કોંગ્રેસ પક્ષે પરિવર્તન સંકલ્પ યાત્રા મુલત્વી રાખીને નૈતિક જવાબદારી સ્વિકારીને શોકાતુર મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી છે : જગદીશ ઠાકોર
રીનોવેશન પુલનુ કરવાનુ હતુ અને રીનોવેશન વડાપ્રધાન આવે છે એટલે સિવિલ હોસ્પિટલનું થઈ રહ્યું છે : ઈન્દ્રવિજયસિંહ ગોહિલ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મીડીયા પબ્લીસીટી ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી પવન ખેરાએ જણાવ્યું હતું કે, મોરબી કેબલ બ્રિજની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સાંત્વના આપવાના બદલે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અલગ અલગ વસ્ત્રોમાં સુસજ્જ થઈને નિર્ધારીત કાર્યક્રમો ઈવેન્ટ મેનેજમેન્ટ દ્વારા કરી રહ્યાં છે. જે દિવસે દુર્ઘટના થઈ તેના બીજા દિવસે રાજકીય શોક જાહેર કરવાના બદલે પોતાની ઈવેન્ટ સુખરૂપ પતી જાય પછી મોરબીની મુલાકાત થઈ જાય અને ત્યારબાદ ત્રીજા દિવસે શોક જાહેર કરવો એ એક મોતના મલાજાનું અપમાન છે. નરેન્દ્ર મોદી જ્યારે મોરબી આવવાના હતા તેના આગલા દિવસે આપણે બધાએ જોયુ કે સીવીલ હોસ્પિટલને રંગરોગાન કરાવવામાં આવે છે. ટાઈલ્સ નવા લગાવવામાં આવે છે. જાણે કોઈ ઉત્સવનું વાતાવરણ હોય તેવી રીતે વડાપ્રધાનશ્રીની મુલાકાતને ઈવેન્ટ તરીકે મેનેજ કરવામાં આવે છે. ભાજપ હંમેશા આફતને અવસરમાં પલટવા માટે આવા પ્રકારના ગતકડાઓ કરતી હોય છે. ભૂતકાળમાં તક્ષશીલા અગ્નીકાંડ, બોટાદ લઠ્ઠાકાંડ, અમદાવાદ રાઈડ તુટવાનો બનાવ, સુરત સચિન ગેસ લીકેજના બનાવો કે અન્ય દુર્ઘટનાઓમાં બનેલી એસ.આઈ.ટી.ના રીપોર્ટ આવ્યા નથી અને આવ્યા હોય તો ભીનુ સંકેલાયુ છે. પ્રજાને અત્યારે જુના અનુભવોથી ભાજપના મળતિયાઓની બનેલી એસ.આઈ.ટી. ઉપર સહેજ પણ વિશ્વાસ નથી. જો હકિકતમાં સરકાર આ બાબતે ગંભિર હોય તો વિરોધપક્ષને વિશ્વાસમાં લઈને એસ.આઈ.ટી.ની રચના કરે. મોરબી દુર્ઘટનાની નામ વિનાની પોલીસ ફરિયાદમાં શા માટે મોટા માથાઓને ઉમેરવામાં નથી આવ્યા અને પકડવામાં નથી આવ્યા શું તેનું કારણ તેમના ભાજપના મંત્રી સાથેના સંબંધો કારણભૂત નથીને ?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા યુથ કોંગ્રેસની યાત્રા મોરબીમાં નિકળી હતી ત્યારે મોરબીમાં ઠેરઠેર ભાજપના નેતાઓએ પોતાના શ્રેય લેતા ઝુલતા પુલના હોર્ડીંગ્સ – બેનરો લગાવ્યા હતા જાણે કે ઝુલતો પુલ ભાજપે જ બનાવ્યો હોય, જો આ પ્રમાણે પુલ બનાવેલ ન હોય અને માત્ર ભ્રષ્ટાચારી રીનોવેશન કરેલ હોય છતાં પણ શ્રેય લેવામાં આવે તો પછી શા માટે ૧૫૦ થી પણ વધારે મોતની નૈતિક જવાબદારી સ્વિકારી મુખ્યમંત્રીશ્રી રાજીનામું નથી આપતા ? ગઈ કાલે જ્યારે ૧૩૨ થી વધારે મૃત્યુ થયેલા હતા છતાં પણ એફ.આઈ.આર.માં ૫૦ મૃત્યુનો આંકડો આપવામાં આવ્યો છે, આથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, નામ વગરની એફ.આઈ.આર. અને ઓછા મૃત્યુ બતાવીને સરકાર પોતાના મળતીયાઓને બચાવવા માંગે છે. જે દિવસે આ દુર્ઘટના બની એજ સમયે ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યાં હતાં અને ફટાકડાની આતીશબાજી કરતા હતા તે અત્યંત દુઃખદ બાબત છે. ગુજરાતની જનતાને આ બધી જ બાબતોનો જવાબ આપવો પડશે. આજે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ જે રાહત કાર્યોમાં જોડાયા હતા તેવા કાર્યકર્તાઓની વડાપ્રધાનશ્રી આવવાના હોવાથી ધરપકડ કરવામાં આવી છે, આવા નિલજ્જ પ્રકારના રાજકારણનો જવાબ પ્રજા આપવા તત્પર છે. રીનોવેશન પુલનુ કરવાનુ હતુ અને રીનોવેશન વડાપ્રધાન આવે છે એટલે સિવિલ હોસ્પિટલનું થઈ રહ્યું છે. મોરબી જેવી કરુણદાયક ઘટનાઓનો પણ ઈવેન્ટ મેનેજ કરીને ચૂંટણી માટે લાભ લેવાનો કોઈ મોકો ભાજપ ચુકતી નથી પરંતુ હવે પ્રજા તેમને જવાબ આપવા માટે તત્પર છે.
આ પત્રકાર પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્મા, ધારાસભ્ય અને પ્રવક્તા ઈમરાન ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોકન્વિનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રીઓ પાર્થીવરાજ કઠવાડીયા, ડૉ. અમિત નાયક ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે અખબારી યાદીમાં જણાવેલ છે કે મોરબી દુર્ઘટના બાદ તુરત જ પ્રથમ દિવસે ગુજરાતમાં પાંચ જગ્યાએથી શરૂ થનાર પરિવર્તન સંકલ્પ યાત્રા મુલત્વી રાખીને કોંગ્રેસ પક્ષે નૈતિક જવાબદારી સ્વિકારીને શોકાતુર મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી છે. કોંગ્રેસે તો તુરત જ પ્રથમ દિવસે જ યાત્રા મુલતવી રાખીને શોક વ્યક્ત કરી જ દીધો છે. એટલે આવતીકાલે તા. ૨-૧૧-૨૦૨૨ના રોજ સરકારે જે દેખાવ પૂરતો શોક જાહેર કર્યો છે, ત્યારે કોંગ્રેસની સમગ્ર ગુજરાતમાં નિકળનાર પરિવર્તન સંકલ્પ યાત્રા પ્રારંભે મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલી આપીને યાત્રા આગળ વધશે અને દિવસ દરમ્યાન યાત્રામાં ક્યાંય ફૂલ – હાર સ્વિકારવામાં અને કરવામાં આવશે નહી.
પરિવર્તન સંકલ્પ યાત્રામાં કોંગ્રેસ પ્રજાને આપેલા વચનોથી સંકલ્પ બધ્ધ છે. છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપના કુશાસન, ખોટી નીતિ અને અણઘડ વહિવટથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. સમાજના તમામ વર્ગો પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યાં છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીના નાગરિકોનું જીવન અસહ્ય બન્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ પ્રત્યેક ગુજરાતીને ૧૦ લાખ સુધીની મફત સારવાર કરાવવાની જવાબદારી, દવાઑ વિનામૂલ્યે આપવામાં આવશે. ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ, વીજળી બિલ માફ, સામાન્ય વીજ વપરાશકારોને ૩૦૦ યુનિટ સુધી વીજળી મફત. ગુજરાતમાં ૧૦ લાખ સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી કરવામાં આવશે, ૫૦ ટકા નોકરીઓ ઉપર મહિલાઓનો અધિકાર રહેશે. સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થશે, બેરોજગાર યુવાનોને પ્રતિમાસ ૩૦૦૦ રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. દૂધ ઉત્પાદકો ને દરેક લિટરે ૫ રૂપિયાની સબસીડી આપવામાં આવશે, ગેસ સિલિન્ડર ૫૦૦ રૂપિયામાં આપવામાં આવશે. ગુજરાતમાં ૩૦૦૦ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવશે અને દીકરીઓ માટે KG થી PG સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે. ૪ લાખ રૂપિયાનું કોવિડ વળતર આપવામાં આવશે. છેલ્લા ૨૭ વર્ષમાં જે જે ભ્રસ્ટ્રાચારો થયા છે તેની સ્ક્રૂટીની થશે, ભ્રષ્ટ્રાચાર વિરુદ્ધ કાયદો લાવવામાં આવશે અને ગુનેગારોને જેલમાં નાખવામાં આવશે. સરકારી કર્મચારીઓને અન્યાય કરતી નવી પેન્શન યોજનાને નાબુદ કરી જૂની પેન્શન યોજના ગુજરાતમાં લાગુ કરાશે. મનરેગાની યોજનાની જેમ શહેરી રોજગાર ગેરંટી યોજના, કુપોષણ નાથવા અને ગરીબ વર્ગના લોકોને પૌષસ્ટિક ભોજન મળી રહે તે માટે ઇન્દિરા રસોઈ યોજના લાગુ કરાશે.
આ ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ માં ગુજરાતની લગભગ તમામ વિધાનસભા બેઠકોને આવરી સમગ્ર યાત્રામાં ૧૪૫ જાહેર સભાઓ, ૩૫ સ્વાગત પોઈન્ટ (ફુલહાર સ્વિકારવામાં નહીં આવે), ૯૫ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. વ્યાપક જનસંપર્ક માટે કોંગ્રેસ પક્ષની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ કુલ ૫૪૩૨ કિ.મી. થી વધુ લાંબી યાત્રામાં દસ લાખથી પણ વધુ કાર્યકર્તાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પરિવર્તન સંકલ્પ યાત્રા’ દરમ્યાન ગુજરાતના ૪.૫ કરોડ લોકો સાથે સીધો જનસંપર્ક કરીને દિન પ્રતિદિન આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં તોતીંગ વધારો, કથળેલી સ્વાસ્થ્ય સુવિધાઓ તેમજ કાયદો અને વ્યવસ્થાની ખાડે પડેલી પરિસ્થિતિમાં ગુજરાતની પ્રજા માટે આ ભાજપના કુશાસનથી મુક્તિ મેળવવા આ પરિવર્તન યાત્રા એક સંકલ્પ યાત્રા છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત ગુજરાતના પાંચ ઝોનમાં “પરિવર્તન સંકલ્પ યાત્રા” ને ગુજરાતની જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ
ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપના કુશાસન, ખોટી નીતિ અને અણઘડ વહિવટથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત ગુજરાતના પાંચ ઝોનમાં “પરિવર્તન સંકલ્પ યાત્રા” ને ગુજરાતની જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. મોંઘવારી, બેરોજગારી, અને કથળતી કાયદો વ્યવસ્થાના પ્રાણ પ્રશ્નો “પરિવર્તન સંકલ્પ યાત્રા” દરમિયાન લોકોએ રજુ કર્યા હતા. કોંગ્રેસ પક્ષને યાત્રાના પ્રથમ દિવસથી જ ગુજરાતની જનતાનો જનઆશીર્વાદ મળી રહ્યો છે. કચ્છ ભુજથી શરુ થયેલી યાત્રામાં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રામકિશન ઓઝા , ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલીતભાઈ કગથરા, પ્રદેશ મહામંત્રી વી.કે. હુંબલ, ઓબીસી પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવી તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા મથક ભુજ મતે ભવ્ય રેલી સાથે આશાપુરા મંદિર ભુજથી પ્રારંભ કરાયો હતો.
સમાજના તમામ વર્ગો પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યાં છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીના નાગરિકોનું જીવન અસહ્ય બન્યું છે ત્યારે ગુજરાતની પ્રજા ભાજપના કુશાસનથી મુક્તિ મેળવવા કોંગ્રેસની સરકાર બનાવવા જનઆશીર્વાદ આપી રહી છે. ઉત્તર ગુજરાતના ચોમેરથી પ્રજામાં કોંગ્રેસની વડગામથી શરુ થયેલી પરિવર્તન સંકલ્પ યાત્રા જોડાઈ હતી. જેનુ પ્રસ્થાન રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને કોંગ્રેસપક્ષના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સહપ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી, વિધાનસભા દંડકશ્રી સી.જે. ચાવડા, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રીશ્રી મધુસુદન મિસ્ત્રી, રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી રોહન ગુપ્તા ઉપસ્થિત રહી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જંબુસરથી શરુ થયેલી યાત્રામાં એ.આઈ.સી.સી. સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન સુપ્રિયા શ્રીનેતજી, એ.આઈ.સી.સી. મંત્રી અને સહપ્રભારી બી.એમ. સંદીપ, પૂર્વ કેન્દ્રિય મંત્રી ડો. તુષાર ચૌધરી, પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ કદીર પિરઝાદા ઉપસ્થિત રહી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સોમનાથથી શરુ થયેલી યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષશ્રી અમરિષ ડેર, શ્રી ઋત્વિક મકવાણા ઉપસ્થિત રહી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો
દિન પ્રતિદિન આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં તોતીંગ વધારો, કથળેલી સ્વાસ્થ્ય સુવિધાઓ તેમજ કાયદો અને વ્યવસ્થાની ખાડે પડેલી પરિસ્થિતિમાં ગુજરાતની પ્રજા આ કુશાસનથી મુક્તિ મેળવવા કોંગ્રેસની વિશાળ જનસંપર્ક યાત્રા મધ્ય ગુજરાતના ફાગવેલથી શરુ થયેલી યાત્રામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી મોહનપ્રકાશજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સહપ્રભારી શ્રીમતિ ઉષા નાયડુ, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા ઉપસ્થિત રહી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. પરિવર્તન સંકલ્પ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના શીર્ષ નેતૃત્વની હાજરીમા ભાજપના પૂર્વ સાસદ સભ્ય પ્રભાતસિહ ચૌહાણ અને એન.સી.પી.ના પૂર્વ મહિલા જીલ્લા પ્રમુખ ડૉ. તસવીન સીંગ કોગ્રેસ પક્ષમા વિધીવત રીતે જોડાયા હતા.
પરિવર્તન સંકલ્પ યાત્રામાં કોંગ્રેસ પ્રજાને આપેલા વચનોથી સંકલ્પ બધ્ધ છે. પરિવર્તન યાત્રા દરમિયાન કોંગ્રેસ પક્ષના સંકલ્પોને લોકો સુધી પોહચાડવામાં આવી રહ્યાં છે. છેલ્લા ૨૭ વર્ષમાં જે જે ભ્રસ્ટ્રાચારો થયા છે તેની સ્ક્રૂટીની થશે, ભ્રષ્ટ્રાચાર વિરુદ્ધ કાયદો લાવવામાં આવશે અને ગુનેગારોને જેલમાં નાખવામાં આવશે. સરકારી કર્મચારીઓને અન્યાય કરતી નવી પેન્શન યોજનાને નાબુદ કરી જૂની પેન્શન યોજના ગુજરાતમાં લાગુ કરાશે. મનરેગાની યોજનાની જેમ શહેરી રોજગાર ગેરંટી યોજના, કુપોષણ નાથવા અને ગરીબ વર્ગના લોકોને પૌષસ્ટિક ભોજન મળી રહે તે માટે ઇન્દિરા રસોઈ યોજના લાગુ કરાશે. પરિવર્તન સંકલ્પ યાત્રાનું ઠેરઠેર સ્થાનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, આગેવાનો, કોંગ્રેસના કાર્યકરતાઓ જોડાઈ આવનારી વિધાનસભામાં પરિવર્તન કરવા માટેનો સંકલ્પ લીધો હતો.