સ્પેશિયલ ઓડિટ દૂધસાગર ડેરીમાં સ્પેશિયલ ઓડિટ ની ટીમ રચી ટીમ એ અને ટીમ બી દ્વારા આ સંપૂર્ણ ઓડિટ કરવામાં આવેલ જેમાં 28 મુદ્દા લેવામાં આવ્યા હતા તો આ 28 મુદ્દા પૈકીના માત્ર ચાર મુદ્દામાંજ કેમ પોલીસ ફરિયાદમાં લેવામાં આવ્યા છે અને બાકીના 24 મુદ્દાનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેનો અર્થ એવો થાય છે, કે બાકીના બધા મુદ્દામાં વિપુલભાઈ ચૌધરી સાચા છે પરંતુ તમને નીચા દેખાડવા તથા બદનામ કરવાના આશયથી આ કામગીરી કરવામાં આવી છે. જે કામગીરી તેમના પક્ષના કેટલાક નેતાઓ ષડયંત્ર કરીને ભરતીય જનતા પાર્ટી તથા સરકારશ્રીને ગેરમાર્ગ દોરી રહી છે. તે ખરેખર નિંદનીય છે અને આ બાબતે અર્બુદા સેના સખત શબ્દોમાં તેને વખોડી કાઢે છે
સ્વ માનસિહભાઈ ચૌધરી સાહેબ દ્વારા 1960 માં રૂ.5232 નું પોતાનું અનુદાન કરીને મહેસાણા જિલ્લામાં 10 દૂધ મંડળીઓ શરૂ કરેલ હતી અને 3300 લીટર દૂધની આવક શરૂ કરવામાં આવેલ અને તે વખતે તેઓએ મહેસાણા મિલ્ક એસોસિયેશન સંઘની રચના કરેલ ત્યાર પછી ધીમે ધીમે દૂધ વધતા 1963 માં આ મહેસાણા મિલ્ક એસોસિયન સંઘ ને દૂધસાગર ડેરીનું નામ આપવામાં આવેલ અને જે આજે વટવૃક્ષ બનીને ઊભી છે તે વખતે પણ જો સ્વ માનસિંહભાઈ સાહેબ ધાર્યું હોત તો આ ડેરીને પોતાની પ્રાઇવેટ ડેરી બનાવી શક્યા હોત પરંતુ તેઓએ તમામ સમાજના પશુપાલકોની ચિંતા કરી હતી અને આ ડેરીનું નિર્માણ કર્યું જેમાં આજે હજારો પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે તે ખરેખર સ્વ માનસિંહભાઈ ચૌધરી સાહેબને આભારી છે અને સરકારે દૂધસાગર ડેરીના પ્રણેતા ના પુત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરી અને ખોટી રીતે તેમને બદનામ કરેલ છે આ સ્વ માનસિહભાઈ ચૌધરી સાહેબે મહેસાણા જિલ્લાની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પશુપાલકો આત્મનિર્ભર બને તે માટે બનાસકાંઠા જિલ્લામાં સ્વ.ગલબાકાકાને સાથે રાખી બનાસ ડેરીનું નિર્માણ કરેલ અને સાબરકાંઠામાં પણ સાબર ડેરીનું નિર્માણ કરાવેલ જે આજે સ્વ.માનસિંહભાઈ ચૌધરી સાહેબને આભારી છે અને આજે આ ડેરીઓ પણ વિશ્વ ફલક ઉપર પોતાનું નામ ઉજાગર કરી રહી છે.
જે બધી ડેરીઓ ભેગી મળીને અમૂલ ફેડરેશન ની રચના કરેલ છે અને અમૂલ ફેડરેશન આજે વિશ્વ ફલક ઉપર છે અને જે અમુલ દ્વારા ટેસ્ટ ઓફ ઇન્ડિયા નું બિરુદ મેળવેલ છે તે કોઈ સરકારને આભારી નથી તે માનસિંહભાઈ ચૌધરી સાહેબ ના ફાળે જાય છે જે વ્યક્તિ 1960 માં 5232 નું અનુદાન કરી એક નાની ડેરીને દૂધનો સાગર એટલે દૂધસાગર ડેરી બનાવી શકતા હોય તો તે વખતે પણ તેઓ અમીર હતા અને તેમનો પુત્ર અને પરિવાર ઉપર જે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે ખરેખર તેમને બદનામ કરવા માટેના છે અને આક્ષેપો અર્બુદા સેના સખત શબ્દોમાં વખોડી કાઢે છે
વિપુલભાઈ ચૌધરી 1995 માં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ જેમાં અંદાજે 400 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં સૌથી વધુ ગર્ભશ્રીમંત તરીકે વિપુલભાઈ ચૌધરીએ પોતાની આવક જાહેર કરી હતી તે વખતે પણ તેઓ રહીશ હતા જ પરંતુ તે વખતે ચારથી પાંચ લાખની રકમ બતાવનાર ધારાસભ્યો આજે અરબો રૂપિયાની સંપત્તિ ભેગી કરીને બેઠા છે તો એક ગર્ભશ્રીમંત તે વખતે આટલી મોટી રકમ બતાવી હતી તો તેમની આવકનો વધારો તો થવાનો જ છે તે પણ એક સત્ય ઘટના છે ખરેખર તેમના ઉપર જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે ખરેખર ખોટા આક્ષેપો છે.
સહકાર અને સરકારની કાર્યનીતી
દરેક સહકારી સંસ્થાના ઠરાવો થાય છે તે મેનેજમેન્ટ કમિટીમાં મંજૂર થાય છે અને તે ઠરાવો એજીએમમાં પણ મંજૂર થાય છે અને જો ખોટું થયું હોય તો આ ઠરાવો ના મંજૂર કરવા કે રદ કરવા તેનો પાવર agm તેમજ મેનેજમેન્ટ કમિટી પાસે હોય છે તથા આ બધાની ઉપર સરકારશ્રી નો રજીસ્ટર વિભાગ કામ કરતો હોય છે. જેમા કઈપણ તકલીફ જણાઈ આવતી હોય તો તેને રોકી શકે, રદ કરી શકે, ના મંજુર કરી શકે પણ આ કાર્યવાહીમાં સાચા હતા એટલે રદ કરવામાં આવ્યા નહોતા અને વિપુલભાઈ ચૌધરીને ફસાવવા માટે જ આ પેતરા રચવામાં આવ્યા છે.
બલ્ક કુલરની ખરીદી અંગે
બલ્ક કુલરની ખરીદી અંગે ફરીયાદમાં દર્શાવવામાં આવ્યુ છે તો આ બધી વહીવટી પ્રક્રિયા કહેવાય છે જેમાં સહકાર વિભાગના બંધારણ અને નિયમો મુજબ કામગીરી કરવામાં આવતી હોય છે. બ્લકકુલર ની ગાન્ટ સરકારશ્રી દ્વારા આપવામાં આવી હતી જેમાં સરકારશ્રીના અધીકારી ના માર્ગદર્શન અનુસાર કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં દુધ સાગર ડેરી કે મેનેજમેન્ટ એ ગામની દુધ ડેરી તથા સરકારશ્રીનું વચ્ચેનુ માધ્યમ બનતી હોય છે, સરકારશ્રી બલ્કકુલરની ગ્રાન્ટ ગામની મંડળીઓના ખાતામં સીધી આપવામા આવે છે. જેથી આ ખોટા આક્ષેપ રજુ કરીને વિપુલભાઈ ચૌધરી ને બદનામ કરવા માટેનું કામ કરવામાં આવ્યુ છે.
ગેરકાયદેસર એડવોકેટ અગે
જે સંબધીત એડવોકેટ ઉપર વર્ષ 2014 માં ફરીયાદ કરવામાં આવેલ છે, જેમા હાઈકોર્ટ એ સ્ટે આપવામાં આવેલ છે જેની તપાસ ની પણ પરમીશન આપવામાં આવેલ નથી છતા આ ફરીયાદમાં એ મુદ્દો લેવામા આવેલ છે, જે અંગે વિપુલભાઈ ચૌધરી ની સામે ખોટા મુદ્દા ઉભા કરીને બદનામ કરવામાં આવી રહ્યા છે જે માટે અર્બુદા સેના સખત શબ્દોમા વખોડી કાઢે છે.
બાંધકામ અંગે
સંસ્થા દ્વ્રારા દુધનો ધંધો વધારવા માટે અને વધુ લોકોને સુવિધાયુક્ત લાભ મળી રહે તે માટે વ્યવસ્થાના ભાગ સ્વરૂપે વિવિધ બાધકામ કરવામાં આવ્યા છે જે હાલ સ્થળ ઉપર દેખાઈ આવે છે.
મહેસાણા દુધસાગર ડેરી ધારુહેડા ખાતે ડેરી , માનેસર ડેરી તથા જગુદણ ખાતેનો પ્લાન્ટ આવી રીતે જે સમયે જે જરૂરીયાત ઊભી થઈ હોય તે રીતે બાંધકામ તથા રીનોવેશન નું કામ કરવમાં આવેલ છે. જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ, અને તેનુ મુલ્ય ખુબજ મોટી રકમમાં દેખાઈ આવે છે અને આવા બાધકામથી જ તો આજે આપણે ધંધાનુ પ્રમાણ વધારી શક્યા છીએ. અને દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરી શક્યા છીએ.
મંજુરી વગરના બાંધકામ ની વાત તો સંધની તમામ કાર્યવાહી જીલ્લા રજીસ્ટાર ના માર્ગદર્શન અનુસાર કરવામાં આવતી હોય છે. વિભાગ દ્વારા સંઘ દ્વારા વર્ષ દરમ્યાન થયેલ તમામ વ્યવહારો, ઠરાવો, તથા નિયમો નું મુલ્યાકન તથા ઓડિટ કરવામાં આવતુ હોય છે, અને સ્પેશિયલ એડિટટર ત્રણ વર્ષ પણ કરવામાં આવતુ હોય છે. જેમાં આજદીન સુધી ક્યારેય નોટીસ કે મનાઈ હુકમ કરવામાં આવ્યો નથી. તો અત્યારે આટલા વર્ષ જુના બાંધકામ અને જે રકમથી બાધકામ કરવામાં આવ્યુ છે તે સંપુર્ણ રકમનો ભષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવું ફરીયાદમાં દર્ષાવવામાં આવેલ છે જે તદ્નન ખોટુ છે. આ બાબતે અર્બુદા સેના સખત શબ્દોમાં વખોડી કાઢે છે.
હોડીગ્સં બોર્ડ બનાવવા અંગે
વિપુલભાઈ ચૌધરી દ્વારા હોડીંગ્સ બનાવવામાં ભષ્ટાચાર કરવામા આવ્યો છે,તેવું દર્શાવવામાં આવ્યુ છે, પરંતુ વિપુલભાઈ ચૌધરી ના તા, 31/03/2016 સુધી ચેરમેન હતા અને હોડીંગ્સનો ઓર્ડર 21/04/2016 માં આપવામાં આવેલ છે, જેથી તેમના વહીવટ કાળ દરમ્યાન આવા કોઈ ઓર્ડર આપવામાં આવેલ નથી માટે આ ફરીયાદ અર્બુદા સેના સખત શબ્દોમાં વખોડી કાઢે છે.
સાગરદાણ બોરી અંગે
સાગરદાણ ના બોરીની ખરીદી અંગે અન્ય સંઘો માં 65KG ના બોરીની ખરીદી કરવામાં આવતી હોય છે, જ્યારે દુધસાગર ડેરીમાં 70KG ન બોરા નો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો ફરાયાદમાં જે ભાવ ફેર બતાવવામાં આવ્યો છે એ 5KG દાણ વધુ ભરવામા આવતું બોય છે માટે ભાવ ફેર દેખાડીને વિપુલભાઈ ચૌધરી દ્વારા ભષ્ટાચાર કરવામાં આવ્યો છે. જેવુ બતાવવામાં આવ્યુ છે જે અર્બુદા સેના સખત શબ્દોમાં વખોડી કાઢે છે.
સ્પેશિયલ ઓડિટ દૂધસાગર ડેરીમાં સ્પેશિયલ ઓડિટ ની ટીમ રચી ટીમ એ અને ટીમ બી દ્વારા આ સંપૂર્ણ ઓડિટ કરવામાં આવેલ જેમાં 28 મુદ્દા લેવામાં આવ્યા હતા તો આ 28 મુદ્દા પૈકીના માત્ર ચાર મુદ્દામાંજ કેમ પોલીસ ફરિયાદમાં લેવામાં આવ્યા છે અને બાકીના 24 મુદ્દાનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેનો અર્થ એવો થાય છે, કે બાકીના બધા મુદ્દામાં વિપુલભાઈ ચૌધરી સાચા છે પરંતુ તમને નીચા દેખાડવા તથા બદનામ કરવાના આશયથી આ કામગીરી કરવામાં આવી છે. જે કામગીરી તેમના પક્ષના કેટલાક નેતાઓ ષડયંત્ર ઉપર કરીને ભરતીય જનતા પાર્ટી તથા સરકારને ગેરમાર્ગ દોરી રહી છે. તે ખરેખર નિંદનીય છે અને આ બાબતે અર્બુદા સેના સખત શબ્દોમાં તેને વખોડી કાઢે છે
ખોટી કંપની અંગે
ફરીયાદમાં 31 કંપની ઓ વિપુલભાઈ તથા તેમના પરીવાર ના નામે છે તેવો ઉલ્લેખ ફરીયાદમાં કરવામા આવેલ છે, જેમાથી ચાર કંપની ઓનો ઉલ્લેખ કરેલ છે બાકીની 27 કંપનીઓના નામ જણાવેલ નથી અને ફરીયાદમાં કરોડોનો ભષ્ટાચાર બતાવવામા આવેલ છે પરંતુ ચાર કંપની ઓમાં દુધસાગર ડેરી તથા એના કોઈ વેન્ડર(કોન્ટાકટર) મારફતે આ કંપનીઓમાં કોઈ પણ જાતનો આર્થિક વ્યવહાર થયેલ નથી અને ફરીયાદમાં કોઈ આક્ષેપ થયેલ નથી અને વિપુલભાઈ દ્વ્રારા કંપની ઓ મારફતે ભષ્ટાચાર કરવામા આવેલ છે. તેવી રજુઆત મૌખિક કરવામાં આવેલ છે જે પાયા વિહોણી છે. માટે અર્બુદા સેના સખત શબ્દોમાં વખોડી કાઢે છે.
વિદેશમાં મકાન અંગે
વિપુલભાઈ ચૌધરી દ્વ્રારા વિદેશમાં કોઈ મકાન ખરીદેલ નથી પરંતુ તેમના પુત્ર પવન ચૌધરી અમેરિકામાં સીએ તરીકેનો વ્યવસાય કરે છે,અને તેઓએ પોતાના રહેવા માટે તા, 21/06/2018 ના રોજ મકાન ખરીદી કરેલ જે 11,80,000 ડોલરનો ખરીદેલ જે ભારતીય રકમ મુજબ નવ કરોડ 44 લાખ થાય છે પરંતુ આ મકાન ઉપર નવ લાખ ૪૪ હજાર ડોલર એટલે ભારતીય રૂપિયા 7 કરોડ 55 લાખ 20 હજાર ની લોન લેવામાં આવેલ છે. અને જે લોનનો હપ્તો 7000 ડોલર છે જે ભારતીય રકમ પ્રમાણે 5,60,000 થાય છે અને આજની તારીખે તે લોન 8,71,499 ડોલર બાકી છે એટલે ભારતીય રકમ મુજબ 6,97,19,968 રૂપિયા બાકી છે તો શું એક ચાર્ટડ એકાઉન્ટનટ 11 લાખ ડોલરનું મકાન લોન લઈને ના ખરીદી શકે ? ખરેખર જે મકાનની રકમ દર્શાવવામાં આવી છે તે ઉપજાવી કાઢેલ છે.