ચૂંટણી પહેલા રાજ્યમાં 17 આઈ.પી.એસ.ની બદલી વાંચો યાદી

Spread the love

ગુજરાતમાં ચૂંટણી પહેલાં અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. ત્યારે આજે દિવાળીના દિવસે જ 6 રેન્જના 22 જિલ્લા સહિત અન્ય IPS અધિકારીઓની બદલી કરી છે. 6 રેન્જમાં સુરત, વડોદરા, પંચમહાલ, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટ રેન્જનો સમાવેશ થાય છે. તો ઈન્ટેલિજન્સ, ક્રાઈમ અને તેમજ વિવિધ શહેરોના મળી કુલ 17 જેટલા IPS અધિકારીઓને પણ બદલવામાં આવ્યા છે.તાજેતરમાં જ રાજ્યમાં 76 DySPની બદલી કરાઇ હતી. એ સિવાય 24 DEO-DPEOની બદલી કરી દેવાઈ હતી. પરંતુ કેન્દ્રીય ચૂંટણી પંચે IAS અને IPSની બદલીઓને લઈને રાજ્ય સરકારને નોટીસ ફટકારી હતી. તે ઉપરાંત મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડા પાસે બદલીઓ અંગે જવાબ માગ્યો હતો. ત્યારે આજે એક સાથે 17 IPSની બદલી કરી દેવામાં આવી છે.રાજકુમારને રેલવેમાં ડે.જનરલ ઓફ પોલીસ બનાવાયા છે. તેમજ JCP અજય ચૌધરીની સ્પેશિયલ બ્રાંચમાં બદલી કરાઈ છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચૂંટણીલક્ષી બદલીઓની તૈયારીઓ થઈ રહી હતી. તેમાં પણ ખાસ કરીને ઉચ્ચ IPS અધિકારીઓની બદલી હતી કારણ કે મહત્ત્વની જગ્યા પર કોને ક્યાં ગોઠવવા તેમાં સરકાર અસમંજસમાં હતી. ત્યારે આજે 17 IPSની એકસાથે બદલી કરવામાં આવી છે. એમાં અમદાવાદના સેક્ટર વન ટુ સહિત ભાવનગર રેન્જ, રાજકોટ રેન્જ અને સુરત રેન્જના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં સેક્ટર વન તરીકે નીરજ બડગુજર અને સેક્ટર 2 માં ભરાડાની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ત્રણ અધિકારીઓની બદલી થઈ છે.

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે અલગ-અલગ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ રાજ્યમાં 76 DySPની બદલી કરાઇ હતી. આ સિવાય 24 મામલતદાર કક્ષાના અધિકારીઓની પણ બદલીના આદેશ અપાયા. વધુમાં થોડાક દિવસો અગાઉ જ 7 ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલીના મહેસૂલ વિભાગે આદેશ આપ્યા હતા. તદુપરાંત 42 ડે.કલેક્ટરની બદલી અને 26 મામલતદારોને બઢતી અપાઇ હતી. આ સિવાય ગુજરાતમાં ચૂંટણી અગાઉ 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com