ગાંધીનગર ખાતે આજરોજ કામધેનુ વિશ્વ વિધાલય ધ્વારા છઠ્ઠો વાર્ષિક દીક્ષાર્ત સમારોહ યોજાયો હતો. ત્યારે આ પ્રસંગે ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાયો ઉપર તીખા પ્રહારો કર્યા હતા. ત્યારે તેમણે જણાવ્યુ હતું કે, ગાયોને નસલ સુધારા, બ્રીડીંગ વ્યવસ્થિત કરવામાં આવે તો અનેકગણું દૂધ આપી શકે તેમ છે. ત્યારે ગાયો દૂધ આપે ત્યારે સારી લાગે છે અને દૂધ આપતી બંધ થઈ જાય એટલે હજારો ગાયોને રઝળતી મૂકવામાં આવે છે તે રાહતે દુખ વ્યક્ત કર્યું હતું. તથા જે ગાયો માટે ગૌશાળા બનાવવામાં આવે છે. તે જીવે અને મૃત્યુની રાહ જોવા માટે ઓરડીઓમાં પૂરી રાખવું યોગ્ય નથી, ગૌશાળામાં બીમાર, અપાહીજ ગાયોને અલગ રાખવાની અને તેની સાર-સંભાળ લેવાની જરૂર છે. કોઈપણ ગાયો 2 થી અઢી વર્ષ ગૌશાળામાં ન હોવી જોઈએ અને તેનું ગૌશાળા અદલ-બદલ થવું જોઈ એ, ત્યારે ગાયો ઉન્નત નસલની અને ભારે બ્રિડ કેવી રીતે બને તે માટે પ્રયત્ન કરવામાં આવે અને કિશાનોને આની સમજ આપવામાં આવે તો દેશનો પણ લાભ થશે, આજે ભારત ખેતી પ્રધાન દેશ છે.