ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી
ગાંધીનગર
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મતદાન વધારવાના ઉદ્દેશ સાથે ‘અવસર લોકશાહીનો’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગત ચૂંટણીઓમાં જે વિસ્તારોમાં મતદાન પ્રમાણમાં ઓછું થયું છે તેવા વિસ્તારોમાં વિશેષ જનજાગૃતિ માટે ‘મિશન-૨૦૨૨’ હાથ ધરવામાં આવ્યું છે.મિશન-૨૦૨૨ અંતર્ગત નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવા ગુજરાતના ૧૧ ઝોનમા ‘અવસર રથ’ ફરશે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી આવતીકાલે તા. ૩ જી નવેમ્બરે, ગુરુવારે સવારે ૧૧.૩૦ કલાકે ગાંધીનગર કલેકટર કચેરીના પ્રાંગણથી ‘અવસર રથ’ને પ્રસ્થાન કરાવશે. આ અવસરે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્ય, ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે. અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.