સી.ટી.એમ.માં સાત થી આઠ લાખની લૂંટ કરી ભાગી ગયેલ ત્રણ આરોપીઓને રૂ.૭,૩૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચે તા.૦૧/૧૧/૨૦૨૨ના રોજ સી.ટી.એમ. એક્ષપ્રેસ હાઈવે પાસે આવેલ શૌચાલય નજીક ઓટો રીક્ષા ડ્રાઈવરની આંખમાં મરચું નાખી રૂપિયા સાત થી આઠ લાખની લૂંટ કરી ભાગી ગયેલ ત્રણ આરોપીઓને રૂ.૭,૩૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર બી.એસ.સુથારની ટીમ, દ્વારા લૂંટના આરોપી (૧) મકબુલ આલમ ઉર્ફે ભોલુ રખીયાલ, (૨) જાહીદ ગુલામમયુદ્દીન શેખ દરિયાખાન માધુપુરા (૩) મોહસીન રાણીપ ખાતેથી કાશીરામ ફેક્ટરી ચાર રસ્તા પાસેથી ઝડપી લીધેલ છે.

આરોપીઓ પાસેથી રોકડા કુલ્લે રૂ. ૬,૨૦,૦૦૦/- તથા બે મોબાઈલ ફોન કિ.રૂ. ૧૫,૦૦૦/- તથા ઓટો રીક્ષા નં. GJ-01-TA-7948 કિ.રૂ.૧,૦૦, ૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૭,૩૫,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતાં સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી તથા ૧૦૨ મુજબ તા.૦૨/૧૧/૨૦૨૨ ના રોજ અટક કરવામાં આવી છે. પકડાયેલ આરોપી મકબુલ ઉર્ફે ભોલુ ઘણા વર્ષોથી ઓટો રીક્ષા ચલાવતો હોય. જેથી ઘણા વેપારીના સંપર્કમાં હોય. બહારથી આવતાં વેપારી ટેલીફોનથી સંપર્ક કરી, તેને બોલાવી અમદાવાદ શહેરમાં ફરતા હોય છે. તે જ રીતે મુંબઈના વેપારી દર મંગળવારે અમદાવાદ શહેરમાં રાણીપ બકરા મંડીમાં બકરા ખરીદવા આવતાં હોય. તેઓ હંમેશા મકબુલને બોલાવતા હોય અને મકબુલને તે વાતની જાણ હોય કે તેઓ ઘણા પૈસા લઈ ખરીદી કરવા આવતા હોય છે. જેથી તેઓ પાસેના પૈસા લુટવા મકબુલે તેના મિત્રો સાથે ભેગા મળી પ્લાન બનાવેલ કે મુંબઈના વેપારી મકબુલને જ્યારે પણ બોલાવે ત્યારે મકબુલ તેના મિત્રોને જાણ કરી તેની નજીક બોલાવી, મુંબઈના વેપારી જ્યારે સામાન મકબુલ પાસે મુકી શૌચાલયમાં સ્નાન કરવા જાય ત્યારે મકબુલ પાસે જઈ તેની આંખમાં મરચુ નાખી મુંબઈના વેપારીનો સામાન લૂંટી લીધેલ હોવાની કબુલાત કરી હતી.જે બાબતે રામોલ પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી તપાસ કરાવતા પાર્ટ એ માં ઘી ઈ.પી.કો. કલમ ૩૯૪,૧૧૪ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

આરોપીનો ગુન્હાહીત ઈતિહાસ

આરોપી જાહીદ શેખનાનો અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીમાં તથા રાણીપ પોલીસ સ્ટેશનમાં તથા સોલા પોલીસ સ્ટેશનમાં નજર ચૂકવી ચોરીમાં પકડાયેલ છે. એક વખત પાસા પણ ભોગવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com