ગુજરાતમાં આજે હજારો સ્કુલો જે સરકારી છે તેને ટુંક સમયમાં મજરે કરીને તાળા લગાવી જવાના છે ત્યારે મહદંશે સરકાર, તંત્ર અને શિક્ષકો પણ જવાબદાર છે. ત્યારે ગુજરાતમાં સરકારી શાળાઓ તો નહીં ખાટલે નહીં પાટલે જેવી સ્થિતિ છે ત્યારે સરકારી શાળાઓનું સ્તર શેરબજારનું તળિયું હોય તેવુ લાગી રહ્યું છે ત્યારે ગ્રાન્ટેડ શાળાઓની સ્થિતિ પણ ખરાબ છે ત્યારે હમણાં ગાંધીનગર ખાતે શિક્ષિકો દ્વારા અધિવેશન મોઘુદાટ યોજવામાં આવ્યું હતું અને તેમાં પોતાની અનેક માંગણીઓ ડીએની માંગણી કરી હતી, તો આ અધિવેશનમાં સ્કુલો બંધ થઈ રહી છે, વિદ્યાર્થીઓ ઓછા થઈ રહ્યાં
છે. શિક્ષણનું સ્તર નીચે જઈ રહ્યું છે. તેનું ચિંતન કરવાના બદલે મોંઘાદાટ અધિવેશનમાં શિક્ષણ મંત્રીને બોલાવીને વાહ વાહ કરાવીને પડતર પ્રશ્નો સુધરાવવા કરેલા કીમિયાના પાસા અવળા પડયા હતાં અને શિક્ષણ મંત્રીએ તો ભારે ઝાટકણી કાઢી હતી. હા ત્યારે ઘણી વાર સ્થિતિ શિક્ષકોની પણ દયનીય હોય છે ત્યારે આ દયનીય સ્થિતિમાં વિચિત્ર કહેવાય એવો પરીપત્રમાં ચર્ચા જગાવી છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર ખાડે ગયું છે. સરકારી શાળાઓમાં તો શિક્ષણનું સ્તર શર્મનાક છે ત્યારે ગ્રાન્ટેડ શાળાઓની સ્થિતી પણ ખરાબ છે અને એમાં પણ આદિવાસી વિસ્તારની હાલત તો બદતર છે. હાલ એક એવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે પહેલી વખત સાંભળશો તો નવાઈ લાગશે. રાજયના શિક્ષણ વિભાગનો વિચિત્ર પરિપત્ર વિવાદનું કારણ બન્યો છે. શિક્ષકોને એક વિચિત્ર જવાબદારી સોંપવામાં આવી છે. હવે લગ્ન પ્રસંગમાં ભોજનનો બગાડ અટકાવવાનું કામ શિક્ષકોને સોંપવામાં આવ્યું છે. ‘સામાજિક સંમેલન, લગ્ન, જન્મદિવસની ઉજવણીમાં ભોજનનો બગાડ ન થાય તેનું ધ્યાન શિક્ષકોને રાખવાનું રહેશે. સયુંક્ત શિક્ષણ નિયામકે DEO, DPEOને આદેશ આપ્યો છે અને શિક્ષકોને ખોરાકનો બગાડ અટકે તે માટે જનજાગૃતિનું કામ સોંપાયું છે. અન્નનો બગાડ અટકાવવાના માર્ગ શોધવાની કામગીરી શિક્ષકોના શિરે ફાળવવામાં આવી છે. રાજયની તમામ પ્રાથમિક શાળાઓને આ અંગે સૂચના અપાઇ છે. અને મહત્વનું છે કે તાજેતરમાં જ બનાસકાંઠામાં તીડના આક્રમણ સમયે શિક્ષકોને તીડ ભગાડવાની જવાબદારી સોંપાઇ હતી. તેણે પણ વિવાદ છેડ્યો હતો. અગાઉ પણ શિક્ષકોને ભણાવવા ઉપરાંતની આવી વિચિત્ર જવાબદારીઓ સોંપાઇ ચૂકી છે. શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવાની જગ્યાએ સરકારે સોંપેલી આવી જવાબદારીઓમાં વ્યસ્ત રહેશે તો ગુજરાતનું ભાવી કેવી રીતે ભણશે . કેવી રીતે ગુજરાતમાં શિક્ષણદર ઉંચો આવશે. શું શિક્ષકો વૈકલ્પિક કામગીરી માટેનું એક વિકલ્પ બની ગયા છે. શું શિક્ષકો માટે બહાર પડતા પ રિપત્રો અને આદેશો પહેલાં તંત્ર ગુજરાતના ભાવી માટે વિચારતું નથી.