પુલ દુર્ઘટના : મોરબી બાર એસોસિએશન દ્વારા આરોપી તરફી કોઇ વકીલ કેસ નહી લડે તેવી જાહેરાત

Spread the love

મોરબી

મોરબી બ્રિજ દુર્ઘટનાએ આખા રાજયને થરથરાવી નાખ્યુ છે. જેમાં કશૂરવાર 9 આરોપીને પોલીસે ઝડપી લીધા છે.ત્યારે આ મામલે મોરબી બાર એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આરોપી તરફી કોઇ વકીલ કેસ નહી લડે તેવી જાહેરાત કરવામાં આવી છે. 9 આરોપીને આજે કોર્ટમાં રજૂ કરતા બાર એસોસિએશન દ્વારા આ પ્રકારનો નિર્ણય કરાયો હતો. વકીલોના આ નિર્ણયને લઈને જવાબદારોને ભીંસ પડતાં જિલ્લા બહારથી વકીલની મદદ મેળવવા માટે પ્રશાસન તજવીજ કરી રહ્યું છે.

ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ બ્રિજનું સમારકામ સંભાળનાર એજન્સી વિરુદ્ધ કલમ 304, 308 અને 114 મુજબ ક્રિમિનલ કેલ દાખલ કરવામાં કરવામાં આવ્યો છે. જેની તપાસ પણ આજે શરૂ કરવામાં આવશે. ઊંડી તપાસ કરી કશૂરવારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.૯ આરોપીમાં 2 મેનેજર,2 રિપેરિંગનું કામ કરનાર કોન્ટ્રાકટર પિતા પુત્ર, 3 સિક્યુરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્કની અટકાયત કરી લેવામાં આવી છે. જેમના નામ દિપક પારેખ(મોરબી)44 વર્ષ, દિનેશ દવે(મોરબી)41, મનસુખ ટોપીયા (મોરબી)59, માદેવ સોલંકી( મોરબી)36, પ્રકાશ પરમાર(ધ્રાંગધા)63, દેવાંગ પરમાર(ધ્રાંગધા)31, અલ્પેશ ગોહિલ(દાહોદ)25, દિલીપ ગોહિલ(દાહોદ)33, મુકેશ ચૌહાણ(દાહોદ)26 ની ધરપકડ કરાઇ છે.જે તમામ આરોપીઓને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી આરોપીની રિમાન્ડની માગ કરવામાં આવી હતી. ઓરેવા ગ્રુપના મેનેજર સહીત 9 આરોપીઓને બંદોબસ્ત સાથે મોરબી કોર્ટમાં રજુ કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com