ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાનની ગુજરાત-સૌરાષ્ટ્રની મુલાકાતોએ ગરમાવો સર્જી દીધો છે. વિરોધી પર વડાપ્રધાન જાહેર સભાઓમાં રીતસર તુટી પડયા છે. આવતા સપ્તાહે નરેન્દ્રભાઇ મોદી રાજકોટ સહિતના ત્રણ દિવસના પ્રવાસે આવવાના છે ત્યારે દિવાળી પૂર્વે જ ચૂંટણીનો માહોલ ઉભો થઇ જશે તે નકકી છે. પરંતુ વર્તમાન સંજાેગો, કદાચ પ્રથમ વખત થઇ શકે તેવા ત્રિપાંખીયા જંગ, અમુક જગ્યાએ પડકારો વચ્ચે ભારતીય જનતા પક્ષ ઉમેદવારોની પસંદગીમાં વધુ પ્રયોગો કરવાને બદલે જીતી શકે તેવા અને મજબુત ઉમેદવારોને જ ટીકીટ આપીને ન માત્ર જીત, પરંતુ વડાપ્રધાનની પ્રતિષ્ઠાને અનુરૂપ મજબુત લીડ સાથેની જીત પાર્ટી મેળવે એવી નીતિ ફાઇનલ થઇ રહી છે.
ગત વર્ષે રાજયના મુખ્યમંત્રીમાં એકાએક ફેરબદલ કરવામાં આવ્યો હતો. પુરેપુરૂ પ્રધાનમંડળ બદલાવી નાખવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપમાં મિલીટ્રી જેવું શિસ્ત આવી ગયું છે. આ કારણે ભાજપના વર્તમાન ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી મોટા ભાગનાને નો-રીપીટ થિયરી હેઠળ ટીકીટ ન આપવી ઉંમરના માપદંડ લાગુ કરવા પક્ષ સાથે મતભેદ નહીં પરંતુ મનભેદ હોય તો પણ ટીકીટમાંથી નિવૃત્ત કરવા જેવા ઘોરણો લાગુ કરવાની વાતો અમદાવાદ અને ગાંધીનગરથી તમામ જિલ્લાઓમાં પહોંચવા લાગી હતી. પરંતુ હવે છેલ્લા મહિનામાં અને ખાસ કરીને જયારથી વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ ચાલુ થયા છે ત્યારથી તોતીંગ બહુમતી સાથેની જીત માટે જુના જાેગીઓને જ કમાન સોંપવા મજબુત અભિપ્રાયો ઉભા થઇ ગયા છે.
આગામી ચૂંટણીના ૧૮૨ ઉમેદવારોમાં જુના અને વધુ વખત ચૂંટાઇ ગયેલા ધારાસભ્યોને પણ ટીકીટ ન આપવાનો એક મત હતો. અગાઉ સ્થાનિક ચૂંટણીઓમાં આવા પ્રયોગો પાર્ટી કરી પણ ચૂકી છે. આ વખતે રાજયમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ પડકાર ઉભા કરવાનું શરૂ કર્યુ છે. આ ત્રીજાે પક્ષ કોના મત કાપે તે અત્યારથી કહી શકાતું નથી. આથી ભાજપ પોતાની સેઇફ સાઇડ તૈયાર કરવા લાગ્યો છે. કોઇ પણ સંજાેગોમાં અને કોઇ પણ રીતે ભાજપ તોતીંગ બહુમતીથી સત્તા પર કઇ રીતે આવે તેના પર જ હવે ધ્યાન કેન્દ્રીત કરાયું છે.
આથી જ જુના જાેગીઓ અને બાહુબલી જેવી તાકાત ધરાવતા ધારાસભ્યોને ટીકીટ આપી દેવા નીતિ ફાઇનલ થઇ રહી છે. અમુક બેઠક પર વડાપ્રધાનના વિચાર મુજબ યુવાઓને તક અપાશે તે પણ નકકી છે. પરંતુ કોઇ જાેખમ લેવાને બદલે ગેરેંટી હોય તેવા ઉર્મધ્વારને પારાસભાની ટીકીટ આપીને પાર્ટીની બેઠક વધારવાને જ પ્રાધાન્ય અપાશે તેમ સમજાય છે.
ચૂંટણી જંગમાં અંતે તો જાે જીતા વહી સિકંદરની વાત ભાજપે લગભગ સ્વીકારી લીધી છે. આથી રાજકોટ શહેર, જિલ્લા, મોરબી જિલ્લા, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના જિલ્લાઓમાં મજબુત ધારાસભ્યોને ફરી ટીકીટ આપવામાં આવે તેવું મનાય રહ્યું છે. સૌથી મહત્ત્વની વાતમાં હવે ચૂંટણી રણનીતિ હોય કે ઉમેદવારોની પસંદગી પુરેપુરો કમાન્ડ વડાપ્રધાને જ હાથમાં લઇ લીધો છે. ગુજરાતની રસ્તે રંગથી વાકેક નરેન્દ્રભાઇ મોદીના ખભે જ ભાજપ આ ચૂંટણી પણ લવાનો છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં તેમના પ્રવાસો સતન ચાલુ રહેવાના છે.સૌરાષ્ટ્ર કે ગુજરાતની અમુક બેઠક પર જુથવાદ જેવું વાતાવરણ છે પરંતુ પાર્ટીની જીતના ભોગે કંઇ ન ચાલે તે મેસેજ સાથે અમુક વિધાનસભા વિસ્તારમાં પક્ષ શિસ્તના નામે ઓપરેશન પણ કરી નાંખે તેમ છે. રાજકોટની ત્રણ બેઠકો ઉપરાંત જિલ્લામાંથી જયેશ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, સૌરાષ્ટ્રમાં બ્રિજેશભાઇ મેરજા, જવાહરભાઇ ચાવડા, સીનીયર પ્રદિપસિંહ જાડેજા વગેરેને ફરી પાર્ટી ચૂંટણી જંગમાં ઉતારશે તેવો માહોલ ઉભો થઇ ગયો છે. આમ ઉમેદવારની પસંદગીમાં પાર્ટી સલામત નીતિ જ રાખશે તેવું અનુભવીઓ કહે છે.માત્ર રાજકોટ-૬૯ના ઉમેદવાર બદલાશે ઃ અન્ય ત્રણે બેઠક પર ધારાસભ્ય રીપીટ થવાના સંજાેગો નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજકોટમાં ચાર વિધાનસભા બેઠકો માટે ભાજપની ‘સેન્સ લવાશે
જુના જાેગી પર જ ભાજપ ફરી ભરોસો મૂકે તેવા સંજાેગો વચ્ચે રાજકોટમાં માત્ર વિધાનસભાના ઉમેદવાર બદલાય તેવા સંકેત છે. રાજકોટ-૬૮માં મંત્રી અરવિંદ રૈયાણીને ફરી ટીકીટની સંભાવના પૂરી છે. રાજકોટ-૭૦માં ફેરફારની સતત વાર્તા વચ્ચે અહીં પણ ગોવિંદભાઇ પટેલને પાર્ટી ફરી ટીકીટ આપી દે તેવું મનાય છે. અથવા ગોવિંદભાઇ કહે તેને ઉમદવાર બનાવી શકે છે.
રાજકોટ ગ્રામ્યમાં પણ બિનવિવાદાસ્પદ લાખાભાઇ સાગઠીયાન ફરી ટીકીટ મળી શકે છે. ગોવિંદભાઇ અને લાખાભાઇની પ્રતિમાં સ્વચ્છ અને પાર્ટીને વફાદારની રહી છે. રાજકોટ-૮૯માં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની જગ્યાએ નવા ઉમેદવાર આવી તે વાત નકી જેવી છે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે હવે ભાજપના કાર્યક્રમો ૩૧ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે તે દરમિયાન ચૂંટણી જાહેર થયા બાદ નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં રાજકોટની ચાર બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરુ થશે તેવા સંકેત છે અને તા. ૧ થી ૫ નવેમ્બરમાં સેન્સ લવાઇ જશે અને બાદમાં ઉમદવાર પસંદગીની પ્રક્રિયા શરુ થશે. જ્યારે ચૂંટણી નવેમ્બરના એન્ડમાં અને ડીસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મતદાન યોજાય તેવા સંકેત છે.પક્ષના સુત્રોના જણાવ્યા મુજબ સન્સની પ્રક્રિયામાં પ્રદેશ ભાજપે અગાઉથી જ કેટલીક તૈયારીઓ કરી છે અને દાવેદારી રજૂ કરવાની તમામને તક હશે પરંતુ પક્ષ દ્વારા આંતરિક સર્વેના આધારે ઉમદવારો અંગે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી વૈવામાં આવી છે અને તે આધારે જ પક્ષની પામિરી બોર્ડની બેઠકમાં પેનલ તૈયાર કરીને મોવડી મંડળ સમક્ષ રજૂ કરાશે.