ભાજપ સરકાર દ્વારા ‘યુનિફોર્મ સીવીલ કોડ’ અંગેના ગતકડા – નાટક પર આકરા પ્રહાર કરતી કોંગ્રેસ

Spread the love

 

 

અમદાવાદ

બેરોજગારી, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં વિલંબ, વારંવાર પેપરફુટવા, આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ – ફીક્ષ પેના નામે આર્થિક શોષણ સહિતના મુદ્દે ગુજરાતની જનતાનું મુળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ચૂંટણી ટાણે ભાજપ સરકાર દ્વારા ‘યુનિફોર્મ સીવીલ કોડ’ અંગેના ગતકડા – નાટક પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા હિંદુ કોડ બિલ લાગુ કરવામાં આવ્યું હતું. દેશમાં હજારો જાતિઓ છે જેના માટે હિંદુ પર્સનલ લો, મુસ્લિમ પર્સનલ લો, બૌધ્ધ પર્સનલ લો, શીખ પર્સનલ લો અને પારશી પર્સનલ લો જેવા જુદા જુદા કાયદાઓ લાગુ છે પરંતુ તેનું યોગ્ય અમલીકરણ કરવામાં આવતુ નથી. પરિવારની વસિયતમાં દિકરીઓનો પણ સમાન સંપત્તીનો કાયદો કોંગ્રેસ પક્ષ લાવી હતી. વર્ષ ૨૦૧૮માં લો-કમીશન, ભારત સરકાર તમામ પાસા ચકાસીને ‘કોમન સીવીલ કોડ’ ની દરખાસ્ત રીજેક્ટ કરી ચુક્યું છે. ૨૦૧૨માં ચૂંટણી સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘સમાન સીવીલ કોડના તમામ કાગળ તેમની પાસે છે. ડૉ. મનમોહનસિંઘ એ મંજૂર કરેલ છે’ તેવા કાગળ- દસ્તાવેજ હોવાના દાવા કર્યા હતા તો તે કાગળ – ડોક્યુમેન્ટ કેમ જાહેર કરતા નથી ? તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે તો પ્રધાનમંત્રી છે. કોન્સ્ટીટ્યુશનલ અમેન્ડમેન્ડ (બંધારણીય સુધારો) ની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં નથી. આ સ્પષ્ટ જાણકારી – સમજ હોવા છતાં જાણી જોઈને ચૂંટણી સમયે જ કેમ કોમન સીવીલ કોડ યાદ આવ્યો ? કોરોના કાળમાં અણઘડ અને ખાડે ગયેલી આરોગ્ય વ્યવસ્થાને કારણે લાખો નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો જેનો આક્રોશ ગુજરાતની જનતામાં છે. શું તેના માટે જ યુનિફોર્મ સીવીલ કોડ યાદ આવ્યો ? બેરોજગારી, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં વિલંબ, વારંવાર પેપરફુટવા, આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ – ફીક્ષ પેના નામે આર્થિક શોષણ થી આક્રોશ આસમાને છે અનેક મુદ્દા પર લોકો ત્રસ્ત છે એટલે સીવીલ કોડ યાદ આવ્યો ? મોંઘવારી ૩૫ વર્ષમાં સૌથી વધુ, સીંગતેલનો ડબ્બો ૩૦૦૦ રૂ. ગેસ સીલીન્ડર ૧૧૦૦ રૂ., જીવન જરૂરિયાત તમામ ચીજ વસ્તુઓના ભાવ આસમાને ગેસ – પેટ્રોલ – ડીઝલમાં બેફામ લૂંટ ત્યારે જનતાનો ગુસ્સાથી ખાસ કરીને મહિલાઓના પ્રચંડ રોષથી ધ્યાન ભટકાવવા – બચવા ‘કોમન સીવીલ કોડ’ ચૂંટણી સમયે યાદ આવ્યો ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજા મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભાજપની પ્રજા વિરોધી નીતિઓને કારણે ત્રસ્ત બની છે. ગુજરાતમાં ખેડૂત, ખેતી, ગામડા ભાજપાની નિતિથી ત્રાસ અનુભવી રહ્યાં છે. ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા કરનાર ભાજપાની ખેડૂત વિરોધી નિતિના લીધે ખેડૂતની આવક અડધી થઈ ગઈ છે અને ખેતીનો ખર્ચ બમણો થઈ ગયો છે ત્યારે ખેડૂતોના પ્રચંડ રોષનો ભોગ થી બચવા ભાજપાને ચૂંટણી સમયે જ કોમન સીવીલ કોડ યાદ આવ્યા ? ભાજપ પ્રજાલક્ષી કોઈ મુદ્દા પર કામ નહિ કરે આવા મુદ્દાઓથી પ્રજાને શું મળશે ? એ મોટો પ્રશ્ન છે. શું લોકોને જીવન જીવવા માટે સારું શિક્ષણ, આરોગ્ય, રોજગાર મળશે ? ભાજપ સરકાર માત્ર ખોટા ગતકડાં કરવામાં જ માને છે. જયારે રાજ્યમાં ચૂંટણી છે ત્યારે પાયાના મુદ્દા પર વાત થવી જોઈએ. સિવિલ કોડ લાવવા માટે ચૂંટણીનો સમય કેમ પસંદ કર્યો ? ૨૭ વર્ષમાં સરકારે શું કર્યું? ચૂંટણી સમયે જ આવા મુદ્દાઓ કેમ ? તેનો જવાબ ભાજપ સરકાર આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com