ગુજરાતનું પાટનગર GJ-18 એટલે દરેક પરિપત્રો આદેશો કરાવો અહીંથી પ્રસિદ્ધ થાય, ક્યારે મોટા ભાગની પોલીસ બંદોબસ્ત થી લઈને રેલી,સરઘસ, માં વ્યસ્ત હોય છે ત્યારે વ્યસ્ત પોલીસ માં ઘણી વાર લૂંટારાઓ માટે આ શહેર મસ્ત બની જાય છે,GJ-18 ખાતે મોટાભાગે ઝાડ્યા, ઝાળી અને ખુલ્લી જગ્યા હોવાથી ગમે તે બનાવો બની શકે ત્યારે ડગલે ને પગલે પોલીસ તો હાજર નહીં રહે ત્યારે એક એવી ઘટના આકાટ લેતા રહી ગઈ જે પોલીસનું નત મસ્તક નીચું થઈ જાય, ત્યારે કિન્નરબા ના લીધે આ બનાવ બનતા અટકી ગયો હતો, ત્યારે ત્રણ દિવસ પહેલા રાત્રિના સમયે ત્રણ લૂંટારુઓની ચુંગાલમાંથી યુવતીને મુક્ત કરાવનાર કિન્નર નૂતન દે ઉર્ફે એન્જલે ‘દિવ્ય ભાસ્કર’ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને શનિવારની રાત્રિના અંધારામાં કઈ રીતે યુવતીને બચાવી તેની હકીકત વર્ણવી હતી. કિન્નર નૂતન દેના હિંમતપૂર્વકના સરાહનીય કાર્ય બદલ આમ આદમી પાર્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર પોલીસે પણ નૂતન દેનું સન્માન કરવાની જાહેરાત કરી છે.
કિન્નર નૂતન દે ઉર્ફે એન્જલે સાથે શનિવારે રાત્રે બનેલી ઘટનાની સિલસિલાબંધ વાતચીત કરી હતી. નૂતન દેએ કહ્યું હતું કે, ‘હું ૧૫ ઓક્ટોબરે શનિવારે રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં ગાંધીનગર એસટી ડેપો નજીકના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે મને અચાનક રસ્તાની બાજુમાં આવેલી ઝાડીઓમાંથી યુવતીની ‘બચાવો…બચાવો’ની બૂમો સંભળાઈ. જેથી મેં એકપળનો પણ વિચાર કર્યા વગર જે તરફથી અવાજ આવતો હતો ત્યાં પહોંચી હતી. ત્યાં જઈને મેં જાેયું તો ત્રણ યુવકો હતા જેઓ યુવતીને લૂંટી રહ્યા હતા અને દુષ્કર્મનો પ્રયાસ કરી રહ્યા હતા.રાત્રિના અંધકારમાં ત્રણ યુવકો લાચાર યુવતીની લાજ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તો બીજી તરફ ત્રણેય યુવકોનો સામનો કરવા નૂતન દે એકલા જ હતા. તેમ છતાં હિંમત કરી ત્રણેય યુવકોને સામનો કર્યો. તો ત્રણેય યુવકોએ નૂતન દે સાથે પણ ઝપાઝપી કરી. કિન્નરની હિંમત જાેઈ લૂંટારુઓ ભાગવા લાગ્યા હતા. જાે કે, નૂતન દેએ એક લૂંટારુને ઝડપી લીધો હતો આથી છૂટવા માટે તેણે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન નૂતન દેએ લૂંટારુનો શર્ટ પકડી લીધો હતો શર્ટના બટન તૂટી જતાં શર્ટ કિન્નરના હાથમાં રહી ગયો હતો. લૂંટારુ સોનાની ચેઈન અને રોકડ રકમ લઈ ફરાર થઈ ગયો હતો. જાે કે, નૂતન દે યુવતીની લાજ, સોનાની વીટી અને બુટ્ટી બચાવવામાં સફળ રહ્યા હતા. બાદમાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પછી પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી.વડોદરામાં રહેતી યુવતી કોઈ કામ માટે ગાંધીનગર આવી હતી. અહીંથી પરત વડોદરા જવા માટે તેનો મિત્ર તેને બસ સ્ટેન્ડ પર મૂકવા માટે આવ્યો હતો. આ સમયે યુવતી લઘુશંકા માટે રસ્તાની સાઈડમાં જતા જ લૂંટારુઓએ યુવતી અને તેના મિત્ર પાસેથી દાગીના અને રોકડ લૂંટી બળજબરી કરી હતી.નૂતન દે ઉર્ફે એન્જલે કહ્યું હતું કે, યુવતીઓએ રાતના સમયે નીકળતી સમયે ખાસ સાવચેત રહેવું જાેઈએ. માતાપિતાએ પણ પોતના સંતાનોની ધ્યાન રાખવાની જરુર છે. પોલીસે પણ આવા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવાની જરુર છે. પોલીસ વહેલી તકે આરોપીઓને પકડી કડકમાં કડક સજા કરે જેથી ભવિષ્યમાં કોઈ વ્યકિતઓ આ પ્રકારની હરકત કરવાનું વિચારે નહીં.આ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસે ત્રણ અજાણ્યા લૂંટારુઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લૂંટારુઓ ઘટનાસ્થળ પર પોતાનું બાઈક ભૂલી ગયા હોય પોલીસે બાઈક નંબરના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. નૂતન દેના જણાવ્યા મુજબ ત્રણમાંથી બે શખ્સોની ઉમર ૨૦-૨૨ વર્ષ આસપાસની હતી. જ્યારે અન્ય એકની ઉમર ૩૫ વર્ષ આસપાસની છે.આ અંગે સેકટર – ૭ પોલીસ મથકના પી.આઈ. પી.બી.ચૌહાણે જણાવ્યું હતું કે, નૂતન દે દ્વારા જે બહાદુરી પૂર્વક લૂંટારુઓનો સામનો કરીને ગેંગરેપ જેવી ઘટના અટકાવી દીધી છે. જેના માટે ખરેખર નૂતન દે ઉર્ફે એન્જલની ગાંધીનગર પોલીસ આભારી છે. જેનું અમે સન્માન કરવાના છીએ.