દિવાળી આવે અને અનેક લોકો નવા કપડા મીઠાઈ લાવે, પણ ગરીબ શ્રમજીવી ના બાળકો માટે આ દિવાળી દીવાસ્વપ્ન જેવી હોય છે. ત્યારે આ દીવા સ્વપ્નને પૂરું કરવા અનિલજી પોતે જે કચરાના ઢગ માં કચરો શોધીને જે ચીજ વસ્તુઓ અલગ કરીને પેટની જઠરાગની ઠારવા જે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે પોતે કચરા ના ઢગમાં ચાલીને બાળકને મીઠાઈ ખવડાવી હતી. ઘણા લોકો પૂઠા , પાણીનીબોટલ, પ્લાસ્ટિક આ બધું લોકો માટે વેસ્ટ હશે, તો શ્રમજીવી માટે બેસ્ટ બનીને સાંજનો રોટલો તૈયાર થાય છે .ત્યારે વીડિયોમાં નવયુવાન શ્રમજીવી એવા પરિવારનું બાળક જે કચરામાં બેઠું છે તેને મીઠાઈ ખવડાવી રહ્યા છે, ત્યારે આશાસ્પદ એવા અનિલજીને લાખ લાખ શુભેચ્છા