ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા વિધાનસભાનાં ઉપનેતા અને ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પ્રેસ કરીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે સહારા જમીન કૌભાંડ સુરતના આક્ષેપો કરવામાં આવ્યા હતા, ત્યારે આક્ષેપોને અનુલક્ષીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા GJ-18 ની કોર્ટમાં બદનક્ષીનો કેસ કરતાં આજરોજ કોર્ટમાં મુદત હોવાથી વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ વિરોધ પક્ષના નેતા શૈલેષ પરમાર, ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા, જજ કે ડી. પટેલ સાહેબની કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા
વધુમાં સહારા જમીન કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી સામે થયેલા આક્ષેપોથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને GJ-18 કોર્ટમાં કેસ દાખલ કરતા આજરોજ મુદત પડી હતી ત્યારે મુદતમાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ નેતા એવા શૈલેષ પરમાર ધારાસભ્ય , ડોક્ટર સીજે ચાવડા કોર્ટમાં હાજર રહેલ ત્યારે એડવોકેટ તરીકે નામાંકિત એડવોકેટ એવા અશ્વિન ટાપરિયા હાજર રહ્યા હતા અને આ મામલે ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી, ત્યારે હવે પછીની કોર્ટની તારીખ ૭-૧૨-૨૦૨૦ ના રોજ મુકર કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થયેલ છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અમેરિકા હતા તે સમયે ૨૨ ફેબ્રુઆરીએ કોંગ્રેસના નેતાઓ દ્વારા વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતાઓએ ૫૦૦ કરોડની જમીન કૌભાંડ થયું હોવાનો આરોપ કર્યો હતો. આ મામલે ૨ માર્ચે એડવોકેટ અંશ ભારદ્વાજ મારફતે બદનક્ષી બદલ કોંગ્રેસ નેતાઓને નોટીસ મોકલવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, કોંગ્રેસના ખોટા આરોપોથી પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું છે, આથી ૧૫ દિવસની અંદર લેખિતમાં માફી માગે અને તમામ આરોપ પરત ખેંચી લે. લેખિત માફી તમામ મીડિયાને મોકલી આપે નહીં તો કોર્ટમાં બદનક્ષીનો કેસ કરવામાં આવશે.
આબરૂ પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય તેવી દલીલો કરતા નામદાર કોર્ટે આરોપીઓ સામે ફોજદારી કેસ દાખલ કરી આઈ.પી.સી.કલમ ૫૦૦, ૧૧૪ અન્વયેના ગુનાની કાર્યવાહી ચલાવવા અને ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ ૨૦૪ હેઠળ ફોજદારી કેસ નોંધી સમન્સ ઈશ્યુ કરી તમામને કોર્ટમા હાજર રહેવા આદેશ આપ્યો હતો.
કોંગ્રેસ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી આણંદપર ગામની ૫૦૦ કરોડની જમીનમાં હેતુફેરમાં ગોટાળાના પૂર્વ CM વિજય રૂપાણી, નીતિન ભારદ્વાજ પર આક્ષેપો કર્યા હતા. આ મામલે કોંગ્રેસ નેતાઓ વિરૂદ્ધ માનહાનિની અરજીને ગાંધીનગર કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. ઝ્રઇઁઝ્રની કલમ ૨૦૨ મુજબ કાર્યવાહી કરવા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર કોર્ટે વિરોધ પક્ષના નેતાઓ સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સી.જે.ચાવડા અને અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલયને કોર્ટમાં હાજર રહેવા સમન્સ હતું,જેથી આજરોજ હાજર રહ્યા હતાં.
પૂર્વ CM વિજય રૂપાણી પર આક્ષેપનો મામલો, કોંગ્રેસ ચાર નેતાઓને ગાંધીનગર કોર્ટનું સમન્સ, આણંદપર ગામની ૫૦૦ કરોડની જમીનમાં હેતુફેરમાં ગોટાળાનો આક્ષેપ