સદાવ્રત જ જેમનું જીવન બની ગયું હતું તેવા વીરપુરના સંત જલારામબાપાના સદાવ્રતની સુવાસથી પ્રેરાઇને બ્રિટનના એક વ્યકિતએ બ્રિટનની ધરતી પર સદાવ્રત શરૂ કર્યુ છે. દ્વિ શતાબ્દિ મહોત્સવના મહેમાન બનેલા કિથ સ્કવાયર્સનું ખાસ સન્માન કરાયું.
જલાના ધામ વિરપુર ખાતે સ્વયં સેવક તરીકે સેવા આપતા બ્રિટનના કીથ સ્કવાયર્સ તેમના પત્ની સાથે દ્વિ શતાબ્દી મહોત્સવમાં ખાસ વેલ્સથી દર્શનાર્થે આવ્યા છે. આમ તો જલાબાપાના ભક્તો ઘણા દેશોમાં વસે છે. પરંતુ વેલ્સ અને તેની પત્નીની ખાસ વાત એ છેકે બંને છેલ્લા 32 વર્ષોથી દર્શને આવે છે. એટલું જ નહીં જલારામ બાપાના સદાવ્રતથી પ્રેરાયને કિથે પોતાના વેલ્સ શહેરમાં જલારામ બાપાના નામે સદાવ્રત શરૂ કર્યુ છે.
કિથ અને તેમના પત્નીને આ વર્ષે ખાસ આમંત્રણ મોકલાયુ હતું. ત્યારે તેઓએ દ્વિ શતાબ્દી મહોત્સવના દર્શને આવીને કથાનું રસપાન કર્યું હતું અને આ મહોત્સવમાં પણ સ્વયંસેવક તરીકે સેવા આપી છે ત્યારે આ વિદેશી ભક્તને જોઇને એટલું કહી શકાય કે જેનું જીવન જ છે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો તે સુત્રને આ વિદેશી ભક્તે પણ બરાબરનું જીવન પર્યત કર્યુ છે.