અખીલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ ધ્વારા જૂની પેન્શન યોજનાને ફરી લાગુ કરવાની ઉપાડેલી માંગણીમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પણ જોઇન્ટ થઈ જતા લડતને વધુ વેગ મળ્યો હોય. તેમ આજ રોજ સત્યાગ્રહ છાવણી ખાતે જૂની પેન્શન નીતિ મુદ્દે શિક્ષકોનો ટેમ્પો હાઉસફુલ થઈ ગયો હતો. ત્યારે આજ રોજ સોમવારે સવારે 11 થી 4 કલાક સુધી સત્યાગ્રહ છાવણી ખાતે ધારણા કાર્યક્રમ યોજાયો હતો.
આ લખાય છે ત્યારે મોટી સંખ્યામાં શિક્ષકો સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડ્યા છે. ત્યારે સંઘ ધ્વારા ચીમકી પણ ઉચ્ચારાઈ છે કે, ધરણાથી આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 27 ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાએ ધરણાનું કાર્યક્રમ યોજાશે. ત્યારે રાષ્ટ્રીય કક્ષાના ધરણા કાર્યક્રમમાં રાજ્ય ના તમામ જિલ્લાઓમાંથી 75 શિક્ષકો હાજર રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ધરણામાં જે સંખ્યા જોતાં અને શિક્ષકોનું ટેમ્પો હાઉસફુલ થઈ જાતા આગામી સમયમાં સરકાર ધ્વારા કઈક જાહેરાત કરે તો નવાઈ નહીં.