ગાંધીનગર ખાતે આજરોજ સોમવારથી માહોલ ઉપવાસી છાવણીમાં ફેરવાઇ ગયો હતો. ગાંધીનગરમાં આજે મહત્વની 3 ઘટના ઘટવાની છે. આજે LRD ભરતી મહિલા ઉમેદવાર આંદોલનની રણનીતિ નક્કી કરશે. 42 દિવસથી આંદોલન મહિલાઓ કરી રહી છે. ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો પણ ધરણા કરી રહ્યા છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ ધ્વારા આજે ધરણા કરવામાં આવ્યા હતા. જૂની પેન્શન પ્રણાલી લાગુ કરવાની માગ સાથે ધરણા યોજાયા હતા.
ગાંધીનગરમાં 42 દિવસથી મહિલાઓ આંદોલન કરી રહી છે. LRD ભરતી મહિલા ઉમેદવાર મેરિટ વિવાદનો મામલે ઝડપ પકડી છે. 1-8-2018નો ઠરાવ રદ્દ કરવાની મહિલા ઉમેદવારોની માગ છે. ઠરાવને લઇ SC-ST-OBCની મહિલા ઉમેદવારોને અન્યાય થયો હોવાનો આક્ષેપ છે. મહિલાઓ પરિપત્ર રદ્દ ન થાય ત્યા સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ છે.
આંદોલનની રણનીતિ નક્કી કરવા આજે બેઠક મળી હતી. આ બેઠકમાં ભાગ લેવા સામાજિક આગેવાનો હજાર રહ્યા હતા.
સરકારે ખાતરી આપી છતાં ભરતી ન કરતા કરશે વિરોધ. ગાંધીનગરમાં આજે ટેટ-1 અને ટેટ-2ના પાસ ઉમેદવારોને સરકારે ખાતરી આપવા છતાં ભરતી ન કરવામાં આવતા વિધાર્થીઓ આજે ગાંધીનગર ખાતે ભેગા થયા હતા. અને ઉગ્ર રજૂઆત સાથે પોતાની માંગ સ્વીકારવા જણાવ્યુ હતું.