સરકાર કરોડોના કરવેરાની આવકના અંદાજા લગાવે છે અને વસૂલે છે. ટ્રાફિક, રોડ રસ્તાના મોં માંગ્યા ટેક્સ લે છે પણ રોડની ગુણવત્તા અને સર્વિસની વાત આવે તો સરકારી અધિકારીઓ અને મંત્રીઓને આ રોડ-રસ્તાના ટેન્ડરથી મળતી મલાઈમાં જ રસ હોય તેવો ઘાટ ગુજરાતમાં ઘડાયો છે. કેટલાય બ્રિજ, રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે એટલું જ નહીં પરંતુ મહેસાણા બાયપાસ પર એક આખો બ્રિજ બેન્ડ થઈ ગયો છે. કરોડોને ખર્ચે બનાવેલો બ્રિજ કેમ બેન્ડ થયો આ મુદ્દે મલાઈ ખાધેલા અધિકારીઓ અને તંત્ર ભેદી મૌન સેવી લીધુ છે.
મહેસાણા બાયપાસ હાઇવે પરનો બ્રિજ થયો બેન્ડ, ખારી નદી પરનો બ્રિજ બેન્ડ થતા વાહન વ્યવહાર બંધ, 6 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવેલો બ્રિજ બેન્ડ થઈ ગયો, ભારે વાહનોના કારણે બ્રિજ બેન્ડ થયાનું અપાયું કારણ
મહેસાણા બાયપાસ હાઇવે પરનો બ્રિજ બેન્ડ થઈ ગયો છે. ખારી નદી પરનો બ્રિજ બેન્ડ થતા વાહન વ્યવહાર ખોટકાઈ પડ્યો છે. 6 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવેલો બ્રિજ બેન્ડ થઈ ગયો. તંત્ર બ્રિજ બનાવવામાં થયેલા ભ્રષ્ટાચારને છુપાવવા માટે એવું બહાનું આગળ ધરી રહ્યું છે કે, ભારે વાહનોના કારણે બ્રિજ બેન્ડ થઈ ગયો છે. કરોડો- અબજોનો રોડ-રસ્તાનો ટેક્સ વસૂલતી વખતે કરવેરા નાંખતી વખતે સરકાર કેમ વિચારતી નથી? સામાન્ય વ્યક્તિ અકસ્માત કરે કે કોઈ નિયમનું ઉલ્લઘંન કરે તો તેમની માટે દંડની જોગવાઈ છે તો શું આ રોડ રસ્તા બનાવાનર મલાઈદાર કોન્ટ્રાક્ટરો સરકારી મંત્રીઓ અને અધિકારીઓના સગાવહાલા છે કે તેમની પાસેથી હજારો લોકો માથે તોળાઈ રહેલા મોત માટે કોઈ જ સજાની જોગવાઈ નથી? બ્રિજ તુટી પડે તો કેટલું નુકસાન થાય તેનો અંદાજો બ્રિજ તૈયાર કરનાર એન્જિનયરો, પ્લાન પાસ કરનાર અધિકારીઓ, અને ત્રીઓને નથી હોતો? કેમ વારંવાર પુલ તુટી પડવાની રસ્તા ઉબડખાબડ બનવાની ઘટનાઓ છતા કોઈ ઠોસ પગલા નથી લેવાતા?
શું બ્રિજનું કામ નબળું કરાયું હતું ?, R&Bએ ભારે વાહનોથી બ્રિજ બેન્ડ થયાનું આપ્યું છે કારણ, બ્રિજ બનાવતા પહેલા ભારે વાહનોનો નહોત રખાયો ખ્યાલ ?. જો બ્રિજ સક્ષમ ન હતો તો કેમ વાહનોને પ્રવેશ અપાયો ?, સરકારના કરોડો રૂપિયા આવી રીતે જ સ્વાહા કરવાના, કોણ સરકારના રૂપિયામાંથી તારવી રહ્યું છે મલાઈ ?, બ્રિજ બન્યા પછી બ્રિજનું થયું હતું ઈન્સપેક્શન?