ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજનું નકલી FB આઈડી બનાવી મહિલાઓ પાસે ગિફ્ટ પડાવનાર પ્રકાશની ઘરપકડ કરાઈ

Spread the love

Image result for લોકગાયક જીગ્નેશ કવિરાજનું નકલી FB બનાવી મહિલાઓ પાસે ગિફ્ટ પડાવનાર પ્રકાશની ઘરપકડ કરાઈ

ગુજરાતી ગાયક કલાકાર અને ફિલ્મ સેલિબ્રિટી જીગ્નેશ બારોટ (જીગ્નેશ કવિરાજ)નાં નામનું નકલી ફેસબુક આઈડી બનાવનાર આરોપી પ્રકાશની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી પ્રકાશ જીગ્નેશ કવિરાજ સાથે તેની સારી ઓળખ છે અને તેણે જીગ્નેશના નામે મહિલાઓ પાસેથી ગિફ્ટ પણ પડાવી હોવાનું બહાર આવ્યું છે. જીગ્નેશ સાથે જ કાર્યક્રમોમાં જતો હતો. આટલું જ નહીં આરોપી મહિલાઓને મેસેજો કરી જીગ્નેશ હોવાનું કહી તેનો જન્મદિવસ છે એમ કહી ગિફ્ટમાં સોનાની વસ્તુ માંગતો હતો. મહિલાઓ ને એવું પણ કહેતો કે આમ તો હું આવી વસ્તુ નથી પહેરતો પણ તું આપીશ તો પહેરીશ એમ કહી જાળમાં ફસાવતો હતો.
ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી ગુજરાતી ગાયક કલાકાર જીગ્નેશ બારોટ (જીગ્નેશ કવિરાજ)એ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં અજાણ્યા શખ્સ સામે ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી. જીગ્નેશે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં કરેલી ફરિયાદ મુજબ ફેસબૂકમાં અજાણ્યા વ્યકિતએ તેના નામનું એકાઉન્ટ બનાવી ફોટોઝ મુક્યા છે. જેનો ઉપયોગ કરી ચાહકો અને મિત્રો સાથે મેસેન્જરમાં વાતચીત કરે છે. સ્ટેટસમાં ‘નવા સોંગ માટે સારી હિરોઇન જોઇએ છીએ, જેને પણ મારી સાથે કામ કરવું હોય તે મને FBમાં SMS કરે અને ફોટોઝ મોકલે’ તેવું લખ્યું હતું. ઓરિનજલ ફેસબૂક એકાઉન્ટમાંથી ફોટોઝ લઈ ફેક એકાઉન્ટ બનાવતાં જીગ્નેશ કવિરાજે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com