ચૂંટણી સંચાલન સંસ્થાઓને સામૂહિક પ્રયાસોથી લોકતાંત્રિક ધોરણો અને પ્રક્રિયાઓ વધુ સંગીન કરવા માટે કાર્યવાહી કરવા અનુરોધ : ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે

Spread the love

ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી : સત્યનિષ્ઠા અંગેના સામુહિક પ્રયાસ તરીકે ચૂંટણી સંચાલન સંસ્થાઓની ભૂમિકા, માળખું અને ક્ષમતા’ અંગે યોજાયેલી બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું સમાપન

ગાંધીનગર

ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણી સત્યનિષ્ઠાના સામુહિક પ્રયાસ તરીકે ચૂંટણી સંચાલન સંસ્થાઓની ભૂમિકા, માળખું અને ક્ષમતા અંગે યોજાયેલ બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદની સમાપન સભાનું ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડેની ઉપસ્થિતિમાં સમાપન થયું હતું. સમાપન સમારોહમાં ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડેએ કહ્યું કે, લોકશાહી માટે ચૂંટણીઓ ખુબ મહત્વપૂર્ણ હોઇ ચૂંટણી સંચાલન સંસ્થાઓ દ્વારા ચૂંટણીઓ યોજવા અંગેની કાર્યક્ષમતાની ગુણવત્તા તેઓ સ્વતંત્રપણે પડકારોને કેવી અસરકારકતાથી પાર પાડે છે તેના પર આધારિત છે. તેમણે તમામ ચૂંટણી સંચાલન સંસ્થાઓને લોકતાંત્રિક મૂલ્યો અને પ્રક્રિયાઓને વધુ સંગીન બનાવવાની તેમજ સામુહિક પ્રયાસ માટે તમામ સુસંગત પ્લેટફોર્મ્સને વેગ આપવા અનુરોધ કર્યો હતો.

ચૂંટણી કમિશનર પાંડેએ વૈશ્વિક સ્તરે ચૂંટણી સંચાલન સંસ્થાઓને પડકારતા ધ્રુવીકરણ, લોકવિભાવનાવાદ, મતદારોની ઉદાસીનતા વગેરે જેવી સમસ્યાઓના નિવારણ માટે સંગઠિત પ્રયાસો, નિયમિત ધોરણે સામુહિક સહકાર અને નિરંતર જ્ઞાનની આપ-લે કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા માટે મતદાર યાદીનું વ્યવસ્થાપન, મતદાન વ્યવસ્થાપન, ચૂંટણી પ્રૌદ્યોગિકી, ખોટી માહિતી અને ખોટા સમાચાર પર નિયંત્રણ, સાયબર સુરક્ષા અને અન્ય તમામ સંબંધિત પાસાઓ અંગે વૈશ્વિક ધોરણો અને સંચાલન કાર્યપદ્ધતિઓ વિકસાવવાની જરૂર છે.

પાંડેએ જણાવ્યું હતું કે, લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયાને સંગીન બનાવવા માટે લોકશાહી પરંપરાઓને વધુને વધુ ઉજાગર કરે તેવા પ્રયાસ હાથ ધરવા જોઈએ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ક્ષમતા નિર્માણ માટે ચૂંટણી સંચાલન સંસ્થાઓને વધુ અસરકારક રીતે સહાય કરવા માટે સહભાગી સંસ્થાઓની ભૂમિકા ફરીથી નક્કી કરવાની જરૂર છે.બે દિવસો દરમિયાન યોજાયેલ ત્રણ સત્રોમાં વિગતવાર વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા. “ચૂંટણી સંચાલન સંસ્થાઓ સામેના વર્તમાન પડકારો” અંગેનું પ્રથમ સત્ર મોરેશિયસના ચૂંટણી કમિશનરના અધ્યક્ષપદે યોજાયું હતું. આ સત્રમાં મેક્સિકો, ચિલી, નેપાળ અને ગ્રીસના ચૂંટણી સત્તાધિકારીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. ચૂંટણી સંચાલન સંસ્થાઓ અને ચૂંટણી સત્તાતંત્રો દ્વારા મુક્ત, ન્યાયી, પારદર્શી અને વિશ્વસનીય ચૂંટણી માટે કરવામાં આવેલી પહેલ બદલ તેઓની પ્રસંશા કરીને સત્રનું સમાપન કર્યું હતું.

“ભવિષ્યના પડકારો” અંગેના બીજા સત્રની સહ અધ્યક્ષતા સેક્રેટરી જનરલ, ઇન્ટરનેશનલ આઇડીઇએ અને ચૂંટણી અને રાજકીય પક્ષોના વિભાગના વડા, ચૂંટણી નિયામકની કચેરી, હેલેનિક રિપબ્લિક, ગ્રીસના ઇન્ટિરિયર મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. આ સત્રમાં ઓસ્ટ્રેલિયન ચૂંટણી પંચ અને સીઓએમઇએલઇસી, ફિલિપાઈન્સના પ્રતિનિધિઓ તરફથી રજૂઆતો કરવામાં આવી હતી. આ સત્રમાં એવી નોંધ લેવામાં આવી હતી કે ચૂંટણી સત્તાધિકારીઓએ ડિજિટલ ટેક્નોલોજીના ઉભરતા પડકારોનો સામનો કરવા માટે ઇએમબીના મુખ્ય કાર્યોના સુચારુ સંચાલનમાં તમામ સ્તરે પરિવર્તનશીલતા લાવવાની બાબતને વેગ આપવાની જરૂર છે.ચૂંટણી સંચાલન સંસ્થાઓની ક્ષમતા અંગેના ત્રીજા સત્રનું અધ્યક્ષપદ આઇએફઇએસના અધ્યક્ષ અને સીઇઓ દ્વારા સંભાળવામાં આવેલ. આ સત્રમાં આઇએફઇએસના કન્ટ્રી ડાયરેક્ટર (શ્રીલંકા અને બાંગ્લાદેશ), યુએનડીપીના પ્રતિનિધિ, મતદાર યાદી અને પરિણામ વિભાગના વડા, ચૂંટણી નિયામકની કચેરી, હેલેનિક રિપબ્લિક, ગ્રીસના ઇન્ટિરિયર મંત્રાલય તરફથી રજૂઆતો કરવામાં આવી હતી. આઇએફઇએસના અધ્યક્ષ અને સીઇઓ દ્વારા સામર્થ્ય અને નબળાઇઓની સમસ્યાઓના નિવારણ માટે નવા આયામોની જરૂરિયાત પર અને ચૂંટણી સત્યનિષ્ઠા સુનિશ્ચિત કરવા માટે એકબીજા પાસેથી નવા આયામો શીખવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com