ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવા અને અંડાગંડા થઈ રહ્યા છે, ત્યારે સંગઠનથી લઈને અનેક સેટિંગ ડોટકોમ, વ્હાલા દવલાની નીતિ અખત્યાર કરવામાં આવી રહી છે, પોતાની ટિકિટ પાકી કરાવવા વોર્ડના પ્રમુખો સંગઠનના હોદ્દેદારો ને લાડકા વાડકાઓને કાકલુદી કરી ટિકિટ મેળવવા અનેક નુસખા અપનાવી રહ્યા છે, ત્યારે હાલના નગરસેવકોની સેન્સ લેવામાં આવી પણ પૂર્વ નગર સેવકો માં ૫૦% બાદબાકી જેવી સ્થિતિ, ત્યારે સૌથી વધારે કપરી સ્થિતિ નિરીક્ષકોની થઈ હતી, નિરીક્ષકો માં ઉદય કાનગડ થી લઈને આરસી ફળદુ અને મહિલા જે બેઠા હતા, તેમણે સતત ૨૦ કલાક કામ કર્યું છે, સવારના આઠ વાગ્યાથી બીજા દિવસે સવારે પાંચ વાગ્યા સુધી લોકોને સાંભળ્યા હતા, ત્યારે નિરીક્ષકો લોથપોથ થઈ ગયા હતા, બાકી નિરીક્ષકોના ગાભા ડૂચા નીકળી ગયા હતા, ૨૪ કલાકમાં વીસ કલાક નિરીક્ષકોએ કામ કર્યું હતું. ત્યારે ય્ત્ન-૧૮ દક્ષિણ, ઉત્તર, માણસા, કલોલ તથા દહેગામમાં ઉમેદવારોની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે, ત્યારે માણસામાંથી અંદાજે ૨૭ જેટલા બાયોડેટા મળવા પામ્યા છે માણસામાંથી અમિત ચૌધરી, જેએસ પટેલ, યોગેશ પટેલ, ડીડી પટેલ, અનિલ પટેલ, ગોવિંદભાઈ પટેલ, દિનેશ વ્યાસ, જગતસિંહ બિહોલા થી લઈને અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં કોને ટિકિટ આપી અને પાંચ સીટમાંથી એક થી બે પટેલ આવે તેમ છે ત્યારે ક્યાંથી ટિકિટ આપવી તે મથામણ અને માથાકુટ વાળી બેઠક છે ચૂંટણીમાં અમિત ચૌધરી નજીવા એવા ૪૭૦ મતથી હાર્યા હતા ત્યારે પાટીદાર આંદોલનથી લઈને સરકાર સામે અનેક મોરચો ખુલ્યો હતો પણ પાંચ વર્ષ બીજું મહેનત આ ભાથીએ કરી છે ત્યારે જેએસ પટેલ પણ અહીંથી ચૂંટણી લડવા ઉત્સુક છે, નામાંકિત નામ ધરાવતી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતી વ્યક્તિ છે ત્યારે ડીડી પટેલ પોતે હાલ ચેરમેન છે, અને પોતે પણ ફરીવાર ચૂંટણી લડવા આતુર બન્યા છે, યોગેશ પટેલ નવયુવાન અને રમતો રાજા ટિકિટ મળે કે ન મળે બીજાને મળે તો પણ પાર્ટીનું આદેશ સમજીને ખબે ઉપાડીને દોડતો થઈ જાય, યોગેશ એટલે સામા પક્ષને ગેસ કરાવી દે, દિનેશભાઈ વ્યાસ સેવાભાવી એવા અબોલ જીવથી લઈને બોલતા જીવ માટે પણ સતત દોડતા અનેક સેવાકીય કાર્યો સાથે જાેડાયેલા રહે છે, જગતસિંહ બિહોલા રાજપૂત સમાજમાંથી આવે છે, ત્યારે રાજપૂત સમાજને આજદિન સુધી ટિકિટ મળી નથી, ત્યારે નવયુવાન ચહેરો અને કોડા છાપ અને ફાયર બ્રાન્ડ એવા વાતો નહીં કામ કરવાનું અને બોલે એ પાળવાનું ત્યારે હજુ ઘણા જ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, કલોલ શહેરમાંથી પણ રાફડો ફાટ્યો છે ત્યારે હાલ સીટ કોંગ્રેસ પાસે છે, કોંગ્રેસની સીટ આંચકવા ભાજપ ઘણા સમયથી મહેનત કરી રહી છે ત્યારે બળદેવજી ઠાકોર સામે અતુલ પટેલનેબે વખતલડાવ્યા પણ ડોક્ટરનું ઇન્જેક્શન વ્યવસ્થિત વાગતું નથી ત્યારે હવે બળદેવજી સામે માથા સામે માથું ટકરાવા અને સ્વચ્છ પ્રતિભાશાળી એવી વ્યક્તિ રમેજી ઠાકોરને પણ મેદાનમાં ઉતારવા પાર્ટી વિચારી રહી છે, ત્યારે કલોલમાંથી અનિલ પટેલ પોતે જિલ્લા પંચાયતના સદસ્ય અને કારોબારી ચેરમેન છે ચૂંટણી જીતવા માટેના હથકંડા સારા આવડે છે, સુખી સંપન્ન અને સેવાકીય પ્રવૃત્તિમાં રુચિ અને બોલવાનું ઓછું મહત્તમ પ્રશ્નને પ્રાધન્ય આપવાનું હોય છે, ત્યારે કલોલમાંથી ૨૨ જેટલા ઉમેદવારએ બાયોડેટા આપ્યા છે, ગોવિંદ પટેલપોતે આરએસએસના છે અને સારી વ્યક્તિઓની છાપ ધરાવે છે, ત્યારે ગોવિંદ પટેલની પણ ઉમેદવારી લાકડા જેવી કડક છે.દહેગામની સીટ ઉપરથીચાલુ ધારાસભ્ય બલરાજસિંહથી લઈને રોહિતજી ઠાકોરે ફોર્મ ભર્યું છે ત્યારે સુમેરુભાઈ અમીન પણ ઉમેદવારીમાં છે રોહિતજી ઠાકોર સોપીસ જેવા છે, ૬ મહિના ચૂંટણીના બાકી હોય એટલે દોડતા દોડતા દહેગામ આવી જાય ત્યારે સાથે બે બોડીગાર્ડ પ્રજા બોડીગાર્ડને જાેઈને જ રોહિત થી દૂર થઈ જાયત્યારે તેમના ચશ્માં લુછવા વાળા પણ સાથે માણસો રાખે ત્યારે દહેગામ એટલે મધ્યમ વર્ગ અને ખેડૂતોની રાજધાની કહેવાય ત્યારે મોંઘાદાટ રોહિતજી કરતાં અન્યને ટિકિટ મળે તેવી લોકોમાં માંગણી ઉઠી છે ત્યારબાદ ય્ત્ન-૧૮ દક્ષિણની સીટમાં જાણે ૬૫ જેટલા બાયોડેટા આવતા ચિંતાનો મોટો વિષય બન્યો છે આજ દિન સુધી કોઈ મહિલાએ ટિકિટ વિધાનસભા માટે ઉમેદવારી માટે ઇન્ટરવ્યૂ આપ્યા નથી ત્યારે પાંચ સીટમાં અંદાજે ૨૫ થી ૩૦ મહિલાઓ બાયોડેટા આપ્યા છે એમએલએ બનવા મહિલાઓ તલ પાપડ બની છે ત્યારે GJ-18 ની દક્ષિણની સીટમાં હાલ શંભુજી ઠાકોર ભાજપના એમએલએ ચાલુ છે, ત્યારે ત્રણ ટર્મથી સતત છુટાતા શંભુજી હાલ અભીભી મેં જવાન હું તેમ ઉમેદવારી કરી છે, ત્યારે ટિકિટની શક્યતા નહિવત છે ત્યારે દક્ષિણમાં ૬૬ જેટલા ઉમેદવાર ટિકિટ માંગી છે, તેમાં મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા દ્વારા ઉત્તર દક્ષિણબંને સીટ માટે ઉમેદવારી નોંધાવી છે પૂર્વ મેયર પ્રવીણ પટેલે ઉત્તર દક્ષિણમાં સીટમાં બાયોડેટા આપ્યું છે ત્યારેએસપી ઠાકોર અને તેમના પત્નીએ પણ દક્ષિણમાંથી ટિકિટ માંગી છે બાકી ગૌરાંગ પટેલ મહામંત્રી દ્વારા દક્ષિણની સીટમાં ઉમેદવારી નોંધાવી છે ગૌરાંગ એટલે તમામ સમાજ સાથે રાખીને રાગ ગાય એ ગૌરાંગ ત્યારે પાટીદાર સમાજમાં યુવા ચહેરો અને સારું પ્રભુત્વ અને વ્યક્તિત્વ અને વ્હાઇટ કોલર વ્યક્તિત્વની છાપ આઈબી વાઘેલા એટલે ઈશ્વરલાલ, શંભુ ભોલે પછી ઇશ્વર હવે ટિકિટ માંગી રહ્યા છે હમણાં જ એક ફોટામાં વિષ્ણુજી ઠાકોર ગોવિંદજી ઠાકોર ઈશ્વરભાઈ શંભુજી એક ફોટામાં કેદ થઈ ગયા હતા ત્યારે ઈશ્વરના તમામ નામથી પ્રચલિત એવા ઉમેદવારોએ ટિકિટ માંગી છે, વિષ્ણુજી ઠાકોર પણ ઠાકોર સમાજમાં સારું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ અને કોરી સ્લેટ ભરેલી સ્લેટમાં અનેક સેવાઓ કરતા વિષ્ણુજી ઠાકોર સમાજમાં પકડ સારી ધરાવે છે ત્યારે અગાઉ ગોવિંદજી કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી ત્યારે આ વખતે ભાજપમાંથી પણ માંગી છે જશવંત પટેલ જશુ જાેરદાર દક્ષિણ તથા માણસામાંથી ટિકિટ માંગ્યાઓના સમાચાર પ્રાપ્ત સુતો દ્વારા થયા છે હાલ જશુ પટેલ દક્ષિણ સીટમાં તેમનો વિસ્તાર આવે છે પોતે સ્ટેન્ડી કમિટીના ચેરમેન છે ત્યારે મહાનગરપાલિકામાં બોકડા બોલાવી દીધા છે હવે વિધાનસભા તરફ કુચ થનગની રહ્યા છે. ભાજપનાં મીડીયા સેલનાં પ્રવક્તા તથા એવા હિતેન્દ્ર પટેલ દ્વારા પણ ટીકીટ માંગવામાં આવી છે. કામમાં એક્કો અને બીનવીવાદી વ્યક્તિત્વ ધરાવતી અને ગ્રામ્ય વિસ્તારો તથા શહેરમાં પટેલ સમાજ ઉપર સારી એવી પકડ ધરાવે છે. એસ. પી. ઠાકોર અને તેમના પત્ની સરોજબેન ઠાકોર દ્વારા પણ ઉમેદવારી નોંધાવી છે ત્યારે વર્ષો જુના પટેલ પાવર એવા અતુલ પટેલ દાઢી એ પણ ટિકિટ માંગી છે વર્ષોથી કશું જ મળ્યું નથી ત્યારે ૫૧ વર્ષની ઉંમરે પહોંચેલા અતુલ હવે અતુલ્ય ભાજપમાં બનવા થનગની રહ્યા છે.GJ-18ની ઉત્તરશીટમાંભારે તડા પડ્યા છે અનેક મહિલાઓએ બાયોડેટા આપતા ઉત્તર સીટમાં ૪૫ થી વધારે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે જાડિયા ગ્રુપ કબાડી ગ્રુપ થી લઈને દાઢી ગ્રુપ એ પણ ઉમેદવારી કરી છે, ત્યારે રાજપૂત સમાજ પણ ઉમેદવારી નોંધાવી છે તેમાં શંકરસિંહ રાણા, અંબુસિંહજી ગોલ, ભવાનસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહથી લઈને અનેક લોકોએ બાયોડેટા આપ્યા છે, ત્યારે મહિલાઓમાં રીટાબેન રબ્બર, ભારતીબેન ભડાકા, છાયાબેન પોટલીબાઈ, ડોક્ટર ડોનકટ, કાબરી, ધડાકા, તવાબાઈ, રવાબાઈએ પણ ઉમેદવારી નોંધાવી છે. રાજપુત મહિલામાં હર્ષાબા ધાંધલ, રાજપુતની એક મહિલાએ ઉમેદવારી કરીને ધમાલ મચાવી છે, ત્યારે નીતિન પટેલ, પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ, પૂર્વ મેયર પ્રવીણ પટેલ, કેતન પટેલ, એડવોકેટ એપીએમસીના અશોક પટેલ થી લઈને ઓબીસી સમાજમાંથી નાજાભાઇ ધાંધર, હેમરાજ પાડલીયા, ગોવિંદજી વણઝારા દ્વારા ઉમેદવારી નોંધાવી છે હાલ આમ આદમી પાર્ટી દ્વારા મુકેશ પટેલની ઉમેદવાર તરીકે ઉત્તર સીટમાં ઘોષિત કરી દીધા છે.
કોંગ્રેસમાં હાલ બે નામ અજીતસિંહ વાઘેલા અને નિશિત વ્યાસનું નામ ચાલે છે, ત્યારે કોંગ્રેસમાંથી રાજપૂત સમાજને ટિકિટ મળશે તો ભાજપ દ્વારા જાે પાટીદારને ટિકિટ અપાશે તો આપ અને ભાજપના પાટીદારોના મતોનું ધ્રુવીકરણ થઈ જશે કારણ કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપને કોંગ્રેસ કરતા મત તો ઉત્તરમાં વધારે મળ્યા હતા ત્યારે તે કમિટમેન્ટ મતો અંકે કરવા ભાજપ માટે હાલ કઠિન છે ત્યારે ૮,૦૦૦ થી લીડ થી ચૂંટાયેલા કોંગ્રેસના સીજે ચાવડા આ વખતે મતવિસ્તાર બદલી રહ્યા છે ત્યારે કોંગ્રેસ જાે રાજપુત સમાજને ટિકિટ આપે તો ભાજપ માટે ચૂંટણી જીતવી ઉત્તરની અઘરી થઈ પડશે, આમ આદમી પાર્ટી પાટીદાર નું નામ, તો મતોની વહેંચણીથી એસસી એસટી ઓબીસીના મતો કોને ? તે પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે, ત્યારે ભાજપમાંથીજાે પટેલ ઉમેદવાર મૂકવામાં આવશે, તો બુંગીયા બજી જશે, આપ દ્વારા પટેલ અને હવે ભાજપ દ્વારા જાે પટેલ મૂકવામાં આવશે તો મતોનું ધ્રુવીકરણ થઈ જશે, ત્યારે હવે ભાજપે ઉત્તરની સીટ જીતવી હોય તો રાજપુત, અથવા ઓબીસી તરફ નજર દોડાવી પડશે, બાકી ગરબો ઘરે આવે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે, કારણકે ૧૮ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ઓબીસી એસસી એસટી અને પટેલ રાજપૂત સમાજની વસ્તી વધારે છે ત્યારે પેથાપુર વાવોલ વાસણીયા મહાદેવ પિંડારડા પીપળજ કોલવડા જેવા ગામોમાં વનવે ચાલે તો નવાઈ નહીં ત્યારે ઉત્તરની સીટમાં આવે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તે મહત્વનું છે ત્યારે ભાજપ પાસે ભલે ઉમેદવારનું લિસ્ટ મોટું રહ્યું પણ કકડાટ તો થવાનો જ છે કારણ કે હવે કાળો કકડાટ દિવાળી પહેલા ચાર રસ્તે મૂકીને અવાય ,પણ હવે આ કકડાટ ક્યાં મુકવા જવો?? ભાજપની ઉત્તર દક્ષિણ સીટમાં ઉમેદવાર ની સંખ્યા તેમાં ટિકિટ ફક્ત એકને આપવાની છે ત્યારે વધારે સંખ્યાને મનામણા અને વધામણા કેવી રીતે કરવા તે પ્રશ્નો ઉભો જ રહેવાનો છે.
માણસા સીટ માટે અમિત ચૌધરી, જેએસ પટેલ, ડી ડી પટેલ, યોગેશ પટેલ, જગતસિંહ બિહોલા, દિનેશ ત્રિવેદીથી લઈને અનેક મૂરતીયાઓએ ટિકિટ માંગી છે ત્યારે પાટીદારોનું આંદોલન ધગધગતું હતું તે વખતે અમિત ચૌધરી ફક્ત ૪૭૦ મતે હાર્યા હતા અને હવે એ આંદોલનનું સૂરસૂરીયું થઈ ગયું છે, ત્યારે પાંચ વર્ષથી અમિત ચૌધરી મહેનત કરી રહ્યા છે ત્યારે સ્વચ્છ પ્રતિભા ધરાવતા એવા જીએસ પટેલ પણ ચૂંટણીમાં ઉમેદવારી કરી છે, ત્યારે આજાેલના વતની છે, વ્યવસાય બિલ્ડર છે, એક નામાંકિત વ્યક્તિત્વની છાપ ધરાવે છે, ત્યારે ડીડી પટેલ બે વાર ચૂંટણી લડી ચૂક્યા છે, પણ હા વિધાનસભામાં ધારાસભ્ય તરીકે એકવાર પ્રવેશવું એ એક તેમનું સપનું છે, ભલે બે વાર હાર્યા પણ લગે રહો મુન્નાભાઈ ની જેમ લગે રહો ડીડી ભાઈ તેમ ડીડી ભાઈ લાગી ગયા છે, યોગેશ પટેલ દર વિધાનસભાની ચૂંટણીમાં દાવ યોગેશ પર લાગે અને લોટરી કોઈને લાગે તેવો ઘાટ સર્જાય છે, પણ યોગેશ પક્ષનો જે આદેશ હોય તે માથે ચડાવીને પાછા દોડતા થઈ જાય જગતસિંહ બીહોલા પોતે તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, ત્યારે આજ દિન સુધી ભાજપમાં કોઈ રાજપૂત સમાજને ટિકિટ મળી નથી માણસા કા જગત ઉજીયારા તેમ નવયુવાન ચહેરો મથી રહ્યો છે, દિનેશભાઈ વ્યાસ પોતે બોલતો જીવ હોય કે અબોલ જીવ માટે હરહમેશા સેવાભાવી અને કર્મનિષ્ઠ વ્યક્તિની છાપ છે સેવા હોય એટલે કહો આદેશ કરો એટલે દિનેશ ગમે તેવા કામ લેસ કરી દે જાેવા જઈએ તો રાજકીય માણસ નહીં પણ રાજકારણ અનેક નેતાઓ પાસેથી જાેયેલું પણ તોય સેવા કાર્યમાં હર હંમેશા આગળ
ઉત્તરમાં રાજપૂત સમાજમાંથી શંકરસિંહ રાણા દ્વારા ઉમેદવારી કરી છે, GJ-18 જિલ્લામાં નામાંકિત વ્યક્તિની છાપ ધરાવે છે ભણેલા તથા સૌને સાથે ચાલનારાવ્યક્તિ છે, અંબુસિંહજી ગોલ વ્યવસાય બિલ્ડર અને ઘરે માતુશ્રીનું નામ પણ કમળાબા, પિતાશ્રીનું નામ પુંજાજી, એટલે ફાર્મ હાઉસ નું નામ કમલાપુંજ, અને ટિકિટ પણ માંગી કમળની, ફક્ત કમળ બાકી બીજા પક્ષો રમણ ભમણ, ત્યારે બિનવિવાદી અને બાપુનું લેબલ ખરું પણ બિઝનેસમેન એવા વાણિયા વેપારીની છાપ ધરાવતા બાપુ બળવાળા નહીં પણ કળવાળા, હર હમેશા વ્યાપાર હોય કે રાજકારણ પણ કળથી કરવાનું દેવેન્દ્રસિંહ ચાવડા જીગા બાપુ પૂર્વ ચેરમેન ડેપ્યુટી મેર રહી ચૂક્યા છે શાંત તથા સૌમ્ય નો દરિયો, જીગા બાપુ હશે એટલે જે ગાલ ઉપર ખાડો પડે એટલે ગમે તેવો વ્યક્તિ તેના તરફ ખેંચાઈ આવે, બાકી બહુ ઓછા લોકોને ખાડા પડતા હોય છે, વરસાદમાં રોડ રસ્તા ઉપર ખાડા જાેવાય છે, બાકી ગાલ ઉપર ખાડા પડતા હોય એ ૧૦૦૦ માંથી એક હોય, હા ફિલ્મ એક્ટર પ્રીતિ ઝિન્ટાને ખાડા ગાલે પડતા હતા, બાકી અભિમાનનો છાંટો નહીં માનથી બોલાવનારા, ભવાનસિંહ પરમાર પોતે સરકારી નોકરીમાં પીએપીએસ થી લઈને અને કચેરીઓમાં નોકરી કરીને નિવૃત્ત થયા બાકી માઈન્ડેડ વ્યક્તિ બાપુ હોય એટલે કડવું બોલે પણ સાચા બોલા રિટાયર્ડ બાદ પણ પાવર ૪૪૦ વોટ નો ધરાવે છે સલાહ સુચનના એક્કા ગણાય ત્યારે કર્મચારી મહામંડળનો પણ ટેકો તેમને છે, બ્રહ્મ સમાજમાંથી આશિષ દવે દ્વારા ઉમેદવારી કરી છે આશિષ એટલે તમામ જગ્યાએ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવે તે આશિષ બિનવિવાદી અને ભાષણમાં નોન સ્ટોપ બોલે, વક્તા પણ ખરા સૌને સાથે રાખીને ચાલનારા, અગાઉ મહાનગરપાલિકામાં ચેરમેન ગુડાના ચેરમેન રહી ચૂક્યા છે, સુનીલ ત્રિવેદી બ્રહ્મસમાજમાંથી આવે છે, પોતે વીએચપીથી લઇને અનેકત સંસ્થાઓ સાથે જાેડાયેલા છે, ઝુંગેકા નહીં તેવો મિજાજ સાથે સાચું બોલનારા વ્યક્તિત્વની છાપ, ઘરાવે છે.
મહિલાઓમાં ઓછામાં ઓછા GJ-18 ની પાંચ વિધાનસભાની સીટમાં ૨૨ જેટલા મહિલાઓએ ઉમેદવારી કરી છે નીતિન પટેલ પૂર્વ નગર સેવક છે અને રૂપાલ મંદિરના ટ્રસ્ટી છે જેથી જૂના વર્ષોના કાર્યકર અને જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે ત્યારે અશોક પટેલ પૂર્વ એમએલએ રહી ચૂક્યા છે કેતન પટેલ પોતે વ્યવસાય બિલ્ડર અને પૂર્વ મેયર રીટાબેન પટેલ બંને પતિ પત્નીએ ટિકિટ માંગી છે પ્રવીણ પટેલ દ્વારા ઉત્તર તથા દક્ષિણની સીટ માટે ઉમેદવારી કરી હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે મનુ પટેલ મનુભાઈની મોટર ચાલે પોમ પોમ પોમ તેમ પૂર્વ ચેરમેન પણ ચૂંટણી લડવા થનગની રહ્યા છે ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર નાઝાભાઇ ધાંધર ઓબીસી સમાજમાંથી આવે છે, પણ બિનવિવાદી બધાએ સમાજવળગી પડે કે અમારા જ છે તેઓ પ્રભાવ ધરાવે છે બાકી પૂર્વ ડેપ્યુટી મેયર હતા ત્યારે પગાર ભથ્થું સરકારી વાહનને અડક્યા પણ નથી, વૃક્ષોના પ્રણેતા સૌથી વધારે વૃક્ષો વાવવાનો રેકોર્ડ, ગ્રીનસીટીને અકબંધ રાખવા ભારે જજુમ્યા છે,હેમરાજભાઈ પાડલીયા સેવા એ પરમો ધર્મને સાર્થક કરવા સેવાકીય સંસ્થાના આગેવાન પણ મેદાને ઉતર્યા છે, આજે પણ બાપાસીતારામની ખીચડીનો પ્રસાદ રોજબરોજ ચાલુ હોય છે ત્રીજા નવયુવાન દોઢ મહિનામાં એન્ટ્રી મારીને ટિકિટ માંગનારા એવા ગોવિંદ વણઝારા ઓબીસી સમાજમાંથી આવે છે રાજકારણ હજુ કક્કો જાણતા નથી સમાજના આદેશથી પોતે તૈયાર થઈને જણાવે છે કે ભારત દેશ આઝાદ થયા બાદ પણ વણઝારા સમાજમાંથી ટિકિટ કોઈને મળી નથી, જેથી કચડાયેલા વર્ગને ટિકિટ આપે તેવી ઈચ્છા સાથે ઉમેદવારી કરી છે
કલોલ સીટમાં બળદેવજી સામે અતુલ પટેલને લડાવ્યા પણ ડોક્ટરનું ઇન્જેક્શન ફેલ જાય છે, દરેક વખતે ડોઝ ઓછો આવી રહ્યો છે અને પ્રજાનો શક્તિનો ડોઝ બળદેવજી ને વધુ મળી રહ્યો છે ત્યારે હવે ભાજપ પણ ઓબીસી સામે ઓબીસી તેમ માથા સામે માથું ટકરાવા રમેશજી ઠાકોર ઉપર દાવ લગાવવાનું વિચારી રહી છે બિનવિવાદી સારી છાપ ધરાવતી વ્યક્તિ તો છે ત્યારે ગોવિંદભાઈ પટેલ પણ હાલ મજબૂત નેતા છે ઘણા સમયથી પોતે મહેનત કરી રહ્યા છે ઉચ્ચ કક્ષાએ સંબંધ મજબૂત છે પણ પટેલ ઉપર બે વાર દાવ લગાડ્યા બાદ ભાજપ માથા સામે માથું ટકરાવા ઓબીસી નેતા રમેશજી ઠાકોરને અથવા ગોવિંદ પટેલને રડાવે તો નવાઈ નહીં બાકી બાયોડેટા તો ઘણાએ આપ્યા છે, અને ન કરે નારાયણ ઉડતું ઉડતું કલોલ ખાતે અલ્પેશજી નું નામ પણ ન આવી જાય?
ઉત્તર સીટમાં મહિલાઓમાં રીટાબેન પટેલ ભારતી શુકલ, હર્ષાબા ધાંધલ, છાયા ત્રિવેદી, સોનાલી પટેલથી લઈને શૈલાબેન ત્રિવેદી દ્વારા ઉમેદવારી નોંધાવી છે આજ દિન સુધી કોઈ મહિલાઓએ બાયોડેટા વિધાનસભા ચૂંટણી લડવાના આપ્યા નથી ત્યારે પીએમ દ્વારા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા મહિલાઓ માટે ટિકિટની વિચારણા ની વાતથી મહિલાઓ અનેક ટિકિટ લેવા મથી રહી છે ત્યારે નીતિન પટેલ પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ કે પૂર્વ મેયર પ્રવીણ પટેલ, કેતન પટેલ, મનુ પટેલ, નાજાભાઇ ધાંધર, હેમરાજ પાડલીયા, ગોવિંદ વણઝારા, રાજપૂત સમાજ માંથી શંકરસિંહ રાણા, અંબુસિંહજી ગોલ, દેવેન્દ્રસિંહ ચાવડા ઉર્ફે જીગા બાપુ, ભવાનસિંહ પરમાર, બ્રહ્મ સમાજમાંથી આશિષ દવે તથા સુનીલ ત્રિવેદી દ્વારા ઉમેદવારી કરી છે