રાત્રે ઉમેદવારો સૌચાલય જાય તો પણ ફોન ચેક કરે છે, ન્હાવા જાય તો બાથરૂમમાં મોબાઈલ લઈ જાય છે.
GJ-18 ભાજપમાં રાત્રે ઉમેદવારોને ઘંટડી વાગે તો પ્રદેશમાંથી ટિકિટનો ફોન આવ્યો હશે, તેવા ભણકારા સાથે ઉજાગરા થઈ રહ્યા છે
ઉમેદવારોની નીંદડી, ટિકિટના ભણકારામાં મીંદડી,લઇ ગઇ નીંદડી,
ગાંધીનગર
ગુજરાતમાં આજે ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે GJ-18 ભાજપમાંથી આશરે ૧૪૦ થી વધારે પાંચ સીટોમાં ઉમેદવારોએ ઉમેદવારી કરી છે, ત્યારે ખાનગીમાં સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર રાત્રે ગમે ત્યારે ફોન આવશે કે તમે ઉમેદવાર છો, જેથી અનેક ઉમેદવારોની નીંદડી મીંદડી લઈ ગઈ છે, ત્યારે રાત્રે શૌચાલય કરવા જાય તો મોબાઈલ લઈને જાય કઈ આવ્યું?? અને ગમે ત્યારે રાતે ફોન કરો તો તુરત જ ફોન ઉપાડી લેશે સેવ નંબર હશે તો શું લાગે છે ? તે પૂછશે અને અન્ય નંબર આવે તો પ્રદેશથી ફોન આવ્યો ના ભણકારા વાગી રહ્યા છે રાત્રે બે દિવસમાં ઘણા જ ઉમેદવારોએ ને ફોન કર્યા તો તુરંત ઉપાડી લીધા હા બોલો સાહેબ ત્યારે આ ટિકિટ તો બહુ કરી, ત્યારે હાલ કોમેડી પણ એવી ચાલે છે, કે અપર બાલ્કની પવેલીયન અને મારી પાસે પડી છે ,કઈ જાેઈએ છે ,ત્યારે જેટલા ઉમેદવારો છે, તેમાં મોટાભાગના દિવાળી પણ સરખી રીતે મનાવી નથી શક્યા બૈરા રોજ બૂમ પાડે છે, કે દિવાળીમાં ફરવા લઈ જાઓ ત્યારે સ્પષ્ટ પણે જણાવી દીધું છે કે ટિકિટ ડિકલેર થઈ જવા દો અને ટિકિટ ડીકલેર થઈ જાય તો ત્રણ મહિના ભૂલી જાવ ,અને ટિકિટ થઈ તો અઠવાડિયામાં ફરવા લઈ જઈશ ,ત્યારે ઘરવાળા પણ હવે ચૂંટણી અને રાજકારણથી તોબા પોકારી ગયા છે ત્યારે દરેક જિલ્લા એવા મતવિસ્તારમાં એક ટિકિટ આપવાની છે તેમાં ૧૦ ની પેનલ ,પછી પાંચ અને બાદમાં ત્રણની પેનલમાં નામ જાહેર થાય અને કદાચ ઇન્ટરવ્યૂ ન આપ્યું હોય અને ઉપરથી પણ નવું નામ આવી જાય તો નવાઈ નહીં રાજકુમારના એક ફિલ્મોમાં ડાયલોગ છે કે મારે યા ઇન્ટરવ્યૂ નહીં ડાયરેક્ટ લેટર એપોઇન્ટમેન્ટ મિલતા હૈ ,ત્યારે ટિકિટ વાંચ્છુઓની હાલત ફોનની ઘંટડી વાગે એટલે ટેન્શનમય બની જાય છે.
ભાજપ દ્વારા ટિકિટો જાહેર થયા બાદહસ્તી બીબી અને અનેક લોકો ટિકિટ નહીં, મળે તેમાં મોટાભાગના લોકોના મોઢા ઉતરેલી કઢી જેવા થઈ જાય તો નવાઈ નહીં ત્યારે મનામણા ,બેસણા પણ રખાશે પણ હા ટિકિટ નહીં મળે તો ઘરના બૈરા પરિવાર રાજી થઈ જશે કે હવે હેડો ફરવા, પણ ફરવા જશે ખરા પણ દિલ હે કે માનતા નહી ભાજપ વાળા ટિકિટ આપતા નહીં નહીં આપવાનું કારણ શું?? મને કેમ કાપ્યો?? હું સિનિયર છું આવા અનેક પ્રશ્નોસળવળતા હશે, ત્યારે ઘણા ઉમેદવારો અત્યારે ત્રણ ત્રણ મોબાઈલો રાખે છે ચાર્જિંગ ઉતરી જાય અને કદાચ એ સમયે જ મોબાઈલ ફોન આવે હોય તો શું કરવાનું?? એટલે સ્પેરવિલ પણ તૈયાર રાખ્યા છે ખિસ્સામાં બે પાવર બેંક પણ રાખવા માંડ્યા છે ચાર્જિંગ ડાઉન ના થવું જાેઈએ નહીંતર ફોન આવે અને ફોન બંધ હોય તો આપણે આઉટ થઈ જઈએ તેવો ભય હવે ઉમેદવારોને સતાવી રહ્યો છે રાત્રે જે મહિલા મહિલાઓએ ટિકિટ માંગી છે તેમાં સાથે ફોન લઈને જ સુઈ જાય છે GJ-18 માણસા કલોલ ઉત્તર દક્ષિણ દહેગામની સીટમાં ૨૫ ફોન અલગ અલગ ઉમેદવારો ને રાત્રે કરતા મોટા ભાગના ઉમેદવારો એ ફોન ઉપાડી લીધા હતા જેથી હર ઉમેદવાર પરેશાન ક્યારે કરશો ટિકિટનું આહવાન તેમ પ્રદેશના ફોનની ઘંટડી વાગી હોય તેવા ભણકારા વાગી રહેતા, પાંચ દિવસથી હજુ શાંતિથી ઊંઘી શકતા નથી, હવે ટિકિટ જાહેર કરો બાપા….
મ્ર્ટ
અડધી રાત્રે ફોન નહિ ઉપાડનારા નેતાઓ જે હાલ ટિકિટ વાંચ્છુઓ બન્યા છે, તે તુરંત જ ગમે ત્યારે રાત્રે ફોન કરો, ફોન રિસીવ કરી લેશે ,પણ અજાણ્યો નંબર સુરત રીસીવ કરશે કારણ કે પ્રદેશમાંથી તો નથી આવ્યો ને ફોર્મ ભર્યા બાદ અનેક લોકો મૂંગેરી લાલના સપના જાેઈ રહ્યા છે, પણ હા ગમે તેટલા ઉમેદવારો હોય પણ જે વિધાનસભા વિસ્તાર હોય તેમાંથી એક ને ટિકિટ આપવાની છે ત્યારે ભાજપ માટે અઘરો પ્રશ્ન લોકોને અસંતોષને ખાવાનો હશે.
માણસા કલોલ દહેગામ ઉત્તર દક્ષિણની સીટમાં પાટીદાર ઓબીસી રાજપૂત સમાજને પ્રભુત્વ વધારે મળે તેમ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉત્તરની સીટમાં મુકેશ પટેલની તથા દહેગામ ખાતે યુવરાજસિંહ જાડેજા અને દક્ષિણની સીટમાં દોલત પટેલને જાહેર કરતા ભાજપમાં કયા ઉમેદવારને ટિકિટ આપવી તે હાલ પૈકીનો પ્રશ્ન છે ,બાકી સોગઠા અને રાજકીય નિષ્ણાત એવા ભાજપમાં ગણાતા બુદ્ધિજીવી પંડિતો છે પણ છે ,પણ,હાલ શું કરવું તે સમજ હાલ પડતી નથી.
GJ-18 ની પાંચ સીટમાં ભાજપમાંથી બે પાટીદાર આવે તેવી શક્યતા એક રાજપૂત કદાચ બે ઓબીસીની શક્યતા જાેવાઈ રહી છે કારણ કે જમ્બો જેટ મતો ઓ.
બી.સી સમાજના જે સૌથી વધારે મતોમાં ઓ.બી.સી સમાજનું પ્રભુત્વ વધારે છે, જેથી ભાજપ હવે જે ગણતરી મૂકી રહી છે તેમાં સર્વે પણ કરાવી રહી છે ઉત્તરની સીટમાં પાટીદારને ટિકિટ આપ દ્વારા આપતા ભાજપ ઓ.બી.સી અથવા રાજપૂત સમાજ તરફ નજર દોડાવી રહી છે ,બાકી મતોની વહેંચણી પાટીદારમાં થશે તો ગરબો ઘરે આવે તો નવાઈ નહીં.