લાગી ગયા હતા, ત્યારે સત્યાગ્રહ છાવણી ખાતેતો ગંદકીથી ખદબદી ગયું હતું. ત્યારે હજુ આરોગ્ય કર્મીઓ નું આંદોલન ચાલુ જ છે ,ત્યારે GSF ના કર્મચારીઓનું આંદોલન સમેટાઈ જતા થોડી આશિક રાહત થવા પામી છે. ત્યારે હજુ હોટલો ગેસ્ટહાઉસો ની પ પુચ્છા વધી ગઈ છે, ત્યારે જમવા માટે સેક્ટર -૨૧,ઘ-૫, ખાણીપીણી બજાર, જય ભવાની હોટલ, રજવાડી હોટલ થી લઈને અનેક હોટલો રેસ્ટોરન્ટો પેક થઈ ગઈ હતી, હવે GJ-18 ન્યુ ખાતે પણ રાત્રે લોકો જમવા જતા હતા ,ત્યાં પણ હોટેલો પેક થઈ ગઈ છે.
GJ-18 ન્યુ, ઓલ્ડ ખાતે હોટેલો, રેસ્ટોરન્ટ પેક ,આંદોલનકારીઓના ખિસ્સા હળવા થયા, હોટેલો ,ગેસ્ટ હાઉસો એ ભાડા વધારી દીધા, તડાકો પડતા હોટેલ પેકના બોર્ડ લાગ્યા, રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલતી હોટલો જમવા માટે ૧૦ વાગતા ખાવાનું ખૂટી ગયું
GJ-18ના હોટેલો, રેસ્ટોરન્ટો, ચા ની કીટલીઓ વાળા ની દિવાળી આવતા પહેલા તેજીની દિવાળી સુધરી ગઈ