ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સે-7 ખાતે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલે ઝાડુ લઈને કચરો એકઠો કરીને કચરાપેટીમાં નાખ્યો હતો. ત્યારે તેમણે આ કાર્યક્રમ દરમ્યાન દર મહિને 1 વાર રાજ્યપાલ થકી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે, અને લોકોમાં જાગૃતિ લાવવા દર મહિને ગાંધીનગર જિલ્લા તથા શહેરમાં એક વાર પોતે આનો પ્રારંભ કરાવશે, કાર્યક્રમ દરમ્યાન ગાં.મનપાના કર્મચારિયો જેમને સ્વચ્છતામાં પ્રાણ પૂર્યા છે, તેમણે સન્માનીત રાજયપાલ ધ્વારા કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલે પ્રેસને સંબોધના જણાવ્યુ હતું કે, કચરો નાખે તે ઊંચા અને કચરો સાફ કરે તે નીચા કરતાં જે કચરો સાફ કરીને ગંદકીને સ્વચ્છ કરે છે તે ઊંચા છે, ત્યારે ચર્ચા દરમ્યાન તેમણે ગૌમાંતા વિષે પણ જણાવ્યુ હતું કે, ગૌમાંતા રોડ, રસ્તા પર ફરતી હોય છે તે પ્રશ્ને 4 થી5 દિવસમાં એક મિટિંગનું આયોજન કરીને ગૌમાતાને સગવડ મળે તે ઉદ્દેશથી ટૂંકા જ દિવસમાં મિટિંગનું આયોજન કરવામાં આવશે તેવું પણ જણાવ્યુ હતું. આ પ્રસંગે ગાં.મનપાના કમિશનર, ડે.મેયર નાઝાભાઈ ધાંધર, દિવ્યેશ ત્રિવેદી જેઓએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે રાઉન્ડ પણ સે-7 ખાતે લીધો હતો.