GJ-18 ના પેરા મેડિકલ સ્ટાફ દ્વારા ય્સ્ઈઇજી એવા તબીબ અધિક્ષકને પત્ર પાઠવીને તમામ હીરા મેડિકલ સ્ટાફ દ્વારા રાજદીપ એન્ટરપ્રાઇઝ જે આઉટસોર્સિંગ નું કામ કરી રહી છે, ત્યારે ગત વર્ષે રાજદીપ એન્ટરપ્રાઇઝ દ્વારા અમદાવાદ ખાતેના (સિવિલ હોસ્પિટલ) પેરા મેડિકલ સ્ટાફને ૯૦૦૦ થી લઈને ૧૦,૦૦૦ દિવાળી બોનસ આપવામાં આવ્યું હોવાનું પત્રમાં જાણ કરીને તબીબ અધીશકને પત્ર પાઠવીઓ છે ત્યારે ગત વર્ષે દિવાળી બોનસ ય્ત્ન-૧૮ ના પેરા મેડિકલ સ્ટાફને ફદીયું પણ મળ્યું ન હતું ત્યારે પત્ર પાઠવીને સ્ટાફ દ્વારા લેખિતમાં અધિક્ષકને જણાવ્યું છે,
વધુમાં કોરોનાની મહામારીમાં ખડે પગે રહેનારા ને ફદીયુ નહીં, અને લાખો નહીં કરોડો કમાતી રાજદીપ એન્ટરપ્રાઇઝ દ્વારા અમદાવાદ ખાતે પેરા મેડિકલ સ્ટાફની બોનસ અને અહીંયા બાવાજી કા ઢુંલ્લું હોય તેમ ઘાટ સર્જાતા આ ભેદભાવ ભરી નીતિ સામે ચર્ચાનો વિષય બન્યો છે પેરા મેડિકલ સ્ટાફ જે અત્યારે સિવિલમાં કામ કરે છે તેના પર આ આખી સિવિલ ચાલી રહી છે કોરોનાની મહામારીમાં સુપર-ડુપર કામ કરનારા સ્ટાફની સર્ટીફીકેટો પ્રમાણપત્રો આપીને કોરોના વોરિયર્સ બનાવ્યા પણ વધારે નહીં તો કોરોનાની મહામારીના કામમાં વર્ષે બોનસ તો આપો, અને ગત વર્ષે અમદાવાદ ખાતે આપવામાં આવ્યું છે,તો GJ-18 એટલે તમામ પરિપત્રો, ઓર્ડરો, હુકમો, ગ્રાન્ટો અહીંથી પાસ થાય ત્યારે GJ-18 સિવિલના પેરામેડિકલ માટે ભેદભાવ નીતિથી કર્મચારીઓમાં રોશની લાગણી ફેલાય છે,