સ્થાનિક જિલ્લા પંચાયતના સભ્ય જીતુભાઇ ડેર સહિતના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા
લાઠી
રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે રોડનો જોડતો લાઠી તાલુના હીરાણા ગામનો માર્ગ રૂ ૫૦ લાખના ખર્ચે કૉંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુંમરે મંજુર કરી ખાત મુહૂર્ત કરી કામગીરી શરૂ કરાવતા સ્થાનિક લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય એ મંજુર કરાવી જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાને શુભારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં ખાસ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ જિલ્લા સભ્ય જીતુભાઈ ડેર, બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ આ ગામના વતની ઘનશ્યામભાઈ વિરાણી, બાવલાભાઇ આહીર,સરપંચ શ્રી પ્રતાપભાઈ આહીર, કરકોલીયા ગામના સરપંચ તાલુકા પંચાયતના સભ્ય રાકેશભાઈ તેમ જ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ધારાસભ્યએ આ વિસ્તારનો પ્રતિનિધિત કરી તમામ ગામના રસ્તાઓને જોડી અને જે કામગીરી કરી છે તેમને ઉપસ્થિત જનમેદની બિરદાવી હતી અને આ કામ શરૂ થતા લોકોએ અભિનંદન સાથે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી .