સરકારમાં નવી ભરતીને લઇને નાણાવિભાગે તમામ વિભાગને સૂચના સાથે ગાઈડલાઈન મોકલી છે. આ ગાઈક્લાઇન બજેટની તૈયારી સાથે કરકસરના ભાગરૂપે મોકલવામાં આવી છે.
જેમાં નવી જગ્યાઓને મંજૂરી નહીં આપવા તથા મહેકમ ઘટાડવા સૂચના આપવામાં આવી છે. આ સાથે વર્ગ-૪ની સેવાઓ આઉટસોર્સથી કરવા અને નવા વાહનો ખરીદવાને બદલે વાહનો ભાડે લેવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ૧૦ વર્ષીય કેલેન્ડરમાં સામેલ જગ્યાઓ ભરવા માના આપવામાં આવી છે.
પરિપત્રમાં બજેટની તૈયારીઓ સાથે કરકસરના પગલાં ભરવા અંગેની સૂચનાઓ
નાણાંવિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રની અંદર જે-તે વિભાગોને વિવિધ સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં બજેટ મેન્યુઅલ સહિતની જે બાબતો છે તેના સંદર્ભમાં તેમજ વિશેષ ૨૦૨૨-૨૩ માટે જે ચાલુ બાબતો છે તેની જાેગવાઇઓ સંદર્ભે આ પરિપત્રમાં જાણકારી આપવામાં આવી છે. તેની અંદર મહત્વની જે બાબતો છે તેમાં કહી શકાય કે બજેટની તૈયારીઓ સાથે કરકસરના પગલાં ભરવા અંગેની સુચનાઓ આપવામાં આવી છે. તેમજ ભરતી માટેની જે નવી જગ્યાઓ છે તેને મંજૂરી આપવામાં નહીં આવે તેનો પત્ર પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વર્ગ ૪ની સેવાઓ આઉટસોર્સથી કરવા તેમજ મહેક્રમ ઘટાડવાની પણ પરિપત્રમાં છે સૂચનાઆ સિવાય મહેકમ ઘટાડવાની પણ નાણાંવિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કારણ કે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ અત્યારે થઇ શકે છે. જ્યારે નવી બાબતો આવે છે ત્યારે જે મહેકમ છે તેના સંદર્ભમાં ફેરવિચારણા કરવા માટેની સૂચનાઓ આપવામાંઆવી છે. જાેકે ૧૦ વર્ષીય કેલેન્ડરમાં જે સામેલ કરી તે જગ્યાઓ ભરવામાં આવશે. તદુપરાંત નવા વાનીની ખરીદીના સંદર્ભમાં પણ કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે કે જેમાં હવે નવા વાહનો ખરીદવાને બદલે વાનો ભાડે લેવામાં આવે. આમ નાણાવિભાગ દ્વારા આ તમામ સૂચનો તમામ વિભાગોને આવરીને કરવામાં આવ્યા છે. જેની માટેનો પરિપત્ર નાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.