
GJ-18 સ્વચ્છ સીટી, ક્લીન સીટી, ગ્રીન સીટી માંથી ડીલીટ, હોર્ડિંગ્સનું જંગલ સિલેક્ટ
મનપા એટલે આખા ગામની લાઝ કાઢનારી વહુ, દબાણ કરે ત્યાં, કાયદો બાકી વાયદો…
ગાંધીનગર
GJ-18 એટલે ગુજરાતનું પાટનગર અહીંયા થી તમામ પરિપત્રો, આદેશો, ઠરાવો, હુકમો અહીંથી થાય છે, પણ આદેશનું પાલન કરવામાં પાટનગર જ ખૂબ જ પાછળ છે, આખા ગામની વહુ ગાંડી સાસરે જાય નહીં અને તમામને શિખામણ આપે જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે GJ-18 ક્લીન સીટી, સ્વચ્છ સીટી, ગ્રીનેરી સીટી નું બિરુદ ગુમાવીને હવે હોડિંગ્સ નું જંગલ રાજ બનતું જાય છે. જાણે બેનરો, હોર્ડિંગ્સનો પાણી છૂટે તેમ બંબામાંથી બેનરો છૂટી રહ્યા છે.
GJ-18 સ્માર્ટ સિટી હવે હોડીંગ્સ નગર બની ચૂકી છે, શહેરના તમામ સર્કલો ,ચાર રસ્તાઓ, અંડર બ્રિજ પર જાહેરાતના હોલ્ડિંગ્સ જાેવા મળી રહ્યા છે ,મનપાથી લઈને કલેક્ટર દ્વારા હોર્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ અને જાહેરનામું છતાં દે ઠોક આદેશના પાલન કી ઐસી કી તૈસી સમાજનારા માટે કડક પગલાં લેવાની લોકોમાં માંગણી ઉઠવા પામી છે.શહેરના ચાર રસ્તામાં પથિકાશ્રમ,ઘ-૨ ચોકડી, ઇન્ફોસિટી ચોકડી, રિલાયન્સ ચોકડી, રક્ષા શક્તિ સર્કલ,ચ-૦ ,ઘ-૦, કોબા સર્કલ , ઘ-૫ -૦ એવા કેન્દ્રો છે, જ્યાં સૌથી વધારે બેનરો, હોર્ડિંગ્સ દેખાઈ રહ્યા છે, ત્યારે હવે હમણાં તો આંદોલન કારીયોઓનું GJ-18 કેન્દ્ર બનતા હોર્ડિંગ્સ બોડો તથા બેનરોની સંખ્યા પણ ત્રણ ગણી વધી ગઈ છે. આના કારણે ગમે ત્યાં ઠોકી બેસાડેલા હોર્ડિંગ્સ ના કારણે અકસ્માતના અનેક બનાવો બનવા પામ્યા છે. જે અગાઉ જાેવા જઈએ તો પ્રતિબંધ અને જાહેરનામું બહાર પાડેલું જ છે તથા ચાર વ્યક્તિઓથી વધારે ભેગા ન થવું તેવું પણ જાહેરનામું બહાર પાડ્યા બાદ પણ જાહેરનામાનો ચુસ્તપણે અમલ થઈ શક્તો નથી, જાેવા જઈએ તો નિયમો અનુસાર ટ્રાફિક જંકશન અને ચાર રસ્તા ઉપર તથા સર્કલો ઉપર ૫૦ મીટરની ત્રીજીયામાં ન હોવા જાેઈએ, સર્કલની રેલીંગો પર હોર્ડિંગ્સ લગાવવાથી અનેક વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે.
આજે મન પાર્ટી લઈને રાજકીય બેનરો થી GJ-18 ના સર્કલો જાણે બેનરો નગરી બની હોય તેમ બેનરો બંબો પાટનગરમાં આવ્યો હોય તેવું લાગે છે. મનપાથી લઈને રાજકીય નેતાઓના બેનરોના કારણે ચાર રસ્તાથી લઈને સર્કલો પર લગાવેલા હોર્ડિંગ્સના કારણે વાહન ચાલકોનું ધ્યાન હોર્ડિંગ્સ વાંચવામાં ભટકાય છે. જેથી અકસ્માત થવાનો પૂરેપૂરો ભય રહે છે, અગાઉ પણ GJ-18 ના નાગરિકે ચાર રસ્તા, સર્કલો ઉપર લગાવેલા હોર્ડિંગ્સ હટાવવા રજૂઆત પણ કરેલી છે. પણ મનપા આખા ગામની લાજ કાઢનારી વહુ બની ગઈ છે, થઈ જશે, કરી દઈશું, બાકી નિયમો કાયદાઓ દબાણ આવે તો, બાકી વાયદા બજાર જેવું માનપાનું કામ છે. ત્યારે નિયમો, કાયદાઓ, પરિપત્રો, કરાવો ના કાગળોને શું સુંઘવાના ? કે પછી ભૂંગળું વાળીને સિંગ ચણા ખાવાના કે પછી પાછળ…. ભ….
બેનરો, હોર્ડિંગ્સ ના કારણે સર્કલો પાસે વાહન ચાલકોના એક્સિડન્ટ થવાના બનાવો બને છે, મોટા મારેલા હોર્ડિંગ્સના કારણે લોકોનું ધ્યાન બીજે કેન્દ્રિત થતા એક્સિડન્ટના બનાવો બનવા પામે છે.
મનપા આખા ગામની વહુ, જેવો ઘાટ છે, પરિપત્રો, આદેશો, કરાવે તો એટલા બહાર પાડ્યા છે, કે આ કરાવો ને હવે શું સુંઘવાના, કે પછી ભૂંગળું વાળીને સિંગચણા ખાવાના કે પછી…પાછળ…ભ…
શહેરના પથિકાશ્રમ,ચ-૦,ઘ-૦, રિલાયન્સ ચોકડી, રક્ષા શક્તિ સર્કલ, કોબા સર્કલ,ઘ-૫,ઘ-૬, અંડર બ્રિજમાં લગાવેલા બેનરો થી GJ-18 ની શોભા બની ગોબા જેવી, હવે તો ભાઈ બેનરોથી તોબા.