રેન્ડમ આંકડાથી પેટ્રોલ પુરાવો, ચોરી નહીં થાય,૧૦૦,૨૦૦,૫૦૦નું નહીં,૧૦ થી ૨૦ રૂપિયા વધારે આંકડા ઉમેરો
દેશમાં પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા વ્યક્તિને પૂછો કે ભાઈ તારો પગાર કેટલો, તો કહેશે ૫ થી ૭ હજાર, ત્યારે પાંચથી સાત હજાર માં ઘર ચાલે ખરું ? ત્યારે પેટ્રોલ પંપ પર નોકરી કરનાર મહિને ૧૫ થી ૨૦ હજાર રૂપિયા કમાતો હોય જ છે, તે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા આવે ત્યારે ભલભલા ચંગલમાં આવી જાય, ક્યારે સોનીને સોનું ખરીદતા જાેયો, પેટ્રોલ પંપ ઉપર નોકરી કરનાર પેટ્રોલ ભરાવતો જાેયો, કોઈ ગેરેજ વાળા ને પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવતા જાેયો, ક્યારે ના જાેઈ શકો, તમારા માંથી જ પેટ્રોલ કાઢીને મોજ કરવાની છે ટાયર વેચનાર ક્યારેય નવા ટાયર ગાડીમાં નખાવે ખરો ? ત્યારે હાલ પેટ્રોલનો ભાવ સોની પાર કરી મૂક્યો છે જેના લીધે દરેક વ્યક્તિ પેટ્રોલની કિંમત ને કારણે પરેશાન થઈ ગયો છે. આ સાથે તમે ધ્યાન આપ્યું હોય તો મોટાભાગના લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે ફલાણા પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ ઓછું. આપવામાં આવે છે અને શક્ય છે કે તમે પણ આજ પહેલા આ છેતરપીંડીનો ભાગ બની ચૂક્યા હશો.જેના લીધે દરેક વ્યક્તિના મનમાં સવાલ આવે છે કે એવી તો કઈ રીતે તો છે જેની મદદથી આપણે જાણી શકીએ છીએ કે પેટ્રોલ પંપ ઉપર આપણી સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.જાે તમે પણ આ પ્રશ્નનો જવાબ મેળવવા માંગો છો તો. આજના આ લેખને અંત સુધી વાંચજાે કારણ કે આજે અમે તમને કેટલીક એવી રીતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે દર્શાવે છે કે પેટ્રોલ પંપ ઉપર તમારી સાથે છેતરપિંડી થઈ રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રિઝર્વ રાખ્યા વિના સાવ ખાલી ટાંકી થઈ જાય ત્યારે પેટ્રોલ પુરાવું યોગ્ય માનવામાં આવતું નથી. કારણ કે જ્યારે તમે ખાલી ટાંકીએ પેટ્રોલ પુરાવો છે ત્યારે ટાંકી ની અંદર રહેલી હવા ને લીધે બહુ ઓછું પેટ્રોલ આવે છે. તેથી તમારે હંમેશા ગાડી રિઝર્વ હોય ત્યારે જ પેટ્રોલ પુરાવી લેવું જાેઈએ તમારે હંમેશા એ વાતની કાળ લેવી જાેઈએ કે તમે જે પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવવા જાઓ છો, ત્યાં ડિજિટલ કાંટો હોય. કારણ કે જૂના કાંટા ધરાવતા પેટ્રોલ પંપ ઉપર કોણ કોની સાથે છેતરપિંડી કરે એનો કોઈ ભરોસો રહેતો નથી અને તેની સાબિતી પણ મળતી નથી. આ જ કારણ છે કે હાલમાં મોટાભાગના પેટ્રોલ પંપ ઉપર ડિજિટલ કાંટા લગાડવામાં આવી રહ્યા છે.આ સાથે તમારે એવા પેટ્રોલમાં પંપ પર પેટ્રોલ પુરાવા જવું જાેઈએ નહીં. જ્યાં મીટર કાંટો વારંવાર અટકી જતો હોય કારણ કે એક રિપોર્ટ પ્રમાણે મીટર કાંટો અટકવો સારુ માનવામાં આવતું નથી અને તેના લીધે પેટ્રોલની ટાંકીમાં બહુ ઓછું પેટ્રોલ આવે છે અને તમને ખબર પણ પડતી નથી.આ સાથે તમારે પેટ્રોલ પુરાવતી વખતે એ વાતની કાળજી લેવી જાેઇએ કે તમારું ધ્યાન મીટર કાંટા પરથી ખસે નહીં. કારણ કે જ્યારે તમે મોટી ગાડીમાં પેટ્રોલ પુરાવવા છો ત્યારે તમે ગાડીની અંદર થી બહાર નીકળતા નથી અને સેલ્સમેન કાંટા સાથે છેતરપિંડી કરીને તમને પેટ્રોલ ઓછું આપે છે. તેથી તમારે હંમેશા ગાડીમાંથી નીચે ઉતરી ને પેટ્રોલ પુરાવવું જાેઈએ અને તમારી નજર ઉપર મીટર કાંટા પર રાખવી જાેઈએ.વળી પેટ્રોલ પંપ પર ઘણા સેલ્સમેન તમને વાતો કરાવે છે અને મીટર કાંટો સેટ કરી દેતા હોય છે. જેના લીધે મીટર કાંટો ઝીરોથી શરૂ થતો નથી અને તેમને પેટ્રોલ ઓછું મળે છે. જાેકે હાલના ડિજિટલ કાંટા ધરાવતા પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડી થવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે.તમે જે પેટ્રોલ પંપો પર પેટ્રોલ પુરાવા જાવ છો ત્યાં હંમેશા એ વાતથી કાળજી રાખવી જાેઈએ કે મીટર કાંટો વધારે ફૂલ ઝડપે ફરવો જાેઈએ નહીં. કારણ કે આ ગોટાળા ની નિશાની છે. તેથી તમારે સેલ્સમેનને કાંટો મધ્યમ ગતિએ રાખવાની વાત કરવી જાેઈએ. અત્યારે ઘણા પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ના માલિકો મીટર કાંટા સાથે પહેલાથી છેડછાડ કરીને રાખતા હોય છે. જેના લીધે પેટ્રોલ ઝીરો થી તો શરૂ થાય છે પરંતુ યોગ્ય પેટ્રોલ આપણી ગાડીમાં આવતું નથી. હકીકતમાં જ્યારે મીટર કાંટો બગડે છે ત્યારે નિયમ પ્રમાણે તમારે કંપનીના મિકેનિકને બોલાવવો પડે છે પરંતુ હાલમાં ઘણા પેટ્રોલપંપના માલિકો પ્રાઇવેટ મિકેનિકને બોલાવી ને કાંટો સેટ કરાવી લેતા હોય છે. જેના લીધે તમને યોગ્ય પેટ્રોલ મળતું નથી. તમારે પેટ્રોલ પુરાવી વખતે ગાડીને હંમેશા પેટ્રોલ પંપ થી થોડા અંતરે રાખવી જાેઈએ. જેથી કરીને પેટ્રોલ ની પાઈપ ટાઇટ રહી શકે. કારણ કે ઘણી વખત પેટ્રોલ પંપની પાછંપમાં જે વળ આવે છે તેની અંદર પેટ્રોલ રહી જતું હોય છે. આ સાથે ઘણા લોકો ઝીરો ફિગર એટલે કે પાંચસો-ફજાર ૨૦૦૦ રીતે પેટ્રોલ પુરાવતા હોય છે. જેથી પેટ્રોલપંપના માલિકોને ચોરી કરવી આસાન બની જાય છે પરંતુ જાે તમે રૅન્ડમ આંકડા પ્રમાણે પેટ્રોલ પુરાવો છો તો ચોરી થવાનો ભય ઓછો રહે છે. આ સિવાય જાે તમને લાગે છે કે પેટ્રોલ પંપ ઉપર ચોરી થઈ રહી છે તો તમારે તરત જ તેની વાત મેનેજરને કરવી જાેઈએ. આ સિવાય તમે લેખિતમાં ફરિયાદ પણ આપી શકો છો. જાે કોઈ પેટ્રોલ પંપનો માલિક આ કરવા પર મનાઈ કરે છે તો તમારે તરત જ કંપનીના કસ્ટમર કેર ઉપર ફોન લગાવીને વાત કરવી જાેઈએ.