આરોપીઓ : મોહંમદ તૌફીક ઉર્ફે લાલા દરિયાપુર, સાબીર ઉર્ફે તંબુ ઉર્ફે કાલીયા વેજલપુર, મુસેબ ઉર્ફે બ્રુક દરિયાપુર, ઈરફાનહુસૈન ઉર્ફે ઈરફાન અશરફી વેજલપુર
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. સોલંકી ની ટીમ દ્વારા નાસતા ફરતા એમ. ડીનાં ચાર પેડલારોને ઝડપ્યા હતા.
બનાવની હકીકત એવી છે કે તા.૧૩/૦૮/૨૦૨૨ ના રોજ મળેલ હકીકત મુજબ આરોપીઓ ધનુષ ઉર્ફે બીટ્ટુ રમણીકભાઇ આસોડીયા , મનુભાઇ રાયમલભાઇ રબારી , ઇદ્રીશ ઉર્ફે ઇદુ અબ્દુલહમીદ શેખ , મોહંમદઇરફાન ઉર્ફે રાજાબાબુ મોહંમદયાસીન શેખ ને સિલ્વર કલરની ઇક્કો સ્પોર્ટ ગાડી નંબર GJ-38-BA-1252 સાથે પાસ પરમીટ વગરના ગેરકાયદેસરના કુલ ૨૮૯,૦૦ ગ્રામ મેફેડ્રોન કિંમત રૂ.૨૮,૯૦,૦૦૦/- ની મત્તાના જથ્થા સાથે ઝડપી પાડી ડી.સી.બી. પો.સ્ટે પાર્ટ બી માં ઘી એન.ડી.પી.એસ. એકટ કલમ ૮ (સી), ૨૨ (સી), ૨૯ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. ઉપરોક્ત ચારેય આરોપીઓના રીમાન્ડ મેળવી રીમાન્ડ દરમ્યાન પૂછપરછ કરતાં તેઓ પાસેથી મળી આવેલ આ મેફેડ્રોનનો જથ્થો તેઓ કોને-કોને સપ્લાય કરનાર હતા તે દિશામાં પ્રયત્નો હાથ ધરેલ અને તપાસ દરમ્યાન અમદાવાદ શહેરમાં જુદા જુદા ઇસમો (પેડલરો) ને આ મેફેડ્રોન ડ્રગ્સ વેચાણ કરનાર હોવાની હકીકતો જણાઈ આવતાં આ ગુનામાં અન્ય પેડલરોની સંડોવણી જણાઈ આવતા અગાઉ (૧) અલ્તમસ સ/ઓ મુસ્તાક મોહંમદહુસૈન મન્સુરી (૨) સમીરખાન ઉર્ફે સમીર ધાંગધ્રા સ/ઓ અશરફખાન હબીબખાન પઠાણ (૩) શબ્બીર ઉર્ફે બાબા ઉર્ફે બાવા સ/ઓ અલ્લારખા હસુભાઈ શેખ (૪)શાહીદ ઉર્ફે સાહીલ સ/ઓ સલીમભાઈ જમીલભાઈ કુરેશી (૫) સમીરઉદીન ઉર્ફે બૉન્ડ સ/ઓ રિચાજઉર્દીન કરીમુઉદીન શેખને તા.૨/૯/૨૦૨૨ ના રોજ પકડવામાં આવ્યા હતા.
આ પકડાયેલ આરોપીઓ અન્ય વ્યક્તિઓ (પેડલરો) ને મેફેડ્રોન ડ્રગ્સ વેચાણ કરવાના હોવાની હકિકત જણાય આવેલ. આ કાર્યવાહી દરમ્યાન તા. ૦૧/૧૧/૨૦૨૨ ના રોજ અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આ ગુનામાં સંડોવાયેલ પેડલરોને પકડી પાડયા હતા.(૧) મોહંમદ તૌફીક ઉર્ફે લાલા દરિયાપુર, (૨) સાબીર ઉર્ફે તંબુ ઉર્ફે કાલીયા વેજલપુર, (૩) મુસેબ ઉર્ફે બ્રુક દરિયાપુર, (૪) ઈરફાનહુસૈન ઉર્ફે ઈરફાન અશરફી વેજલપુર નાં આરોપીઓને પકડવામાં આવ્યા હતા.
આરોપીનો ગુનાહીત પૂર્વ ઇતિહાસ
આરોપી મોહંમદ તોફીક ઉર્ફે લાલા સઓ મુસ્તાક અહેમદ મોહંમદહુસૈન શેખનો અગાઉ સને ૨૦૧૮ માં કારંજ પોલીસ સ્ટેશનમાં જુગારના કેસમાં પકડાયેલ છે. અટક કરવામાં આવેલ આરોપીઓ અગાઉ પકડાયેલ આરોપીઓ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મેળવી આગળ કોને કોને વેચાણ કરનાર હતાં. તેમજ પોતે પણ આ ડ્રગ્સનો ઉપયોગ કરતા હતાં કે કેમ તે બાબતે તેમજ અગાઉ તેઓએ આ પકડાયેલ આરોપીઓ પાસેથી ડ્રગ્સ મેળવેલ છે કે કેમ તેમજ તેઓની સાથે આ ડ્રગ્સના કારોબારમાં બીજા કોણ કોણ ઇસમો સંડોવાયેલ છે તે બાબતે તેઓની સઘન પૂછપરછ જારી છે.