ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જેવા જોઈએ તો શિસ્તબધ્ધ અને કોમનમેન ગણાય છે, ત્યારે રાજકીય દાવપેચો ખેલવામાં મુખ્યમંત્રી હોશિયાર નથી. ત્યારે LRD ની આગ, અને મોડાસા દલિત યુવતિના આંદોલનના પડઘા હવે એક યા બીજી રીતે ભાજપના સાંસદો ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો લેખિતમાં તથા મૌખિક પ્રતિક્રિયા આપીને આ મુદ્દાની આગને હવે વ્યવસ્થિત પ્રજવલિત કરીને ભડકો કરી રહ્યા છે. ત્યારે હમણાં જ LRD પ્રકરણમાં એક પિતાનો ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યુ જેમાં પિતા પાસેથી મળેલી સ્યૂસાઇટ, એક મહિના જેટલો સમય થી LRD ભરતી પ્રકરણમાં દીકરીઓ આમરણાંત ઉપવાસ પર બેઠેલી છે. ત્યાં પાછું પાટીદાર સમાજના લાલજી પટેલ બ્રહ્મ સમાજના પ્રમુખ યજ્ઞેશ દવે વિરોધમાં રજૂઆત કરવા જતા વૈમનસ્યની આગ ભડકાવવાના પ્રયાસો થઈ રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપના સાંસદો, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોએ પણ LRD પ્રકરણમાં મુખ્યમંત્રીને પત્ર લખીને યોગ્ય ન્યાય આપવાની ભલામણ કરતાં પત્રોથી આગ વધુ પ્રસરી છે, ત્યારે અલ્પેશ ઠાકોરની હમણાં સુધી ફીરકી પકડવા બૂમો મારતો હતો તે હવે રાજકીય વજન ઓછું થતું હોવાનું લાગતા LRD પ્રકરણમાં હવે વિરોધ દર્શાવીને જે દીકરીઓ ઉપવાસ આંદોલન ચલાવી રહી છે. તેના પર ફોકસ કરી રહ્યો છે.ત્યારે અલ્પેશની છીકણી કેટલી પ્રજા સુંઘે છે તે આવનારો સમય બતાવશે.