અમદાવાદ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અપહ્યુત થયેલ ૩ બાળકીને ગણતરીના કલાકોમાં મુંબઇ શહેર ખાતેથી શોધી કાઢી છે.ગઇ તા.૩૧/૧૦/૨૦૨૨ના કલાક ૧૪/૩૦ વાગ્યાના અરશામાં લાલદરવાજા ભદ્ર મંદિર પાસે બેંક ઓફ ઇન્ડિયાની સામે ત્રણ રસ્તા પાસેથી ખરીદી કરતી વખતે દિકરી આશીયાના ઉ.વ.૧૪ તથા તેમના સાળાની દિકરી શહેનાઝ ઉવ.૧૫ તથા શીફા ઉ.વ.૧૨ સગીર વયની છે. જેઓને કોઇ ફરિયાદી તથા ફરિયાદીના સાળાના વાલીપણાં માંથી ભગાડી અપહરણ કરી લઇ ગયા હતા. જે બાબતે કારંજ પોલીસ સ્ટેશન પાર્ટ એ માં ઇપીકો કલમ ૩૬૩ મુજબનો ગુન્હો નોંધાયેલ છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરે ઉપરોકત ગુન્હામાં ભોગ બનનાર ત્રણેય બાળકીને તાત્કાલિક ધોરણે સહી સલામત શોધી કાઢવાની સૂચના આપી હતી જે સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર વી.બી.આલની ટીમ દ્વારા ગુન્હાવાળી જગ્યાએ વિઝીટ કરી ટેકનીકલ એનાલીસીસ તથા ખાનગી બાતમીદારો મારફતે ત્રણેય બાળકીને સહી સલામત શોધી કાઢવા સારૂ તપાસ તજવીજ હાથ ધરી હતી. ગઇ તા.૦૧/૧૧/૨૦૨૨ ના રોજ બાતમી હકીકત મળેલ કે ઉપરોકત અપહરણ થયેલ ત્રણેય બાળકીઓ મુંબઇ શહેરના મીરા રોડ ખાતે હોવાની શક્યતા છે. જેથી પો.સ.ઇ. એમ.એન.જાડેજાની ટીમને તાત્કાલિક મુંબઇ શહેર ખાતે ગઈ હતી. ત્રણેય સગીર બાળકીઓને મુંબઇ શહેર મીરા રોડ, કાશ્મીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કવીન્સ પાર્ક પાસેથી શોધી કાઢી હતી.
ગુમ થનાર ત્રણેય સગીર બાળકીને મહિલા પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં જરૂરી કાઉન્સેલીંગ કરી પૂછપરછ કરતાં ત્રણેયને ઘણા સમય થી ફરવા જવા મળેલ નથી. ત્રણેય પાસે ખિસ્સા ખર્ચીના રૂપિયા હોય, ત્રણેય એક સાથે કોઇ જગ્યાએ ફરવા જવાનુ નક્કી કરેલ તેથી ખરીદી કરવા સારુ લાલદરવાજા ખાતે ગયા હતા તે દરમ્યાન ત્રણેય વાલીને જાણ કર્યા વગર એક સાથે નીકળી બાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે જઇ સુઇ ગયેલ. મોડી મોડી રાત્રીના સમયે મુંબઇ જતી ટ્રેનમાં બેસી મુંબઇ શહેરમાં આવેલ. જુદાજુદા વિસ્તારોમાં ફરતા હતા, ત્રણેય પાસે કોઇ આઇડી પ્રુફ હતાં નહી માટે કોઇ હોટલમાં રોકાવા સારુ રૂમ મળેલ નહી. જેથી ઓટોરિક્ષામાં બેસી જુદી જુદી જગ્યાએ ફરતા હતાં, સમય પસાર કરતા હતાં. ત્રણેય પોતાની મરજીથી મુંબઇ શહેરમાં ફરવા આવેલ હોવાની હકીકત જણાવી હતી.જેથી જરૂરી કાર્યવાહી કરી કારંજ પોલીસ સટેશનમાં નોંધાયેલ ગુન્હાની વધુ તપાસના કામે તથા ત્રણેય બાળકીઓને તેઓના વાલીને સોંપવામાં આવેલ છે.