ગુજરાતમાં ચૂંટણીઓની મોસમ ખીલી ગઈ છે ,ત્યારે અન્ય પક્ષોમાંથી બીજા પક્ષોમાં એન્ટ્રી લેવામાં અનેક લોકો તલપાપડ થયા છે ત્યારે અત્યાર સુધી આટલા ભાજપમાં જાેડાયા ,પણ GJ-18 ખાતે મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં એન્ટ્રી મેળવ્યા બાદ જાેવા જઈએ તો કાર્યકરો ગેલમાં આવી ગયા છે, ત્યારે ભાજપમાં પણ ફડક પેઠી છે, કે આ ભાથી ચૂંટણી કઈ જગ્યાએથી લડવાના છે, ત્યારે સામા પક્ષે ઉમેદવારોની ચિંતા વધી ગઈ છે, સૌથી વધારે ચિંતા ભાજપમાંથી લડતા ઉમેદવારોમાં પેઠી છે, ત્યારે મહેન્દ્રસિંહ વાઘેલા શાંત રહ્યા પણ અંડર કરંટ પાવર ફૂલ છે, હાંકલ કરશે એટલે અનેક કાર્યકરો દોડતા થઈ જશે, બિનવિવાદી વ્યક્તિત્વ તરીકેની છાપ અને ખાસ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રહી ચૂકેલા હોવાથી તેમની GJ-18 ના જિલ્લા એવા ગામડામાં દબદબો છે, તેમાં કોઈ શંકાને સ્થાન નહીં ,ત્યારે સૂત્રો દ્વારા માહિતી મુજબ બાપુ GJ-18 ઉત્તર માણસા ,દહેગામ ,અને કપડવંજ આ જગ્યાએથી ચૂંટણી લડવા ઉત્સુક બને તો નવાઈ નહીં, ત્યારે GJ-18 ની ઉત્તર ની સીટમાં હાલ નિશિત વ્યાસ અને વિરેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડવા તડામાર તૈયારી આરંભી છે ,ત્યારે જાે સમન્વય થઈ જાય તો બંને બાપુમાંથી એક આવે ,પણ જીદ ઉપર રહેશે તો?? એ હાલ પ્રશ્ન છે, ત્યારે બ્રહ્મ સમાજમાંથી નિશિત વ્યાસને દર વખતે લોટરી ની ટિકિટ મળે પણ લાગતી નથી, છેલ્લી ઘડીએ આંકડા ફરી જાય એવો ઘાટ સર્જાય છે, પણ આ બ્રહ્મ સમાજના ભાથીએ અનેક ઝેરના પ્યાલા એવા ઘૂંટડા પીધા છે, ત્યારે ઘણીવાર પક્ષના કાર્યકરો બૂમો પાડે કે મને અન્યાય થયો છે, તો નીશીતભાઈની જીવતી જાગતી પુસ્તકનું વિમોચન થયું નથી, પણ એ વાંચી લો અથવા કોઈની પાસે આ કથા સાંભળી લો ,તો ખબર પડે કે ભોલે ઝેર પીધા જાણી જાણી , દુનીયા મેં કીતના ગમ હૈ, લોગો કા ગમ દેખા તો અપના ભુલ ગયા, ત્યારે આજે પણ પક્ષને વફાદાર રહીને મોરલો દોડતો હોય છે,
ઉત્તર સીટમાં હવે આવનારા દિવસોમાં મહેન્દ્રસિંહ વાઘેલા સાથે સમન્વય થઈ જાય તો મહેન્દ્રસિંહ અથવા વિરેન્દ્રસિંહ વાસણીયા અને નિશિત વ્યાસ નું નામ સંભળાય છે ,પણ હાલ આવશે તો વાસણીયા વાળા જ ,ત્યારે માણસા બેઠક ઉપરથી આજ દિન સુધી રાજપુત સમાજને કોંગ્રેસ સિવાય કોઈએ ટિકિટ આપી નથી ,ત્યારે ભાજપમાંથી ફક્ત અને ફક્ત એક ભાથી એવા જગતસિંહ બિહોલા ટિકિટ માંગી છે ,ત્યારે હાલતો રેસમાં પાટીદાર સમાજ છે ,પણ બાપુ મથી રહ્યા છે, ત્યારે કોંગ્રેસમાં હાલ ગીતાબેન પટેલ ,બાબુજી ઠાકોર ના નામ ચાલી રહ્યા છે ,ઓ.બી.સી. પાટીદાર , રાજપૂત સમાજની સૌથી વધારે વસ્તી ધરાવતો માણસા મત વિસ્તારમાં અનેક લોકોએ બાપુને આમંત્રણ પાઠવી હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે , ત્યારે દહેગામ કપડવંજની સીટમાં પણ બાપુ માટે જાેઈએ તેવો વિરોધ નથી, ત્યારે બાપુ ઉત્તરની સીટમાં સમન્વય નહીં થાય તો માણસા ,દહેગામ ,કપડવંજની સીટ ઉપર નજર દોડાવી દીધી છે, બાકી ય્ત્ન-૧૮ જિલ્લામાં સૌથી વધારે ગણતરી છે ,તેવું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે, ત્યારે ભાજપમાં GJ-18 ની ૫ સીટમાંથી ત્રણ સીટમાં દરેક ઉમેદવારોને મહેન્દ્રસિંહ વાઘેલાનું ટેન્શન વધ્યું છે, કે બાપુ ક્યાંથી ચૂંટણી લડવાના છે, ત્યારે શાંત, અને કાચબાની ગતિ એ ચાલતા બાપુ હવે સ્પીડ પકડશે તેમાં બે મત નથી,
માણસા ,દહેગામ સીટમાં રાજપૂત સમાજને અગાઉ વર્ષો પહેલા ઈશ્વરસિંહને ટિકિટ આપી હતી, ત્યારબાદ ટિકિટ કોઈને મળી નથી, ત્યારે ભાજપમાં આજ દિન સુધી રાજપૂત સમાજને ટિકિટ મળી નથી, અને માણસા ખાતે પાટીદાર ઓ.બી.સી. રાજપૂત અને ચૌધરી સમાજનો દબદબો છે ,જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા મહેન્દ્રસિંહ પોતે GJ-18 તમામ સીટમાં જે ગ્રામ્ય વિસ્તારો છે ,તેમાં દબદબો આજે અકબંધ છે, ત્યારે હાલ તો કોંગ્રેસનો કોહીનુર હીરો પાછો મળ્યો છે, ત્યારે આ હીરાની પરખ હવે કયો ઝવેરી કરે છે, તે જાેવું રહ્યું,
મહેન્દ્રસિંહ વાઘેલા દ્વારા બને ત્યાં સુધી GJ-18ની ત્રણ સીટ GJ-18 ઉત્તર દહેગામ, માણસા ,અને ખાસ કપડવંજની સીટ ઉપર નજર દોડાવી છે ,બાકી વાદ, વિવાદ, અને બાપુને ટિકિટ મળે તો વિરોધ વંટોળ ચાર સીટ માંથી ત્રણ સીટમાં થઈ શકે તેમ જ નથી ,આ ઉત્તરની સીટમાં વર્ષોથી વિરેન્દ્રસિંહ,નિશીત વ્યાસ મહેનત કરી રહ્યા છે, ત્યારે અહીંયા શું થાય છે તે હાલ પ્રશ્નાર્થ છે,