વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ
વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં એક બાળકી પાણીમાં પડી ગયેલ પરંતુ બાળકીને સ્વિમિંગ આવડતું હોવાથી બચી ગઈ : પઠાણ
અમદાવાદ
અમદાવાદ મ્યુ.કોર્પો. દ્વારા અમદાવાદ શહેરમાં રોડ બનાવવા માટેની નવી ટેકનોલોજી વ્હાઇટ ટોપિંગ દ્વારા રોડ બનાવવા માટે પાયલોટ પ્રોજેકટ તરીકે રૂા.૧૭ કરોડના ખર્ચે કુલ ૩ ત્રણ રોડ બનાવવાનું કામ મેસર્સ બી.આર. ગોયલ ઇન્ફ્રાસ્ટ્રકચર લી.ને કામ આપવામાં આવેલ છે તેમાં (૧) ત્રિકમલાલ ચાર રસ્તા થી સુહાના જકેશનનો ૨.૭ કી.મીનો રોડ (૨) ગુરુકુળ રોડ અને તેને જોડતાં રોડ મળી કુલ ૨.૧૫ કી.મી.નો રોડ (૩) આલોક બંગ્લોઝ થી સિધ્ધી બંગ્લોઝ સુધીનો ૦.૫૫ કી.મી. નો રોડ મળી કુલ ૫.૪૦ કી.મીના નવા રોડ બનાવવાના કામનો વર્કઓર્ડર પણ આપેલ છે તે અંતર્ગત આજ રોજ અમદાવાદ શહેરમાં ગુરુકુળ રોડ પર નવી ટેકનોલોજી વ્હાઇટ ટોપિંગ પધ્ધતિથી અમદાવાદ શહેરનો પ્રથમ રોડ બનાવવાનું કામ શરૂ કરેલ છે નવી ટેકનોલોજી વ્હાઇટ ટેપિંગથી રોડ બનાવવાથી રોડ સારા અને ટકાઉ બનશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવે છે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે નવી ટેકનોલોજી સારી છે તો અત્યાર સુધી તેનો કેમ ઉપયોગ કરવામાં નથી આવ્યો ? હવે ઉપયોગ કરવાનું કારણ શું ? તેવો પ્રશ્ન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે કર્યો છે.પઠાણે વધુમાં કહ્યું કે તાજેતરમાં નવા બનાવેલ રોડમાં પેન ઘુસાડતાં રોડ પરનો ડામર કપચી સાથે ઉખડી જવા પામેલ હતો જેનાથી સ્પષ્ટ થાય છે કે રોડના કામમાં હજુ પણ મોટા પાયે ગેરરીતી અને ભષ્ટ્રાચાર કરવામાં આવી રહયો છે ! અને હવે નવી ટેકનોલોજીના નામે વ્હાઇટ ટોપિંગ પધ્ધતિથી રોડ બનાવવાનું કામ કરવામાં આવેલ તે રોડ ક્યાં સુધી ટકશે તેની કોઇ સ્પષ્ટતા કે ખુલાસો તંત્ર પાસે નથી અગાઉ પણ પ્લાસ્ટીક મટીરીયલની નવી ટેકનોલોજીવાળા રોડ બનાવવાના કામ કરવામાં આવેલ જે ખર્ચાળ હોવા છતાં તે રોડ પણ તુટવા પામેલ હતાં રોડ બનાવવા માટે કન્સલટન્ટ, થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન રોડની પાંચ વર્ષની ગેરેંટી અને ૧૦% રકમ ડીપોઝીટ તરીકે રાખવાની વિવિધ શરતો હોવા ઉપરાંત નવી અને અદ્યતન ટેકનોલોજી દ્વારા રોડ બનાવવાનું જણાવેલ હોવા છતાં નવા બનાવેલા રોડ તુટી જવા પામે ! તેમ છતાં કહેવાય સ્માર્ટ સીટી ? તમામ ઝોનમાં મળીને ૨૫૨૩૮ જેટલા વિવિધ પેચવર્કના કામો કરવાની ફરજ પડેલ છે તે સમયે સત્તાધારી ભાજપના શાસકો દ્વારા જાહેર કરવામાં આવેલ કે તા.૨૦-૦૯-૨૨ સુધીના સમગ્ર અમદાવાદ શહેરના તમામ રોડ ખાડામુક્ત થઇ જશે ત્યારબાદ દિવાળી પહેલાં તમામ રોડ રીસરફેસ થઇ જશે તેવી ગુલબાંગો સત્તાધારી ભાજપના શાસકો દ્વારા કહેવામાં આવેલ તેઓ દ્વારા અપાયેલ ડેડલાઇન પુરી થઇ ગઇ છે તેમ છતાં અમદાવાદની પ્રજાને સારા રોડ રસ્તાની સુવિધા આપવામાં ભાજપના શાસકો નિષ્ફળ પુરવાર થયા છે. અમદાવાદ શહેર મેટ્રો સીટીની જગ્યાએ ખાડા સીટી છે તે સમયે પડેલ ભુવા પૈકી ધણા ભુવાનું સમારકામ હજુ ચાલુ છે અથવા તેની ઉપર માત્ર પુરાણ કરી ઉબડખાબડ બનાવી દઇને સંતોષ માનેલ છે જેટ પેચર મશીન દ્વારા થતી કામગીરી પણ મંદ ગતિથી થઇ રહી છે અને તેની ગુણવત્તા પણ નબળી જણાઇ રહી છે.તેમજ તમામ ૪૮ વોર્ડના મુખ્ય રસ્તાઓ તથા અંદરના નાના મોટા ટી.પી. રસ્તા હજુ પણ પોટ હોલ્સની ભરપુર છે તેનું કોઇ વ્યવસ્થિત સમારકામ કરવામાં આવેલ નથી. સૌ પહેલાં રોડના કામોમાં થતી ગેરરીતી બંધ થાય પરંતુ સત્તાધારી ભાજપ દ્વારા પ્રજાના નાણાંનો દુરપયોગ થાય અને તે કારણે પ્રજા હેરાન-પરેશાન થાય તે સામે અમારો સખ્ત વિરોધ છે. જેથી નીત નવા અખતરાં કરવાને બદલે રોડના કામોમાં થતી ગેરરીતી તથા ભષ્ટ્રાચારને તાકીદે રોકી પ્રજાને સારી અને ઉત્તમ ગુણવત્તાવાળા ટકાઉ રોડ મળી રહે તેવા રોડ બનાવવા તેમજ હલકી ગુણવત્તાવાળા રોડ બનેલ હોવા બાબતે જે કોઇ પણ કોન્ટ્રાકટરો તથા અધિકારીઓ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવા માંગણી છે.
અ.મ્યુ.કો.વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે આજ રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એન્ટાર્ટિકા સી વર્લ્ડ નામની કંપની લોકોને વોટર સ્પોર્ટ્સ ની એક્ટિવિટી કરાવે છે. જ્યાં એક બાળકી પાણીમાં પડી ગયેલ અને સદભાગ્ય તે બાળકીને સ્વિમિંગ આવડતું હોવાથી તે બચી જવા પામેલ હતી. જેના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એન્ટાર્ટિકા સી વર્લ્ડ ને નોટિસ આપવામાં આવી છે પરંતુ જો બાળકી મૃત્યુ પામેલ હોત તો તેની જવાબદારી કોણ લેશે ? તેવી આક્ષેપ પઠાણે કર્યો હતો મ્યુ.કો. રિવરફ્રન્ટ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ રિવરફ્રન્ટ ની બંને બાજુ સેફટી અને સલામતીની કોઈ વ્યવસ્થા જ નથી હોવાથી આવી ઘટના બનવા પામે છે જેથી રિવરફ્રન્ટની બંને બાજુ પર સેફટી તથા સલામતી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અને એન્ટાર્કટિકા સી વર્લ્ડ કંપની દ્વારા સિક્યુરિટી અને સલામતીની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે તેવી અમારી માગણી છે.જો કે આ અંગે કૉર્પોરેશન કોન્ટ્રાક્ટ રદ પણ કરી શકે છે ?